શોધખોળ કરો
હરીબાપાને હરિનો દગો, પાંચ વાગ્યે ભગવાન લેવા આવશે તેવો કર્યો હતો દાવો

જામનગર: જામનગરના જામવણથલી ગામે 77 વર્ષના વૃદ્ધ હરિલાલ ખોલીયાએ આગાહી કરી હતી કે મને ભગવાન લેવા આવશે. આથી ગામ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટી પડ્યા હતા. હરિલાલા ખોલીયાએ સાંજે પાંચ વાગ્યે પોતાને ભગવાન લેવા આવવાનો સમય આપ્યો હતો. પરંતુ હરિબાપાને હરિ ન આવ્યા લેવા. જેને લઇને ગ્રામજનો સહિત ઉમટી પડેલા લોકોમાં રોષની લાગણી પણ જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ઘર્ષણ સર્જાયું હતું. છેલ્લી 10 મિનિટ બાકી હતી ત્યારે હરિબાપાએ પોતાની આંખો બંધ કરી દીધી હતી પરંતુ શ્વાસ ચાલી રહ્યો હોવાથી હરિબાપા જીવિત છે. સ્થાનિક ડૉક્ટરો ત્યાં હાજર છે. એક સ્વામીએ દાવો કર્યો છે કે હરિબાપા સ્વર્ગ સીધાવ્યા છે. પરંતુ સત્તાવરા કોઇ ડોક્ટર, પોલીસ કે તંત્ર પહોંચ્યું નથી. આ વાતની એબીપી અસ્મિતા પુષ્ટી કરતું નથી. ગઇકાલથી જ સૌરાષ્ટ્રભરના દરેક ગામના લોકોમાં જામવણથલીનો આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. પરંતુ પાંચ વાગ્યા હોવા છતાં દેહત્યાગ ન થતા સૌરાષ્ટ્રભરના લોકોમાં અંધશ્રધ્ધા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વધુ વાંચો





















