Heeraben Modi Passed Away: વડાપ્રધાન મોદી અંતિમ સંસ્કાર પછી સીધા ક્યાં જશે, જાણો શું છે તેમનો કાર્યક્રમ
સદગત હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં જ કરવામાં આવશે. હીરાબા તેમના સૌથી નાના પુત્ર પંકજભાઈ મોદી સાથે રહેતાં હતા તેથી તેમની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત નિવાસસ્થાનેથી નિકળશે.
![Heeraben Modi Passed Away: વડાપ્રધાન મોદી અંતિમ સંસ્કાર પછી સીધા ક્યાં જશે, જાણો શું છે તેમનો કાર્યક્રમ Where will Modi go directly after the funeral, know what his program is Heeraben Modi Passed Away: વડાપ્રધાન મોદી અંતિમ સંસ્કાર પછી સીધા ક્યાં જશે, જાણો શું છે તેમનો કાર્યક્રમ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/22/3bac425283907aece23c59173730f3e11671718278349124_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Heeraben Modi Passed Away: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. હીરાબાને છેલ્લાં બે દિવસથી અમદાવનાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. સદગત હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં જ કરવામાં આવશે. હીરાબા તેમના સૌથી નાના પુત્ર પંકજભાઈ મોદી સાથે રહેતાં હતા તેથી તેમની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત નિવાસસ્થાનેથી નિકળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7.45 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા પછી સીધા પંકજભાઈના નિવાસસ્થાને ગયા હતા. પંકજભાઈના નિવાસસ્થાનેથી નિકળીને અંતિમયાત્રા ગાંધીનગરમાં સેક્ટર-30ના સ્મશાન ખાતે પહોંચશે. હીરાબાના નિધનની દુઃખદ ઘટનાની જાણકારી ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી હતી.
પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપતાં લખ્યું કે, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામા, મેં હંમેશા એ ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.
જોકે આજે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના નિર્ધારિત કાર્યક્રમો યથાવત રાખશે. પશ્ચિમ બંગાળમાં આયોજિત કાર્યક્રમોમાં વિડ્યો કોન્ફરન્સ મારફતે લોકાર્પણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી જોડાશે. આ જાણકારી પ્રધાનમંત્રી કાર્યાલય ઓફિસ દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે.
PM @narendramodi will join today’s scheduled programmes in West Bengal via video conferencing. These programmes include the launch of key connectivity related projects and the meeting of the National Ganga Council. https://t.co/eqOSpQcFZe
— PMO India (@PMOIndia) December 30, 2022
નોંધનીય છે કે, 100 વર્ષની વયે હીરા બાએ અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા. બુધવારે જ તેમની તબિયત બગડતાં તેમને અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએ
પીએમ મોદી ઘણીવાર તેમની માતા સાથેના સંબંધો વિશે વાત કરતા હતા. વડાપ્રધાન મોદી બુધવારે બપોરે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા અને અહીંની હોસ્પિટલમાં તેમની માતાને મળ્યા હતા. તે એક કલાકથી વધુ સમય સુધી હોસ્પિટલમાં રહ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા જ વડાપ્રધાન તેમની માતા હીરાબેનને મળવા ગયા હતા. કર્ણાટકના મૈસુરમાં પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદી કાર અકસ્માતમાં ઘાયલ થયાના એક દિવસ બાદ હીરાબેન મોદીના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર આવ્યા છે.
હીરાબેન ગાંધીનગર શહેર નજીકના રાયસણ ગામમાં વડાપ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રહેતા હતા, જેને હીરા બા તરીકે પણ ઓળખવામાં આવે છે. વડાપ્રધાન જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવતા હતા ત્યારે તેઓ રાયસન જઈને માતાને મળતા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)