Zika Virus: કેરળ બાદ ગુજરાતને અડીને આવેલા ક્યા મોટા રાજ્યમાં ઝીકા વાયરસનો કેસ નોંધાતા મોદી સરકારે મોકલી ટીમ ? જાણો વિગતે
ઝીકા, મચ્છરજન્ય રોગ છે. આ મુખ્ય રીતે સંક્રમિત એડીજ મચ્છર કરડવાથી મનુષ્યમાં ફેલાય છે. કોરોના સંક્રમણ બાદ હવે દેશમાં ઝીકા વાયરસનો ભય વધ્યો છે
મુંબઈઃ દેશમાં ફરી એકવાર વાયરસથી હડકંપ મચી ગયો છે. કોરોના સંક્રમણ બાદ હવે દેશમાં ઝીકા વાયરસનો ભય વધ્યો છે. ઝીકા વાયરસના સંક્રમણને કેસો સતત વધી રહ્યાં છે. કેરળ બાદ હવે મહારાષ્ટ્રમાં પણ ઝીકા વાયરસનો કેસ નોંધાયો છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ મુજબ, મહારાષ્ટ્રના પુણેમાં ગઈકાલે ઝીકા વાયરસનો કેસ નોંધાયો હતો. જે બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ઝીકા વાયરસની સ્થિતિનું નિરીક્ષણ કરવા મહારાષ્ચ્ટ્ર પહોંચી ગઈ છે અને ઝીકા કેસનું મેનેજમેન્ટ કરવામાં રાજ્ય સરકારને સપોર્ટ કરી રહી છે.
Union Ministry of Health has rushed a multidisciplinary team to Maharahstra to monitor the Zika virus situation and support the state government in management of Zika cases.
— ANI (@ANI) August 2, 2021
A case of Zika virus has been reported in Pune district recently. pic.twitter.com/piz9IGe2O0
શું છે ઝીકા વાયરસ અને કેવી રીતે ફેલાય છે ?
ઝીકા, મચ્છરજન્ય રોગ છે. આ મુખ્ય રીતે સંક્રમિત એડીજ મચ્છર કરડવાથી મનુષ્યમાં ફેલાય છે. એડીજ મચ્છરથી જ ડેંગ્યૂ, ચિકનગુનિયા અને પીળો તાવનું ટ્રાન્મિશન થાય છે. ઝીકા વાયરસ ગર્ભવતી મહિલાઓને તેના ભ્રૂણમાં ગર્ભવાસ્થા દરમિયાન ફેલાય શકે છે અને તેના કારણએ બાળક અવિકસિત દિમાગ સાથે જન્મી શકે છે. બીમારી મોટેભાગે ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય વિસ્તારમાં મળી આવે છે.
એડીઝ મચ્છર સામાન્ય રિતે દિવસના સમયે, ખાસ કરીને સવારે અને સાંજે કરડવા માટે જાણીતા છે. બ્રાઝીલમાં ઓક્ટોબર 2015માં માઈક્રોસેફલી અને ઝીકા વાયરસ સંક્રમણની વચ્ચે સંબંધ મળી આવ્યો હતો. હાલમાં 86 દેશ અને વિસ્તારમાં ઝીકા વાયરસના પુરાવા મળી આવ્યા છે. વિશ્વ સ્વાસ્ત્ય સંગઠન અનુસાર, 1947માં પ્રથમ વખત વાંદરાઓમાં ઝીકા વાયરસની ઓળખ થઈ હતી. બાદમાં 1952માં યૂગાંડામાં અને તાન્જાનિયામાં આ વાયરસ મળી આવ્યો હતો. ઝીકા વાયરસ બીમારીનો પ્રકોપ, આફ્રીકા, એશિયા અને અમેરિકામાં સામે આવ્યો છે.
કોના માટે ઘાતક
સામાન્ય લોકો માટે ઝીકા વાયરસ ઘાતક નથી પરંતુ ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે આ વાયરસ ઘાતક નીવડી શકે છે. ગર્ભવતી મહિલાઓ દ્વારા આ વાયરસ નવજાતમાં ફેલાય છે અને તેને કારણે બાળકો ખોડખાંપણ વાળા જન્મે છે.
લક્ષણ, સારવાર અને બચાવના ઉપાય
ઝીકાના લક્ષણ તાવ, ચામડી પર ચમાકા અને સાંધાના અને સ્નાયુઓમાં દુખાવો જેવા છે જે મોટેભાગે ડેંગ્યૂમાં પણ હોય છે. જોકે ઝીકા વાયરસથી સંક્રમિત મોટાભાગના લોકોમાં લક્ષણ જોવા નથી મળતા, પરંતુ તેનામાંથી કેટલાકને તાવ, સ્નાયુ અને સાંધામાં દુઃખાવો, માથામાં દુઃખાપો, બેચેની, ચકામા અને કન્જિક્ટિવાઈટિસની સમસ્યા થઈ શકે છે. આ લક્ષણ સામાન્ય રીતે 2-7 દિવસ સુધી રહે છે. હાલમાં ઝીકા વાયરસ સંક્રમણની સારવાર અથવા બચાવ માટે કોઈ રસી નથી. ટ
ઝીકા વાયરસથી બચવા શું કરવું
હાલના સમયે ઝીકા વાયરસની કોઈ એન્ટીવાયરસ ટ્રીટમેન્ટ કે વેક્સિન ઉપલબ્ધ નથી. તેથી ઝીકા વાયરસથી બચવાનો સૌથી સારો ઉપાય દિવસના સમયમાં મચ્છરો ન કરડે તેનું ધ્યાન રાખવું જોઈએ.ઝીકા વાયરસની રસી હાલમાં બની રહી છે. વાયરસને ફેલાતો રોકવા માટે એક જ રીતે છે અને તે મચ્છરના કરડવાથી બચવું. સાવચેતીના ભાગરૂપે યોગ્ય કપડા પહેરવા અને અંદર અને બહાર મચ્છરોને નિયંત્રણમાં રાખા માટે મચ્છરોને પાણીની નજીક ઇંડા આપતા રોકવા. ઉષ્ણકટિબંધીય વિસ્તારમમાં મચ્છરના પ્રજનન માટે યોગ્ય તાપમાન મળી રહે છે. મચ્છરના કરડવાથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરી શકાય છે.