શોધખોળ કરો

History Remark: તોડી-મરોડીને રજુ કરવામાં આવેલા ઈતિહાસને ફરીથી લખતા અમને કોઈ રોકી ના શકે : અમિત શાહ

શાહે કહ્યું હતું કે, મને વારંવાર ફરિયાદો કરવામાં આવે છે કે આપણા ઈતિહાસને વિકૃત કરવામાં આવ્યો છે, તેની સાથે છેડછાડ કરવામાં આવી છે. આ આક્ષેપો સાચા પણ હોઈ શકે છે.

Amit Shah History Remark: કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે યુનિફોર્મ સિવિલ કોડ કોડ બાદ વધુ એક મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. શાહે કહ્યું હતું કે 'તોડી-મરોડીને લખવામાં આવેલા ઈતિહાસને સુધારીને તેને ફરીથી લખતા અમને કોઈ ના રોકી શકે. ઈતિહાસકારો અને વિદ્યાર્થીઓએ ભારતના જુદા જુદા ભાગોમાં 150 વર્ષથી શાસન કરનારા 30 સામ્રાજ્યો અને દેશની આઝાદી માટે બલિદાન આપનાર 300થી વધુ વિભૂતિઓ પર સંશોધન કરી સાચો ઈતિહાસ લખવો જોઈએ.

ગૃહમંત્રીએ કહ્યું હતું કે, જો લચિત બોરફુકન ન હોત તો પૂર્વોત્તર ભારતનો ભાગ ન હોત કારણ કે જે તે સમયે તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને તેમની સાહસથી માત્ર પૂર્વોત્તર જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાને કટ્ટરપંથી આક્રમણકારોથી બચાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, લચિત બોરફુકનની આ બહાદુરી માટે સમગ્ર રાષ્ટ્ર, સભ્યતા અને સંસ્કૃતિ તેમની ઋણી છે. તેઓ અહોમ સામ્રાજ્યના મહાન સેનાપતિ લચિત બોરફૂકનની 400મી જન્મજયંતિ પર આયોજિત એક કાર્યક્રમને સંબોધિ રહ્યા હતા.

ઈતિહાસને ગૌરવશાળી બનાવી લોકોની સામે લાવવો જોઈએ : શાહ

શાહે આસામના મુખ્યમંત્રી ડો. હિમંતા વિશ્વ શર્માને પણ અનુરોધ કર્યો હતો કે લચિત બોરફૂકનના પાત્રનું હિન્દી અને દેશની અન્ય 10 ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે જેથી કરી દેશનો દરેક બાળક તેમના સાહસ અને બલિદાનથી વાકેફ થઈ શકે. ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની વર્તમાન સરકાર દેશના ગૌરવ માટે કરવામાં આવતા કોઈપણ પ્રયાસને સમર્થન આપે છે. આપણે ઈતિહાસને તોડી મરોડીને રજુ કરતા વિવાદોમાંથી બહાર આવી તેને ગૌરવશાળી બનાવી સમગ્ર વિશ્વની સામે રજૂ કરવો જોઈએ.

શાહે આ મામલે આગળ કહ્યું હતું કે, મને વારંવાર ફરિયાદો કરવામાં આવે છે કે આપણા ઈતિહાસને વિકૃત કરવામાં આવ્યો છે, તેની સાથે છેડછાડ કરવામાં આવી છે. આ આક્ષેપો સાચા પણ હોઈ શકે છે. પરંતુ તેમને સુધારવાથી કોણ રોકી રહ્યું છે? હવે આપણને સાચો ઈતિહાસ લખતા કોણ રોકી શકે? શાહે ઈતિહાસકારો અને વિદ્યાર્થીઓને ભારતના વિવિધ ભાગોમાં 150 વર્ષથી શાસન કરનારા 30 સામ્રાજ્યો અને દેશની આઝાદી માટે બલિદાન આપનાર 300 થી વધુ મહાન વિભૂતિઓ વિશે ઉંડાણપૂર્વક અધ્યયન કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આમ થવાથી નવો અને સાચો ઈતિહાસ સામે આવશે અને જુઠ્ઠાણા આપોઆપ જ ઈતિહાસમાંથી જુદુ તરી આવશે.

દેશના ઈતિહાસ પર ગર્વ હોવો જોઈએ : શાહ

અમિત શાહે કહ્યું હતું કે, આપણા આઝાદીના ઈતિહાસના નાયકોના બલિદાન અને હિંમતને દેશના ખૂણે ખૂણે લઈ જવાથી આપણી ભાવી પેઢીઓને તેની પ્રેરણા મળશે. જે દેશના લોકો પોતાના ઈતિહાસ પર ગર્વની ભાવના ના અનુંભવે તેઓ ક્યારેય પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકતા નથી. જો દેશનું સોનેરી ભવિષ્ય બનાવવું હોય તો દેશના ઈતિહાસ પર ગૌરવ કરવું ખૂબ જ જરૂરી છે તેમ શાહે કહ્યું હતું.

ટોપ સ્ટોરી

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget