Jamnagar: એક સાથે 5 લોકોની અંતિમયાત્રા નિકળતા આખું ગામ હિબકે ચડ્યું, મૃતકોના પરિવારનું હૈયાફાટ રુદન
Jamnagar News: જામનગરમાં ગત રોજ સપડા ડેમમાં 5 લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. જેમાં એક જ પરિવારના ત્રણ સહિત પાંચ લોકોના મોત થતાં કચ્છી ભાનુશાળી અને સિંધિ ભાનુશાળી પરિવારમાં માતમ છવાયો છે.
Jamnagar News: જામનગરમાં ગત રોજ સપડા ડેમમાં 5 લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. જેમાં એક જ પરિવારના ત્રણ સહિત પાંચ લોકોના મોત થતાં કચ્છી ભાનુશાળી અને સિંધિ ભાનુશાળી પરિવારમાં માતમ છવાયો છે. આ બનાવ બાદ સવારથી મૃતકોના વિસ્તારમાં લોકોએ શોક રાખી ધંધા રોજગાર બંધ પાડ્યા હતા. આજે રહેઠાણથી એક સાથે પાંચ લોકોની અંતિમયાત્રા નીકળતા લાગણીસભર દ્ર્શ્યો સર્જાયા હતા. આખુ ગામ હિબકે ચડ્યું હતું. સમગ્ર ગામ અને આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી સવાઈ હતી.
તમને જણાવી દઈએ કે, જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા મહેશભાઈ મંગેએ થોડા દિવસો પહેલાં કાર ખરીદી હતી. જે બાદ શનિવારે તેમનાં પત્ની લીનાબેન, પુત્ર સિદ્ધ અને બે પાડોશીઓ સાથે જામનગર નજીક આવેલા સપડા ડેમ ખાતે ફરવા માટે ગયા હતા. અહીં તમામ પાંચેય લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજતા બન્ને પરિવારો શોકમાં ગરકાવ થયા હતા.
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં પડશે ભારે વરસાદ
ગુજરાતમાં ચોમાસું બરાબનું જામ્યુ છે, વરસાદે ઠેર ઠેર તબાહી મચાવી છે, હવે ચોથા રાઉન્ડમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં 25થી 30 જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે છે. વરસાદની આગાહી પ્રમાણે, આજે ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાક દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને દીવ સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાક દરમિયાન પાટણ, મહેસાણા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં પણ હળવોથી ભારે વરસાદ વરસવાની સંભાવના છે.
રાજ્યના આ જિલ્લામાં ધોધમાર વરસાદ બન્યો આફત
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે જિલ્લાના 10 ગામોનું જનજીવન પ્રભાવિત થયું છે. પાલનપુરમાં ભારે વરસાદના કારણે રસ્તા પાણી ભરાયા છે. મલાણા પાટીયા નજીક પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. બનાસકાંઠામાં ડીસા, કાંકરેજ અને દાંતા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ શરૂ થતા જ ડીસા શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. કાંકરેજના ઉંબરી, ખીમાણા, શિહોરી સાહિતના વિસ્તારો ભારે વરસાદના કારણે પાણી પાણી થઇ ગયા. .ડીસામાં અમન પાર્ક સોસાયટી સહિત કેટલીક સોસાયટીમાં પાણી ભરાતા લોકો પરેશાન જોવા મળ્યાં. મહીસાગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અહીં સંતરામપુર, કડાણા અને ખાનપુરમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા,લુણાવાડા, વિરપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ આફતરૂપ બન્યો અનેક નીચાણવાળા વિસ્તાર પાણી પાણી થઇ ગયા. ભરૂચમાં પણ ઉપરવાસ વરસાદના કારણે અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભરૂચ પાસેથી પસાર થતી ભૂખી ખાડી ઓવરફ્લો થતાં પાંચ ગામોમાં કેડસમા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. અહીં સેગવામાં ચાર ગર્ભવતી મહિલા સહિત 25થી વધુ લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભાવિકોની માટે વરસાદ વિઘ્નરૂપ બન્યો ઉલ્લેખનિય છે કે, પુરુષોત્તમ મહિનાની એકાદશીમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળે છે. ધોધમાર વરસાદ વરસતા મંદિરની બહાર પાણી ભરાયા છે. જો કે ભારે વરસાદ વચ્ચે પણ રણછોડા રાયજીના બાળ સ્વરૂપ ગોપાલ લાલજીની સવારી નીકળી હતી.