શોધખોળ કરો

Video: જામનગરમાં બે વર્ષની બાળકી બોરવેલમાં ફસાઈ, ફાયરની ટીમ ઘટના સ્થળે

જામનગર: તાલુકાના તમાચણ ગામે એક બાળકી બોરવેલમાં ફસાઈ છે. બે વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હોવાની માહિતી સામે આવી છે.

જામનગર: તાલુકાના તમાચણ ગામે એક બાળકી બોરવેલમાં ફસાઈ છે. બે વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હોવાની માહિતી સામે આવી છે. હાલમાં જામનગર ફાયર વિભાગની ટીમ સ્થળ પર જવા રવાના થઈ છે. ૨૦ થી ૩૦ ફૂટે બાળકી ફસાઈ હોવાની માહીતી મળી રહી છે. વાડીમાં મજુરી કરતા પરિવારની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી છે. હાલમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે.

છેલ્લા 3- 4 કલાકથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે. તો બીજી તરફ  બાળકીના માતા - પિતા  ચિંતાતૂર બન્યા છે. બાળકી સહી સલામત બહાર આવે તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.  બાળકીને ઓક્સિજન સપ્લાય પુરો પાડવામાં આવ્યો છે. ડોક્ટર અને એમ્બ્યુલન્સ સ્થળ પર હાજર છે. અત્યાધુનિક મશિન દ્વારા બાળકીને રેસ્ક્યૂ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદના યુવકની વડોદરાની હોટલમાંથી મળી આવી લાશ

વડોદરા: શહેરના સયાજીગંજ વિસ્તારમાં લાશ મળી આવી છે. અલંકાર ટાવર સ્થિત અલંકાર હોટલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. હોટેલના રૂમમાંથી તીવ્ર દુર્ગંધ મારતા હોટલ સ્ટાફ દોડી આવ્યો હતો. હોટલના રૂમમાં તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને હોટલનો સ્ટાફ ચોંકી ગયો હતો.

યુવકના મૃતદેહ પાસે સ્યુસાઇડ નોટ મળી આવી હતી. ચાર પેજની સ્યુસાઈડ નોટ મળી આવી છે. સામે આવેલી વિગતો અનુસાર  યુવક તારીખ 31 મેના રોજ હોટેલમાં રોકાયો હતો. મૃતદેહ ડી કંપોસ્ટ હાલતમાં મળી આવ્યો છે. ઘટનાની જાણ કરવામાં આવતા સયાજીગંજ પોલીસ ઘટને સ્થળે દોડી આવી હતી.
પોલીસે મૃતદેહ કબ્જે કરી પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ મોકલી આપ્યો હતો. 

તો બીજી તરફ મૃતક યુવકનું નામ પાર્થ પ્રવીણભાઈ ઘડિયા હોવાનું બહાર આવ્યું છે અને તે અમદાવાદના નિકોલનો રહેવાસી છે. નિકોલ પોલીસ મથકે પાર્થના પરિવારે તેના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. જોબના ડીપ્રેશનના કારણે આ પગલું ભર્યું હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. નોકરી છૂટી જવાના કારણે આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી છે. યુવકના મોતને પગલે સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઝેરી દવા પી યુવકે  આત્મહત્યા કરી હતી. હોટેલના રૂમમાંથી ઝેરી દવાની બોટલ પણ મળી આવી છે. 

માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો!

નવસારી: વાલીઓ માટે ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે. ચીખલીના ખૂંધ ગામે 8 વર્ષીય બાળાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા અરેરાટી મચી જવા પામી છે. શના મુરીમાં ધોરણ 3 માં અભ્યાસ કરતી બાળકીએ અંતિમ પગલું ભર્યું છે. આ બાળકી રાજકોટથી ચીખલી નાનાને ત્યાં વેકેશન ગાળવા આવી હતી. માતાએ ઠપકો આપતાં આવેશમાં આવી તેને ડરાવવા માટે એક રૂમમાં ઓઢણી વડે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. ચીખલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. મોબાઈલના વળગળને કારણે કૂમળી વયના બાળકોએ સહન શક્તિ ગુમાવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget