WB Board Exam 2021: પશ્વિમ બંગાળમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા રદ કરવામાં આવી, CM મમતા બેનર્જીએ કરી જાહેરાત
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે પશ્ચિમ બંગાળ રાજ્ય બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં આ વર્ષે 12 લાખથી વધારે વિદ્યાર્થીઓ માધ્યમિક અને 8.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાઓમાં બેસવાના હતા.
કોલકાતા: મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે પશ્ચિમ બંગાળ રાજ્ય બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં આ વર્ષે 12 લાખથી વધારે વિદ્યાર્થીઓ માધ્યમિક અને 8.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાઓમાં બેસવાના હતા. પશ્ચિમ બંગાળ સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વર્ગની આ વર્ષની બોર્ડ પરીક્ષાઓ રદ કરી દીધી છે. આજે શૈક્ષણિક સત્ર 2020-21 માટે પશ્ચિમ બંગાળ બોર્ડની 10 અને વર્ગ 12 બોર્ડની પરીક્ષા રદ કરવાની જાહેરાત મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કરી હતી. આ સાથે મુખ્યમંત્રીએ કહ્યું કે મૂલ્યાંકન માપદંડ એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વર્ગના પરિણામો તૈયાર કરવા માટે મૂલ્યાંકન માપદંડ ટૂંક સમયમાં જ જારી કરવામાં આવશે.
પશ્વિમ બંગાળ સરકારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની પરીક્ષા રદ કરી દીધી હતી. મહામારી વચ્ચે પરીક્ષાનું આયોજન ઓનાઇન ઓફલાઇન તથા રદ કરી શકાય તે માટે એક વિશેષ સમિતિની રચના કરી હતી. આ ઉપરાંત સરકારે વિધાર્થી,વાલીઓ,અને નિષ્ણાતો પાસે પરીક્ષા અંગે સલાહ માંગી હતી. તમામે પોતાની સલાહ આજે બપોરે 2 કલાક સુધી ઇમેલ દ્વારા આપવાની હતી. એવું માનવામાં આવે છે કે જાહેર અભિપ્રાયની સમીક્ષા અને પરીક્ષાઓ માટે રચિત નિષ્ણાત સમિતિના સૂચનના આધારે, પશ્ચિમ બંગાળ સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરી છે.
પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વર્ગની બોર્ડ પરીક્ષાઓ રદ કરવાના નિર્ણયને લીધે રાજ્ય બોર્ડ સાથે જોડાયેલી સરકારી અને ખાનગી શાળાઓના 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે. તેમાંથી 12 લાખથી વધુ વિદ્યાર્થીઓ માધ્યમિક વર્ગના છે જ્યારે 8.5 લાખ ઉચ્ચત્તર માધ્યમિક વર્ગના છે. આજે શૈક્ષણિક સત્ર 2020-21 માટે પશ્ચિમ બંગાળ બોર્ડની 10 અને વર્ગ 12 બોર્ડની પરીક્ષા રદ કરવાની જાહેરાત મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કરી હતી.
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ
દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 1 લાખ 636 નવા કોરોના કેસ આવ્યા અને 2427 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 1 લાખ 74 હજાર 399 લોકો કોરોનાથી ઠીક થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના છેલ્લા 24 કલાકના આંકડા અનુસાર વિતેલા 61 દિવસમાં સૌથી ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા સૌથી ઓછા કેસ સાત એપ્રિલના રોજ આવ્યા હતા. ત્યારે એક જ દિવસમાં એક લાખ 15 હજાર કેસ નોંધાયા હતા. દેશમાં હાલમાં પોઝિટિવીટી રેટ 6.34 ટકા છે.