GSEB Board Exam 2023: જામનગરમાં બોર્ડ પરીક્ષામાં પહેલો કોપી કેસ નોંધાયો, વિદ્યાર્થિની ચોરી કરતા ઝડપાઈ
GSEB Board Exam 2023: જામનગરમાં બોર્ડ પરીક્ષા દરમિયાન પહેલો કોપી કેસ સામે આવ્યો છે. ધોરણ 12ની વિદ્યાર્થિની કોપી કેસમાં ઝડપાઈ છે.
GSEB Board Exam 2023: જામનગરમાં બોર્ડ પરીક્ષા દરમિયાન પહેલો કોપી કેસ સામે આવ્યો છે. ધોરણ 12ની વિદ્યાર્થિની કોપી કેસમાં ઝડપાઈ છે. GS મહેતા કન્યા વિદ્યાલયમાં શુક્રવારે બપોરના સમયે ભૂગોળનાં ધોરણ 12 નાં પ્રશ્નપત્ર દરમિયાન એક છાત્રા અપેક્ષિતમાંથી જવાબો લખતા ઝડપાઈ ગઈ હતી. જે બાદ તેમની સામે કોપી કેસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તો બીજી તરફ ગોંડલમા ધો 10ની પરીક્ષામા મોબાઈલ સાથે પરીક્ષાર્થી પકડાતા કોપી કેસ કરવામાં આવ્યો હતો. સીસીટીવી કેમેરાના મોનિટરીંગના આધારે એક પરીક્ષાર્થી મોબાઈલ ફોન સાથે ઝડપાયો હતો. જૂનાગઢ શહેર અને કેશોદમા ધો 10ની પરીક્ષામાં 3 પરીક્ષાર્થીઓ સામે પરીક્ષા ચોરીના કેસ નોંધાયા છે.
ગેટ પરીક્ષા 2023નુ પરિણામ જાહેર
ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલૉજી, કાનપુરે ગેટ પરીક્ષા 2023નુ પરિણામ જાહેર કરી દીધુ છે. કેન્ડિડેટ્સ જેમને આ પરીક્ષા આપી છે, તે આઇઆઇટી કાનપુરની વેબસાઇટ પર જઇને પરિણામ ચેક કરી શકે છે. આવુ કરવા માટે ગેટ આઇઆઇટીની ઓફિશિયલ વેબસાઇટનું એડ્રેસ એ છે - gate.iitk.ac.in. ઉલ્લેખનીય છે કે, ગેટ પરીક્ષાનું આયોજન 4, 5, 11 અને 12 ફેબ્રુઆરી, 2023 એ દિવસે કરવામાં આવ્યુ હુત. આની રિસ્પૉન્સ શીટ 15 ફેબ્રુઆરી, 2023ના દિવસે જાહેર થઇ હતી, અને આ પછી પ્રૉવિઝનલ આન્સર કી રિલીઝ કરવામાં આવી હતી. પ્રૉવિઝનલ આન્સર કી 21 ફેબ્રુઆરી, 2023 ના દિવસે રિલીઝ થઇ હતી.
આ તારીખ સુધી માંગવામાં આવી હતી આપત્તિ -
ફેબ્રુઆરી, 21 એ રિલીઝ થનારી આન્સર કી પ્રૉવિઝનલ હતી. આના પર કેન્ડિડેટ્સ પાસે આપત્તિ માંગવામાં આવી હતી.આ ઓબ્ઝેક્શન 22 થી 25 ફેબ્રુઆરી, 2023 સુધી કરવામાં આવી હતી. હવે પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે, સાથે જ આન્સર કી પણ રિલીઝ થઇ છે. રિઝલ્ટ જોવા માટે નીચે બતાવવામાં આવેલા સ્ટેપ્સને ફોલો કરી શકાય છે.
આટલા શહેરોમાં આયોજિત થઇ હતી પરીક્ષા -
ગેટ 2023 નું આયોજન 29 વિષયો માટે કરવામાં આવ્યુ હતુ, દરેક પેપર ત્રણ કલાકનું હતુ, જેમાં કુલ 65 સવાલો આવ્યા હતા, આમાંથી 10 સવાલ જનરલ એપ્ટીટ્યૂડના હતા, અને 55 સવાલ વિષય પર આધારિત હતા, એક્ઝામ 22 થી વધુ શહેરોમાં આયોજિત કરવામાં આવી હતી હતી, જે 8 જૉન્સમાં વહેંચવામાં આવી હતી.
રિઝલ્ટ જોવા માટે આ સ્ટેપ્સને ફોલો કરો -
પરિણામ જોવા માટે સૌથી પહેલા અધિકારિક વેબસાઇટ પર જાઓ, એટલે કે gate.iitk.ac.in પર.
અહીં Result નામની લિન્ક આપવામાં આવી છે, જેના પર ક્લિક કરો.
આમ કરવા પર પેઝ ખુલશે તેના પર લૉગિન ક્રેડિન્શિયલ્સ નાંખો અને સબમિટ કરી દો.
આટલું કરતાં જ પરિણામ પોતાના કૉમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે.
અહીંથી રિઝલ્ટ ચેક કરો, ડાઉનલૉડ કરો, ઇચ્છો તો પ્રિન્ટ પણ કાઢી લો.
પરિણામ જોવા માટે આ ડાયરેક્ટ લિન્ક પર પણ ક્લિક કરી શકો છો.