શોધખોળ કરો
Advertisement
Weather Update: મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો અન્ય રાજ્યોનું શું છે સ્થિતિ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રના મરાઠાવાડા, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ ગોવા, મધ્ય પ્રદેશ, ગુજરાત અને પૂર્વ રાજસ્થાન સુધી ચોમાસું સક્રિય રહેશે. ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ પડી શકે છે.
નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે 12 સપ્ટેમ્બરથી આગામી ત્રણ-ચાર દિવસ સુધી કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેનાથી લોકોને ગરમીથી રાહત મળશે. 14 અને 15 સપ્ટેમ્બરે મહરાષ્ટ્ર અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમનો પ્રભાવ મધ્યપ્રદેશ અને દિલ્હીમાં 16થી 18 સપ્ટેમ્બર વચ્ચે જોવા મળશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રના મરાઠાવાડા, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ ગોવા, મધ્ય પ્રદેશ, ગુજરાત અને પૂર્વ રાજસ્થાન સુધી ચોમાસું સક્રિય રહેશે. ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ પડી શકે છે.
15 સપ્ટેમ્બરે પશ્ચિમ રાજસ્થાનમાં મોનસૂન વાપસી કરી શકે છે. 13 થી 18 સપ્ટેમ્બર વચ્ચે ભારતના વિવિધ રાજ્યોમાં વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કર્ણાટક, કેરળ, ગુજરાત, મહારાષ્ટ્ર, નાગાલેંડ, મિઝોરમ, ત્રિુપુરા, ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણા, તમિલનાડુમાં વિવિધ જગ્યાએ વરસાદ વરસી શકે છે.
ચોમાસુ હવે અંતિમ તબક્કમાં છે. ગુજરાતના માથે એક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જે સક્રિય થઈ રહી છે. હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં કેટલાક પંથકોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement