શોધખોળ કરો

Jamnagar: પોલીસની હાજરીમાં ગુજરાત કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા અરેરાટી

જામનગર: ગુજરાતના અનેક વિસ્તારોમાં લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો છે. જેના કારણે હજારોની સંખ્યામાં ગાયોના મોત થયા છે. જેને લઈને મુખ્યમંત્રીથી લઈને કૃષિ મંત્રી સહિત વિવિધ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે.

જામનગર: ગુજરાતના અનેક વિસ્તારોમાં લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો છે. જેના કારણે હજારોની સંખ્યામાં ગાયોના મોત થયા છે. જેને લઈને સરકાર એક્શનમાં આવી છે અને મુખ્યમંત્રીથી લઈને કૃષિ મંત્રી સહિત વિવિધ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. તો બીજી તરફ વિપક્ષ સતત સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યું છે. આ સમયે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાતે છે. જ્યાં કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

જો કે આ બેઠક દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કલેકટર કચેરી બહાર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. પેટ્રોલ છાટી આત્મવિલોપનનો પ્રયાસ કરવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસના જવાનો પહોંચી ગયા હતા અને તેમને આત્મવિલોપન કરતા રોક્યા હતા. લમ્પી વાયરસને મુદ્દે કોઈ નક્કર કાર્યવાહી ના થતી હોય ગૌ માતાના હત્યારાના આક્ષેપના સુત્રોચાર સાથે તેમણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. દિગુભાએ શરીરે પેટ્રોલ છાંટતા જ હાજર પોલીસે તેને પકડી લઇ આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.  કોંગ્રેસ નેતાએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

અમદાવાદમાં પશુઓના પરિવહન-હેરફેર પર પ્રતિબંધ

કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, અમદાવાદ દ્વારા તાજેતરમાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર અમદાવાદ જિલ્લામાં પશુઓમાં શંકાસ્પદ ‘લમ્પી સ્કીન ડીસીઝ’નાં લક્ષણો છૂટાછવાયા કેસોમાં જોવા મળેલ હોઈ, આ રોગના વાયરસ એક પશુથી બીજા પશુમાં ઝડપથી ફેલાતો હોઈ અને પશુઓમાં એકબીજાના સીધા સંપર્કથી તેમજ પશુઓના શરીર પર ચોંટેલી ઇતરડી, માખી, મચ્છર વગેરેથી પણ ચેપ ફેલાતો હોઈ ભારત સરકારશ્રીના રોગ નિયંત્રણ અંગેની ગાઇડલાઇન મુજબ પશુઓના પરિવહન ઉપર પ્રતિબંધ મૂકવા જણાવેલ છે. 

લમ્પી વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગરના તા. 26/07/2022ના જાહેરનામાથી ‘લમ્પી સ્કીન ડીસીઝ’ અન્વયે કેટલાંક નિયંત્રણો મૂકેલ છે, જેથી જિલ્લામાં સંભવિત વાઇરસના સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે કેટલાક પ્રતિબંધો ફરમાવવા જરૂરી જણાય છે. જેથી પરિમલ બી. પંડ્યા, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144 અંતર્ગત  સત્તાની રૂએ અમદાવાદ જિલ્લામાં નીચે મુજબના નિર્દેશનું પાલન કરવા ફરમાન કરવામાં આવ્યું છે : 

(1) અન્ય રાજ્ય/જિલ્લા/તાલુકામાંથી કે એક ગામથી બીજા ગામમં પશુઓની હેરફેર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

(2) પશુઓના વેપાર, પશુ મેળા, પશુ પ્રદર્શન, પશુઓ સાથેની રમતો અને પશુઓને એકઠા કરવાના થતાં હોય એવાં આયોજન ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

(3) કોઈ રસ્તામાં કે જાહેર જગ્યાએ ચેપી રોગવાળા જાનવરો તથા રોગવાળા મરેલાં જાનવરોના મડદાંને અથવા તેના કોઈ ભાગને ખુલ્લા/છૂટા છોડી દેવાની અથવા તેમને લાવવા-લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

(4) આવાં શંકાસ્પદ જાનવરો જે જગ્યાએ હોય તે જગ્યાનો ભોગવટો કરનારે અથવા રહેવાસીઓએ તે જગ્યા વગેરે સ્વચ્છ રાખવા તથા તેમાંથી રોગબીજનો નાશ કરવા અને એવા શંકાસ્પદ રોગચાળા અથવા જેમને એવો શંકાસ્પદ રોગ થયો છે, તેમ દેખાતું હોય તેવાં જાનવરોને એકમેકથી છૂટા રાખવા તથા તે મુજબની વ્યવસ્થા કરવી.
આ જાહેરનામાનો અમલવારીનો વિસ્તાર અમદાવાદ જિલ્લાના પોલીસ કમીશનરશ્રીની હકુમત સિવાયનો અમદાવાદ જિલ્લાનો સમગ્ર મહેસૂલી વિસ્તાર રહેશે. આ જાહેરનામું 4 ઑગસ્ટ, 2022ના 00.00 કલાકથી 31 ઑગસ્ટ, 2022ના 24.00 કલાક સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાના હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 મુજબ અને ભારતના ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમજ આ હુકમ અન્વયે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતાં વિભાગીય પોલીસ અધિકારીશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીના હોદ્દા ધરાવનાર તમામ અધિકારીઓ/કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ઈ.પી.કો. કલમ-188 તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ-117 મુજબ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Kirit Patel | ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત નિવેદન અંગે ભાજપ નેતા નીતિન પટેલે માગી માફીHarshad Ribadiya | પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ વન વિભાગને શું આપી ચેતવણી?Ahmedabad AMTS Accident | વેપારી એક્ટિવા સાથે બસમાં ઘૂસી જતાં મોત, સીસીટીવી આવ્યા સામેAmreli Bridge | 2 મહિના પહેલા જ ખુલ્લો મુકાયેલા બ્રિજમાં પડ્યું ભ્રષ્ટાચારનું ગાબડું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
Embed widget