શોધખોળ કરો

Jamnagar: દીકરીની ડોલી ઉઠે એ પહેલાં જ પિતાની અર્થી ઉઠી, ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી 

જામનગરનો નવાગામ ઘેડ વિસ્તાર  જ્યાં કાળજું કંપાવનારી ઘટના બની છે. દીકરીની ડોલી ઉઠે એ પહેલાં જ પિતાની અર્થી ઉઠી છે. વાત એમ છે કે, નરોત્તમભાઈ રાઠોડની 3 દીકરીઓ પૈકી મોટી દીકરીના લગ્ન હતા.

જામનગર: જામનગરનો નવાગામ ઘેડ વિસ્તાર  જ્યાં કાળજું કંપાવનારી ઘટના બની છે. દીકરીની ડોલી ઉઠે એ પહેલાં જ પિતાની અર્થી ઉઠી છે. વાત એમ છે કે, નરોત્તમભાઈ રાઠોડની 3 દીકરીઓ પૈકી મોટી દીકરીના લગ્ન હતા.  આવતીકાલે જ જાન આવવાની હતી.  જો કે, દીકરીના લગ્નના ઠીક એક દિવસ પહેલાં નરોત્તમભાઈએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આજે વહેલી સવારે ઘરથી થોડે દૂર નિર્માણાધીન એક મકાનમાં જઈ નરોત્તમભાઈએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. 

પરિવારમાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી.  હાલ તો મોતનું કારણ જાણી શકાયું નથી. પોલીસને કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આત્મહત્યાનું કારણ જાણવા પ્રયાસ શરૂ કર્યા છે.

વેરાવળના નામાંકિત ડોક્ટરની આત્મહત્યા મામલે સૌથી મોટા સમાચાર

વેરાવળના નામાંકિત ડો. અતુલ ચગની આત્મહત્યા મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના તબીબ ડો.જલ્પાન રુપાપરાની પોસ્ટ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.  પોસ્ટમાં અતુલ ચલ રુપિયાને લઈને ચિંતામાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આજથી 8 થી 10 મહિના પહેલા અતુલ ચગ સાથે વાત થઈ હતી તેમ ડોક્ટર જલ્પાને લખ્યું છે. ડોક્ટર રુપાપરાએ દાવો કર્યો છે કે, ડોક્ટર અતુલ ચગને નારણ ચુડાસમા પાસેથી 2થી 2.5 કરોડ રુપિયા લેવાના હતા. નારણ ચૂડાસમા અને રાજેશ ચૂડાસમા રુપિયા આપતા ન હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે. રાજકીય પીઠબળ હોવાથી બંને જવાબ આપતા ન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આપ્યું મોટું નિવેદન

 ડો. અતુલ ચગના આપઘાત મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે આ મામલે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ તટસ્થ તાપસની માંગ કરી છે.  તેમણે ટ્વિટર પર લખ્યું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે.  ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી ઈચ્છા પરિમલ નથવાણીએ વ્યક્ત કરી છે. નોંધનીય કે,  ડો. અતુલ ચગએ આત્મહત્યા માટે રાજકીય આગેવાનનું નામ સુસાઈડ નોટમાં લખ્યું હોવાની વાત સામે આવી છે. જો કે, પોલીસે આ મામલે કોઈ ઓફિશયલ જાહેરાત કરી નથી.

શું કહ્યું પરિમલ નથવાણીએ?

પરિમલ નથવાણી ટ્વિટર પર લખ્યું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છેઃ હું તેમના પરિવારને શોક સંવેદના પાઠવું છું.  ગિર સોમનાથ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય એવા નિષ્ણાત અને અનુભવી ડો. અતુલ ચગની આત્મહત્યાના સમાચાર ખૂબ જ આઘાત જનક છે. જે સંજોગોમાં તેમણે આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે. તેઓ એક ખૂબ જ ઉમદા વ્યક્તિ હતા. કોવિડના સમયમાં પણ તેમણે માનવતાવાદી અભિગમ દર્શાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. લોહાણા સમાજમાં તો તેઓ અગ્રણી, સમાજોપયોગી અને લોકપ્રિય વ્યક્તિ હતા જ, પરંતુ ગિર સોમનાથ જિલ્લામાં પણ તેમણે વ્યાપક લોકચાહના ઊભી કરી હતી. આ દુઃખદ સમયમાં હું ડો. અતુલ ચગના પરિવારજનોને મારી શોક સંવેદના પાઠવું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે સદ્દગત આત્માને ચિર શાંતિ પ્રદાન કરે અને શોક સંતપ્ત પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે. સ્વ. ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી લાગણી વ્યક્ત કરું છું અને માનનીય ગૃહ મંત્રીને આ અંગે ખાસ વિનંતી કરું છું. - પરિમલ નથવાણી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શનRajkot Farmer | ધોરાજીમાં ખેડૂતોની હાલત કફોડી, મગફળીના પાથરા ફેરવવા મજૂર ન મળતા હાલાકીSurendranagar PSI Death Case : PSI પઠાણ સાથે અકસ્માત થયો કે પછી બુટલેગરે કચડ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
'સિંઘમ અગેન'એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, રીલિઝના ચાર દિવસમાં તોડ્યા અનેક રેકોર્ડ
'સિંઘમ અગેન'એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, રીલિઝના ચાર દિવસમાં તોડ્યા અનેક રેકોર્ડ
2025માં ભારતીયો માટે અમેરિકાથી આવશે સારા સમાચાર, વિઝા સ્લોટને લઈ મહત્વનો નિર્ણય
2025માં ભારતીયો માટે અમેરિકાથી આવશે સારા સમાચાર, વિઝા સ્લોટને લઈ મહત્વનો નિર્ણય
Weather Alert: દેશના આ રાજ્યોમાં  15  નવેમ્બર બાદ પડશે હાડ થીજાવતી ઠંડી,   IMDએ જાહેર કર્યું એલર્ટ
Weather Alert: દેશના આ રાજ્યોમાં 15 નવેમ્બર બાદ પડશે હાડ થીજાવતી ઠંડી, IMDએ જાહેર કર્યું એલર્ટ
Citadel Honey Bunny Screening: સિલ્વર ડ્રેસમાં સામંથા રૂથ પ્રભુનો બોલ્ડ અંદાજ, ઓલ બ્લેક લૂકમાં જોવા મળ્યા વરુણ ધવન
Citadel Honey Bunny Screening: સિલ્વર ડ્રેસમાં સામંથા રૂથ પ્રભુનો બોલ્ડ અંદાજ, ઓલ બ્લેક લૂકમાં જોવા મળ્યા વરુણ ધવન
Embed widget