![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મોદી ભાષણ આપતા હતા ત્યારે મમતા મોબાઈલ જોવામાં વ્યસ્ત, પછી મોદીને શું કહ્યું કે મોદી માથું હલાવતા રહ્યા ?
મમતા બેનરજી આ કાર્યક્રમમાં મોદીનું ભાષણ સાંભળવાના બદલે મોબાઈલ ફોન પર સર્ફિંગ કરવામાં વ્યસ્ત હોય એવું વીડિયોમા જોઈ શકાય છે
![મોદી ભાષણ આપતા હતા ત્યારે મમતા મોબાઈલ જોવામાં વ્યસ્ત, પછી મોદીને શું કહ્યું કે મોદી માથું હલાવતા રહ્યા ? When PM Modi address at that time West Bengal CM busy on phone read this article મોદી ભાષણ આપતા હતા ત્યારે મમતા મોબાઈલ જોવામાં વ્યસ્ત, પછી મોદીને શું કહ્યું કે મોદી માથું હલાવતા રહ્યા ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/07/215acce9fa16631cf8696f7320503c06_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કોલકાત્તાઃ સોશિયલ મીડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનો વીડિયો વાયરલ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોલકાતામાં ચિતરંજન કેન્સર હોસ્પિટલના કેમ્પસનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું. આ પ્રોગ્રામમાં બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર હોવાથી વર્ચ્યુઅલી મોદી અને મમતા બંને કાર્યક્રમમાં હાજર હતાં.
મમતા બેનરજી આ કાર્યક્રમમાં મોદીનું ભાષણ સાંભળવાના બદલે મોબાઈલ ફોન પર સર્ફિંગ કરવામાં વ્યસ્ત હોય એવું વીડિયોમા જોઈ શકાય છે. વડાપ્રધાન મોદી પ્રોગ્રામમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે મમતાએ તેમની હાજરી જ ના હોય એ રીતે તેમને અવગણ્યા હતા. મમતા નીચું જોઈને પોતાનો મોબાઈલ જોવામાં વ્યસ્ત રહ્યાં હતાં એવું વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. આ વીડિયોના કારણે ભાજપ સમર્થકો ભડક્યા છે. મમતાએ મોદીનું અપમાન કર્યું હોવાની ટીકા સમર્થકો કરી રહ્યા છે.
આ કાર્યક્રમ દરમિયાન મમતાએ મોદી અંગે કરેલી કોમેન્ટ પણ ચર્ચામાં છે. મમતાએ વર્ચ્યુઅલ મંચ પર જ મોદીને કહ્યું કે, જે હોસ્પિટલમાં તમે રસ દાખવી રહ્યા છે એનું અમે ઘણા સમય પહેલાં જ ઉદઘાટન કરી ચૂક્યા છીએ. મમતાએ મોદીને એમ પણ કહ્યું હતું કે વડાપ્રધાન એ જાણીને ખુશ થશે કે આ કેમ્પસના નિર્માણમાં રાજ્ય સરકારે પણ 25 ટકા ફંડિંગ કર્યું છે. આ કેમ્પસના એના નિર્માણ માટે 11 એકર જમીન પણ આપી છે. આ બધું એટલા માટે કરવામાં આવ્યું કેમ કે કેન્દ્ર અને રાજ્ય સરકારે જનતાની ભલાઈ માટે સાથે મળીને કામ કરવું જોઈએ.
મમતાએ કહ્યું કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ મને બે વખત કોલ કર્યો તેથી મેં વિચાર્યું કે કોલકાતાના જે પ્રોગ્રામમાં વડાપ્રધાન રસ દાખવી રહ્યા છે એ અંગે તેમને જાણકારી આપવી જ જોઈએ. જ્યારે કોરોના શરૂ થયો તો અમને કોવિડ કેર સેન્ટરની જરૂરિયાત હતી. એક દિવસ હું આ કેમ્પસમાં આવી અને જોયું કે આ રાજ્ય સરકાર સાથે જોડાયેલો મુદ્દો છે તેથી અમે એનું ઉદઘાટન કરી દીધું. મમતા વડાપ્રધાનને કેમ્પસ અંગે જાણકારી આપી રહ્યાં હતાં ત્યારે મોદી તેમની વાત મૌન રહીને સાંભળી રહ્યા હતા અને માત્ર માથું જ હલાવી રહ્યા હતા.
આ પણ વાંચોઃ Crime News: યુવતીને પ્રેમીના ફ્રેન્ડ સાથે બંધાયા શરીર સંબંધ, યુવતીએ પ્રેમીને શરીર સુખ માણવા બોલાવ્યો ને ફ્રેન્ડને પણ કર્યો ફોન......
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)