ભાજપમાં જોડાવા અંગે હાર્દિક પટેલે કરી સ્પષ્ટતા, પ્રેશર હશે તો...
Hardik Patel: જામનગરમાં ચાલી રહેલ ભાગવત સપ્તાહમાં હાજરી આપવા આવેલ હાર્દિક પટેલે મોટું નિવેદન આપ્યું છે. મીડિયા દ્વારા ભાજપમાં જોડાવવાની અટકળો વિશે પૂછવામાં આવતા તેમણે સ્પષ્ટતા કરી હતી.
જામનગર: જામનગરમાં ચાલી રહેલ ભાગવત સપ્તાહમાં હાજરી આપવા આવેલ હાર્દિક પટેલે મોટું નિવેદન આપ્યું છે. મીડિયા દ્વારા ભાજપમાં જોડાવવાની અટકળો વિશે પૂછવામાં આવતા તેમણે સ્પષ્ટતા કરી હતી. હાર્દિકે કહ્યું કે, પહેલા પણ કહ્યું હતું કે અફવાઓ ચાલે છે, ગુજરાતનું હિત થાય તેવું આવનાર દિવસોમાં ચોક્કસ કરીશું. આજે હું ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યો છું, રાજકીય ઓળખાણ કરતા મોટી ઓળખાણ એ છે કે હું ગુજરાતનો છું. ઘરની અંદર નાની મોટી ચર્ચાઓ હશે નિરાકરણ આવશે તો પણ આગળ વધીશું અને નિરાકરણ નહિ આવે તો પણ આગળ વધીશું. મીડિયાએ પૂછ્યું કે ભાજપના નેતાઓ સાથે ચર્ચાઓ થઇ તો હાર્દિકે કહ્યું કે હજુ સુધી ચર્ચાઓ થઇ નથી તમારું આટલું બધું પ્રેશર હશે તો ચર્ચા કરી લેશું.
નરેશ પટેલ બાદ હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું
છેલ્લા થોડા દિવસથી હાર્દિક પટેલ અને નરેશ પટેલને લઈને રાજકારણ ગરમાયું છે. નરશે પટેલ તાજેતરમાં જ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા અટકળો વહેતી થઈ હતી કે શું તેઓ ભાજપમાં જોડાશે? તો હવે કોંગ્રેસના સ્ટેટ નેતૃત્વથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું છે. હકિકતમાં જામનગરમાં ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં ગતરાત્રીએ ડાયરો યોજાયો હતો જેમા અનેક નેતાઓ જોવા મળ્યા હતા. જેમા હાર્દિક પટેલ , જીતુ વાઘાણી, રમેશ ધડુક, કાંધલ જાડેજા, જયેશ રાદડિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન હાર્દિક પટેલે તમામ નેતાઓ સાથે હાથ મીલાવ્યા હતા. તેથી એવી પણ અટકળો લગવવામાં આવી રહી છે કે શું હવે હાર્દિક હાથનો સાથ છોડશે?
18 મુખ્યમંત્રીઓના ઇતિહાસમાં પહેલી વાર બની ઘટના
Chhota Udepur : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. આજે 5 મેએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે છોટાઉદેપુર ખાતેથી પાણી પુરવઠા વિભાગ તેમજ અન્ય વિભાગોના વિવિધ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા. મુખ્યપ્રધાન છોટા ઉદેપુરમાં હતા એ દરમિયાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અચાનક જ વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાના ઘરે પહોંચી સૌને ચોંકાવી દીધા.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ છોટા ઉદેપુરના કવાંટ તાલુકાના જામલી ગામે વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાના ઘરે પહોચ્યાં હતા અને સુખરામ રાઠવાના દિવંગત પિતાના બેસણામાં હાજરી આપી પરિવારજનોને સાંત્વના આપી હતી. મુખ્યપ્રધાનની આ મુલાકાતને કોંગ્રેસ ધારાસભ્ય સુખરામ રાઠવા અને કોંગ્રેસ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ બિરદાવી હતી. આ પ્રસંગે સુખરામ રાઠવાએ કહ્યું કે 18 મુખ્યપ્રધાનોમાંથી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પહેલા એવા મુખ્યપ્રધાન છે જે વિપક્ષ નેતાના ઘરે આવ્યાં હોય. સુખરામ રાઠવાએ કહ્યું કે પિતાના બેસણામાં હાજર રહી મુખ્યપ્રધાને પરિવારજનોને સાંત્વના આપી એનો આનંદ થયો છે.
વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાના પિતા હરીયાભાઈ નમલાભાઈ રાઠવાનું તા.1-5-2022 ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયું હતું. તેમનું બેસણું આજે તેમના વતન જામલીમાં રાખવામાં આવ્યું હતું, જયારે આવતીકાલે 6 મેં ના રોજ ગાંધીનગરમાં નેતા વિપક્ષના નિવાસસ્થાન બંગલા નંબર 7, મંત્રીઓના બંગલાના વિસ્તારમાં રાખવામાં આવ્યું છે.