(Source: ECI/ABP News/ABP Majha)
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી
ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. IMD અનુસાર, વરસાદની મોસમ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે.
Weather Updates: ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. IMD અનુસાર, વરસાદની મોસમ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે અને ચોમાસું સમાપ્ત થવાની તારીખ આવી ગઈ છે. હવામાન વિભાગનું કહેવું છે કે 19 થી 25 સપ્ટેમ્બરની વચ્ચે ચોમાસું પૂર્ણ થઈ શકે છે.
બીજી તરફ, ગંગાના પશ્ચિમ બંગાળ પર તીવ્ર ડિપ્રેશન ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે. આ કારણે ઝારખંડમાં સોમવારે (16 સપ્ટેમ્બર) ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ તો દેશમાં ચોમાસું નબળુ પડ્યું છે.
જતા જતા ચોમાસું તોફાની બનશે ?
ચક્રવાત તોફાન યાગીએ ચીનમાં ભારે તબાહી મચાવી છે. હવે તેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. આ વાવાઝોડાને કારણે ઊંડા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે જે નબળા પડતાં પવનમાં ફેરવાઈ જશે. સમગ્ર દેશમાં જોરદાર પવન ફૂંકાઈ શકે છે. બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશન રચાયું છે, એટલે કે હવામાનનું વર્તુળ જે ચકરીની જેમ ફરતા આગળ વધી રહ્યું છે. જેના કારણે ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
આ તોફાન ક્યાં પહોંચ્યું છે ?
હાલમાં તે પશ્ચિમ બંગાળથી 60 કિમી દૂર પશ્ચિમમાં અને જમશેદપુરથી 170 કિમી દૂર છે. પૂર્વ અને રાંચીથી 270 કિ.મી. પૂર્વ દક્ષિણપૂર્વ તરફ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ તોફાન 15 સપ્ટેમ્બરથી સક્રિય છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આશંકા છે. તેની અસર ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં જોવા મળશે.
ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. કચ્છમાં પણ આગામી 7 દિવસ સુકુ વાતાવરણ રહેશે. રાજ્યમાં આ વર્ષે સારો વરસાદ વરસ્યો છે. એક જૂનથી અત્યાર સુધી 27% વધુ વરસાદ રાજ્યમાં નોંધાયો છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં 73 ટકા વધારે વરસાદ નોંધાયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને આવતીકાલે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 34 ડિગ્રી તાપમાન રહેશે.
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી