શોધખોળ કરો
CAB પર અમિત શાહે કહ્યુ- જો જરૂર પડશે તો રચનાત્મક રીતે સમાધાન શોધીશું
નોંધનીય છે કે દેશના અનેક વિસ્તારોમાં આ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં હિંસક પ્રદર્શનો થઇ રહ્યા છે.
નવી દિલ્હીઃ આવનારા સમયમાં નાગરિકતા સંશોધન કાયદામાં કેટલાક પરિવર્તન કરવામાં આવી શકે છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડમાં રેલી દરમિયાન આ વાતનો સંકેત આપ્યો હતો. નોંધનીય છે કે દેશના અનેક વિસ્તારોમાં આ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં હિંસક પ્રદર્શનો થઇ રહ્યા છે.
અમિત શાહે કહ્યુ કે, વિપક્ષ CABને લઇને North Eastમાં આગ ભડકાવવાનું કામ કરી રહ્યો છે. હું આસામ અને નોર્થ ઇસ્ટના તમામ રાજ્યોને કહું છું કે તમારી સંસ્કૃતિ, ભાષા અને સામાજિક ઓળખ અને અધિકાર યથાવત રહેશે. મેઘાલયની કોઇ સમસ્યા હશે તો તેની સકારાત્મક રીતે સમાધાન નીકાળીશું. કોઇને ડરવાની જરૂર નથી.
શાહે કહ્યું કે , અમે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનનો ભોગ બનેલા શરણાર્થીઓ માટે લાવ્યા તો કોગ્રેસના પેટમાં દર્દ થયું છે. તે આ કાયદાને મુસ્લિમ વિરોધી ગણાવે છે. ટ્રિપલ તલાક અને 370 કલમ હટાવી તો તેને મુસ્લિમ વિરોધી ગણાવી. અમે સર્જિકલ સ્ટ્રાઇક કરી તો તેને પણ મુસ્લિમ વિરોધી ગણાવે છે. શાહે પૂર્વોત્તરના લોકોને આશ્વાસન આપ્યું કે આ કાયદાથી તેમની સંસ્કૃતિ, ભાષા, સામાજિક ઓળખ અને રાજકીય અધિકાર પ્રભાવિત નહી થાય. નરેન્દ્ર મોદીની સરકાર તેની રક્ષા કરશે.विपक्ष CAB को लेकर North East में आग भड़काने का काम कर रहा है। मैं असम और North East के सभी राज्यों से कहता हूँ कि आपकी संस्कृति, भाषा, सामाजिक पहचान और अधिकार अक्षुण्ण रहेंगे। मेघालय की कोई समस्या होगी तो उसका सकारात्मक रूप से समाधान निकालेंगे। किसी को डरने की जरूरत नहीं है। pic.twitter.com/hyK1Gxo8aq
— Amit Shah (@AmitShah) December 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement