શોધખોળ કરો
જામનગરમાં બે માળનું મકાન ધરાશાયી, 2ના મોત
જામનગરમાં દેવુભાનાં ચોક વિસ્તારમાં બે માળનું મકાન ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મકાન ધરાશાયી થવાના કારણે બે લોકોના મોત થયા છે.

જામનગર: જામનગરમાં દેવુભાનાં ચોક વિસ્તારમાં બે માળનું મકાન ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મકાન ધરાશાયી થવાના કારણે બે લોકોના મોત થયા છે. મકાન ધરાશાયી થયા બાદ બે લોકો અંદર દટાયા હોવાની આશંકા હતી. જામનગરમાં બે માળનું જૂના મકાનનું રિનોવેશન કામ ચાલુ હતું ત્યારે અચાનક ધરાશાયી થતાં સાત લોકોને અસર થઈ હતી. જેમાંથી ચાર લોકો બહાર નીકળી ગયા હતા જ્યારે ત્રણ લોકો અંદર ફસાયા હતા. ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસક્યું કામગીરી કરી હતી. મકાન ધરાશાયી થતા જિલ્લા કલેકટર, એસપી, એસડીએમ સિટી ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગની ટીમે બનાવની વિગતો જાણી આધુનિક ઈલેકટ્રિક મશીન સહિતના ઓજારો વડે કાટમાળ ખસેડવાની અને અંદર ફસાયેલાને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી.
વધુ વાંચો





















