West Bengal Exit Poll 2021: પશ્ચિમ બંગાળમાં ફરી એક વખત બનશે મમતા બેનર્જીની સરકાર, જાણો કોને કેટલી બેઠકો મળશે ?
West Bengal Exit Poll 2021 પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભલે ભાજપ તમામ તાકાત સાથે મેદાનમાં ઉતર્યું હોય પરંતુ એક્ઝિટ પોલનું માનીએ તો રાજ્યમાં આગામી સરકાર મમતા બેનર્જીની બને છે.
West Bengal Exit Poll 2021 પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભલે ભાજપ તમામ તાકાત સાથે મેદાનમાં ઉતર્યું હોય પરંતુ એક્ઝિટ પોલનું માનીએ તો રાજ્યમાં આગામી સરકાર મમતા બેનર્જીની બને છે. એક્ઝિટ પોલ અનુસાર ટીએમસી બંગાળમાં 152 થી 165 બેઠકો પર જીત મેળવી શકે છે, જ્યારે ભાજપના ખાતામાં 109 થી 121 બેઠકો આવવાનું અનુમાન છે. આ સિવાય કૉંગ્રેસ-લેફ્ટ ગઠબંધનને 14થી 25 બેઠકો મળી શકે છે.
કોનો કેટલા ટકા વોટ શેર ?
એક્ઝિટ પોલમાં બંગાળના મતની ટકાવારી આવી છે. 294 બેઠકો માટે ટીએમસીને 42.1 ટકા મત શેર મળતા જોવા મળી રહ્યા છે. ટીએમસીને આ વખતે 2016 કરતા 2.6 ટકા વોટ શેરનું નુકસાન છે. ભાજપને 39.9 ટકા અને કૉંગ્રેસને 15.4 ટકા અને અન્યને 3.3 ટકા મત શરે મળતા જોવા મળી રહ્યા છે. ભાજપને 30 ટકા વોટ શેરનો ફાયદો છે.
પશ્ચિમ બંગાળના 2016ના પરિણામની વાત કરીએ તો અહીં ટીએમસીએ 294 બેઠકોમાંથી 211 બેઠકો પર જીત મેળવી હતી અને કૉંગ્રેસને 76 બેઠકો પર જીત મળી હતી. અહીં ભારતીય જનતા પાર્ટીએ માત્ર 3 બેઠકો પર જીત મેળવી હતી. આ સિવાય 4 બેઠકો પર અન્યએ જીત મેળવી હતી. 2016માં ટીએમસીનો દબદબો જોવા મળ્યો હતો.
રાજ્યવાર આંકડા
પશ્ચિમ બંગાળ-292
કોને કેટલી બેઠકો?
ટીએમસી- 152 થી 165
ભાજપ- 109 થી 121 બેઠકો
કૉંગ્રેસ+લેફ્ટ- 14 થી 25 બેઠકો
અન્ય- 0 થી 2 બેઠકો
વોટ શેર
ટીએમસી- 42.1 ટકા
ભાજપ- 39.9 ટકા
કૉંગ્રેસ+લેફ્ટ- 15.4 ટકા
અન્ય- 3.3 ટકા
સર્વેના આંકડા અનુસાર પશ્ચિમ બંગાળમાં ફરી એક વખત મમતા બેનર્જીના નેતૃત્વમાં ટીએમસીની સરકાર બની રહી છે. ગત વિધાનસભા ચૂંટણી કરતા આ વખતે નુકસાન થશે.
આસામ - 126
કોને કેટલી બેઠકો?
ભાજપ ગઠબંધન- 58-71
કૉંગ્રેસ ગઠબંધન- 53-66
અન્ય- 0-5
વોટ શેર
ભાજપ + 42.9 ટકા
કૉંગ્રેસ+ 48.8 ટકા
અન્ય - 8.3 ટકા
એક્ઝિટ પોલના આંકડા મુજબ, આસામમાં ફરી એક વખત એનડીએની સરકાર બની રહી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે બહુમતનો આંકડો 63 છે. એનડીએને 58થી 71 બેઠકો મળી શકે છે.
કેરલ - 140
કોને કેટલી બેઠકો ?
એલડીએફ- 71 થી 77 બેઠકો
યૂડીએફ- 62 થી 68 બેઠકો
ભાજપ- 0 થી 2 બેઠકો
અન્ય- 0 બેઠક
વોટ શેર
એલડીએફ- 42.8%
યૂડીએફ- 41.4%
ભાજપ- 13.7%
અન્ય- 2.1%
કેરલમાં કુલ 140 વિધાનસભા બેઠકો છે અહીં બહુમતનો આંકડો 71 બેઠકો છે. એક્ઝિટ પોલના પરિણામ મુજબ ફરી એક વખત લેફ્ટ ગઠબંધન સત્તામાં આવે તેવુ અનુમાન છે.
પુડ્ડુચેરી- 30 બેઠકો
કોને કેટલી બેઠકો
યૂપીએ - 6 થી 10
એનડીએ (AINRC+BJP+AIADMK)- 19 से 23
અન્ય- 1 થી 2
વોટ શેર
એનડીએ (AINRC+BJP+AIADMK)- 47.1%
યૂપીએ (કૉંગ્રેસ+DMK)- 34.2%
અન્ય- 18.7%
પુડ્ડુચેરીમાં એનડીએ ગઠબંધન જીત મેળવી શકે છે. અહીં 30 બેઠકો માટે એક જ તબક્કામાં 6 એપ્રિલે મતદાન થયું હતું. રાજ્યમાં બહુમત માટે 17 બેઠકોની જરુર છે.
તમિલનાડુ-234
કોને કેટલી બેઠકો ?
યૂપીએ (DMK+કૉંગ્રેસ+અન્ય)- 160 થી 172
એનડીએ (AIADMK+BJP+અન્ય)- 58 થી 70
એએમએમકે- 0 થી 4
એમએનએમ- 0 થી 2
અન્ય- 0 થી 4
વોટ શેર
યૂપીએ- 46.7 ટકા
એનડીએ- 35 ટકા
એમએમએન- 4.1 ટકા
એએમએમકે- 3.8 ટકા
અન્ય- 10.4 ટકા
તમિલનાડુમાં કૉંગ્રેસ-DMK સરકાર બનાવે તેવુ અનુમાન છે. આ ગઠબંધનને 160-172 બેઠકો મળે તેવી શક્યતા છે. BJP-એઆઈડીએમકે ગઠબંધનને મોટું નુકશાન થાય તેવું લાગી રહ્યું છે. ભાજપ-એઆઈડીએમકે ગઠબંધનને એક્ઝિટ પોલમાં 58-70 બેઠકો મળવાનું અનુમાન છે. અન્યને 0-7 બેઠકો મળી શકે છે.