(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi On Winter Session: પીએમ મોદીએ સંસદનું સત્ર ચલાવવા માંગ્યો તમામ પક્ષોનો સહયોગ, કહ્યું- યુવા સાંસદ ભાવના સમજે
પીએમ મોદીએ કહ્યું, આ સત્રમાં ભારતને આગળ લઈ જવા, દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનો પ્રયાસ કરવામાં આવશે
PM Modi On Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ પહેલા આજે પ્રધાનમંત્રી મોદીએ મીડિયાને સંબોધન કર્યું. જેમાં તેણે સંબોધન કરતાં કહ્યું કે દેશ આઝાદીના અમૃતમાં આગળ વધી રહ્યો છે. ભારતને જી-20ના અધ્યક્ષ બનવાની તક મળવા પર ખુશી વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વને દેશ પાસેથી અપેક્ષાઓ છે.
પીએમ મોદીએ કહ્યું, આજે શિયાળુ સત્રનો પહેલો દિવસ છે. 15 ઓગસ્ટે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા અને આપણે આઝાદીના અમૃતમાં આગળ વધી રહ્યા છીએ. આજે અમે એવા સમયે મળી રહ્યા છીએ જ્યારે ભારત G20ની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે. PMએ વધુમાં કહ્યું કે, જે રીતે ભારતે વૈશ્વિક સમુદાયમાં સ્થાન બનાવ્યું છે, જે રીતે ભારત પાસેથી અપેક્ષાઓ વધી છે અને જે રીતે ભારત વૈશ્વિક મંચ પર તેની ભાગીદારી વધારી રહ્યું છે, તેવા સમયે G-20 પ્રેસિડન્સી મેળવવી ભારત માટે ખૂબ મોટી વાત છે.
પીએમ મોદીએ કહ્યું, આ સત્રમાં ભારતને આગળ લઈ જવા, દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, મને ખાતરી છે કે તમામ રાજકીય પક્ષો ચર્ચાને વધુ મૌલિક સ્વરૂપ આપશે, તેમના વિચારો સાથે નિર્ણયોને નવી તાકાત આપશે. દિશાને વધુ સ્પષ્ટ રીતે પ્રકાશિત કરવામાં મદદ કરશે.
Winter session: 15 obituaries listed in parliament business including Mulayam Singh Yadav
Read @ANI Story | https://t.co/ppxde9g6pJ#parliament #parliamentwintersession #obituaries #mulayamsinghyadav pic.twitter.com/zVDkRt1090 — ANI Digital (@ani_digital) December 7, 2022