શોધખોળ કરો

Welcome New year 2022: નવા વર્ષમાં ગુજરાતના આ ત્રણ શહેરોમાં 5G સર્વિસ શરૂ થશે

વર્ષ 2021ને બાય-બાય કહીને આપણે નવા વર્ષ 2022માં પ્રવેશ કરી લીધો છે. નવું વર્ષ એટલે કે 2022માં આપણને ખૂબ આશાઓ છે

નવી દિલ્હીઃ વર્ષ 2021ને બાય-બાય કહીને આપણે નવા વર્ષ 2022માં પ્રવેશ કરી લીધો છે. નવું વર્ષ એટલે કે 2022માં આપણને ખૂબ આશાઓ છે. લોકોને આશા છેકે આપણા જીવનમાં આ વર્ષ અનેક ફેરફારો લાવશે. આ વચ્ચે અમે તમારા માટે એવાં પાંચ સારા સમાચાર લઇને આવ્યા છીએ જે 2022માં તમારી રાહ જોઇ રહી છે. આ  તમામ સારી બાબતો તમને 2022માં હકીકત થતી જોવા મળશે. જેમાં બાળકોને મળનારી કોરોના વેક્સિન હોય કે પછી ગુજરાતના આ શહેરોમાં 5જી ઇન્ટરનેટ સેવા સામેલ છે.

બાળકોને કોરોના વેક્સિન મળશે

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે નવા વર્ષમાં બાળકોને કોરોનાની વેક્સિન મળશે. દેશમાં 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોને કોરોના રસીકરણની શરૂઆત થશે. નોંધનીય છે કે 15 થી 18 વર્ષના બાળકો કોવિન એપની માધ્યમથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. બાળકોને ભારત બાયોટેકની Covaxinની રસી લાગશે. તે સિવાય 10 જાન્યુઆરીથી હેલ્થ કેર અને ફ્રન્ટલાઇન વર્કર માટે બૂસ્ટર ડોઝની શરૂઆત થશે.

ગુજરાતના આ શહેરોમાં 5Gની શરૂઆત

ભારતમાં વર્ષ 2022માં 5જી આવી રહ્યું છે. 13 શહેરોમાં તેની શરૂઆત કરવામાં આવશે. આ શહેરોમાં ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, જામનગરનો સમાવેશ થાય છે. તે સિવાય બેંગલુરુ, ચંડીગઢ, ચેન્નઇ, દિલ્હી, ગુરુગ્રામ, હૈદરાબાદ, કોલકત્તા,  લખનઉ, મુંબઇ અને પૂણે સામેલ છે. 5જી નેટ આવવાથી ઇન્ટરનેટની સ્પીડ વધશે. 5જી આવવાથી ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ અને એઆઇ ઇન્ડસ્ટ્રીઝમાં બદલાવ આવશે. જોકે હજુ એ કન્ફર્મ નથી કે કઇ કંપની કોમર્શિયલ 5જી સર્વિસ રોલઆઉટ કરશે. નવા વર્ષમાં એ સ્પષ્ટ થઇ જશે.  Jio, Airtel and Vi (Vodafone Idea) અગાઉથી આ શહેરોમાં 5G ટ્રાયલ કરી રહ્યા છે.

Central Vista Project પૂર્ણ થવાની આશા

Central Vista Project વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. વર્ષ 2022ના અંતમાં તે પૂર્ણ થઇ શકે છે. રિપોર્ટ અનુસાર શિયાળુ સત્ર 2022 સુધી નવા સંસદ ભવનનું કામ પૂર્ણ થવાની આશા છે. સેન્ટ્રલ વિસ્ટા એવેન્યૂ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની આશા છે. કેન્દ્રિય નિવાસ મંત્રાલયે ડિસેમ્બર 2021માં શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં કહ્યું હતું કે અત્યાર સુધી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર 1200 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ચૂક્યો છે. સંસદની નવી બિલ્ડ઼િંગનું નિર્માણ 35 ટકા સુધી પૂર્ણ થઇ ચૂક્યુ છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર કુલ 20 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

સિંગલ યુઝ પ્લાસ્ટિક પર લાગશે પ્રતિબંધ

પર્યાવરણ માટે હાનિકારક સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન કરવાનો જે સંકલ્પ લીધો હતો તે વર્ષ 2022માં પૂર્ણ થઇ શકે છે. કેન્દ્ર સરકાર તરફથી વર્ષ 2021માં ઓગસ્ટમાં નિર્ણય લીધો હતો કે એક જૂલાઇ 2022થી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પૂર્ણ પ્રતિબંધ લાગુ થશે. આ માટે Plastic Waste Management Amendment Rules, 2021 લાગુ કરવામાં આવશે.

ટી-20 વર્લ્ડકપ

કોરોના કાળમાં આપણે મનોરંજનને ભૂલી ગયા જ છીએ. વર્ષ 2022માં ભારત પાસે 2-2 આઇસીસી ઇવેન્ટ્સની ટ્રોફી જીતવાની તક છે. નોંધનીય છે કે માર્ચ-એપ્રિલમા મહિલા વર્લ્ડકપની શરૂઆત થશે. 31 મેચના કાર્યક્રમની અગાઉ જાહેરાત થઇ ચૂકી છે. 2022ના અંતમાં પુરુષ ટી-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં રમાશે. ટી-20 વર્લ્ડકપ 16 ઓક્ટોબરથી શરૂ થશે. ફાઇનલ 13 નવેમ્બરના રોજ રમાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Embed widget