શોધખોળ કરો
Advertisement
ભારત બાયોટેકની કોવેક્સીન કોણે ન લેવી જોઈએ? કંપનીએ ફેક્ટશીટ બહાર પાડી આપી જાણકારી
કંપની તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે તમારા રોગ અને શારીરિક ઇમ્યુનિટીની જાણકારી વેક્સીનેશન ઓફિસરને ચોક્કસ આપો.
નવી દિલ્હીઃ કોરોના સંક્રમણનો સામો કરવા માટે દેશભરમાં રસીકરણનું અભિયાન શરૂ થઈ ગયું છે. ત્યારે ભારત બાયોટેકે ફેક્ટશીટ બહાર પાડીને કહ્યું કે, કઈ વ્યક્તિએ કોરોનાની રસી ન લેવી અને કઈ વ્યક્તિએ લેવી જોઈએ. કંપનીનું કહેવું છે કે, જો કોઈ બીમારીને કારણે તમારી અમ્યુનિટી નબળી છે અને તેની કોઈ દવા લઈ રહ્યા છો જેનાથી તમારી ઇમ્યુનિટી પ્રભાવિત થાય તો તમારે આ રસી ન લેવી જોઈએ.
આ પહેલા કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, જો તમારી ઇમ્યુનિટી સપ્રેશન પિર છે તો આ રસી લઈ શકાય છે પરંતુ હવે ભારત બાયોટેકે નિવેદન બહાર પાડીને લોકોને સલાહ આપી છે કે રસી ન લેવી જોઈએ. ભારત બાયોટેકે ગાઈડલાઈન બહાર પાડીને એ પણ કહ્યું કે, ક્યા લોકો રસી લઈ શકે છે. કંપની તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે તમારા રોગ અને શારીરિક ઇમ્યુનિટીની જાણકારી વેક્સીનેશન ઓફિસરને ચોક્કસ આપો.
ક્યા લોકોએ રસી ન લેવી જોઈએ
- જે લોકોને એલર્જીની ફરિયાદ છે.
- તાવ હોય તો રસી ન લેવી.
- જો લોકો બ્લીડિંગ ડિસઓર્ડરથી ગ્રસ્ત છે અથવા લોહી પાતળુ કરવાની દવા લે છે.
- ગર્ભવતી મહિલાઓ, અથવા જે મહિલાઓ સ્તનપાન કરાવે છે તેમણે પણ રસી ન લેવી જોઈએ.
- ઉપરાંત સ્વસ્થ્ય સંબંધિત ગંભીર બીમારીમાં રસી ન લેવી જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement