શોધખોળ કરો
Advertisement
પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીને વધુ એક ઝટકો, સોવન ચેટર્જી ભાજપમાં સામેલ
સોવન સિવાય તેમની પરિચિત બૈશાખી બેનર્જી પણ ભાજપમાં જોડાયા હતા
નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી અને ટીએમસી ચીફ મમતા બેનર્જીને ભાજપને વિધાનસભા ચૂંટણી અગાઉ મોટો ઝટકો આપ્યો છે. કોલકત્તા પૂર્વ મેયર અને ટીએમસી ધારાસભ્ય સોવન ચેટર્જી બુધવારે ભાજપમાં જોડાઇ ગયા હતા. સોવન મમતા બેનર્જીના વિશ્વાસુ માનવામાં આવે છે. બુધવારે ભાજપ નેતા મુકુલ રોય અને રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. સોવન સિવાય તેમની પરિચિત બૈશાખી બેનર્જી પણ ભાજપમાં જોડાયા હતા. નોંધનીય છે કે આ અગાઉ સોવને બુધવારે બપોરે અચાનક ભાજપ હેડઓફિસ પહોંચવા પર તમામ પ્રકારની અટકળો વહેતી થઇ હતી.
ચેટર્જીએ અંગત પરેશાનીઓને કારણે પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીને છેલ્લા વર્ષે નવેમ્બરમાં બેનર્જી સરકારમાં મંત્રી અને કોલકત્તાના મહાપૌર બંન્ને પદેથી રાજીનામું આપી દીધુ હતું. સૂત્રોના મતે ચેટર્જી છેલ્લા કેટલાક મહિનાથી ભાજપના સંપર્કમાં હતા.
લોકસભા ચૂંટણીમાં આશ્વર્યનજક પરિણામ બાદ સતાધારી ટીએમસીએ ચેટર્જીને મનાવવાના પ્રયાસો કર્યા હતા. ચેટર્જીના સંગઠનાત્મક કૌશલ માટે જાણીતા છે. લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ટીએમસીના છ અને કોગ્રેસ-સીપીએમના એક-એક ધારાસભ્ય ભાજપમાં સામેલ થઇ ચૂક્યા છે. ભાજપે રાજ્યમાં 42 લોકસભા ચૂંટણીમાંથી 18 પર વિજય હાંસલ કર્યો છે.कोलकाता के पूर्व महापौर और टीएमसी विधायक, सोवन चटर्जी और डॉ. बैशाखी बनर्जी ने आज भाजपा मुख्यालय में भाजपा की सदस्यता ली। #BJPMembership pic.twitter.com/G03zSAlgRn
— BJP (@BJP4India) August 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
દુનિયા
Advertisement