શોધખોળ કરો

Jamnagar: ફલ્લાની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બહાર સરા જાહેર હત્યાથી ચકચાર

ફલ્લા ગામમાં આવેલી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કર્મચારી દ્વારા બેંક પરિસરમાં કોઈ કારણોસર પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો.

જામનગર: જામનગર જિલ્લામાં ફલ્લા ગામમાં  હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે.  ફલ્લા ગામમાં આવેલી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કર્મચારી દ્વારા બેંક પરિસરમાં કોઈ કારણોસર પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં પિતાનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ જીવલેણ હુમલામાં  પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી છે. પુત્રને સારવાર જામનગર ખસેડવામાં આવ્યો છે.

જામનગર રાજકોટ હાઈવે પર આવેલા ફલ્લા ગામની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની શાખા પર ગોવિંદભાઈ ઘેટિયા અને તેમના પુત્ર મિલન ઘેટિયા આજે આવ્યા હતા. ત્યારે બેંકમાં ફરજ બજાવતા ધવલ પટેલે કોઈ કારણોસર છરી વડે પિતા-પુત્ર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ગોવિંદભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તેમના પુત્રને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે જામનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ ઘટના અંગે જાણ થતા પોલીસ કાફલો  ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાના પગલે બેંક પર લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક ગોવિંદભાઈના પુત્રવધૂ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં નોકરી કરે છે. તેની સાથે જ આરોપી ધવલ પટેલ પણ નોકરી કરે છે. આરોપી સાથે મૃતકના પુત્રવધૂને કોઈ માથાકૂટ થઈ હોય ગોવિંદભાઈ અને તેમના પુત્ર બેંક પર આવ્યા હતા. આ સમયે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 

Navsari: યુવકની હત્યાથી ચકચાર, પરિવારે મૃતદેહ સ્વીકાર ન કરતા પોલીસ દોડતી થઈ, બે આરોપી ઝડપાયા

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વિનય પટેલ નામના યુવકની હત્યાના પ્રકરણે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ કારણે જિલ્લાની પોલીસ દોડતી થઈ છે.  પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાની ના પડાતા જિલ્લા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બે આરોપીને રાઉન્ડ કરવામાં આવ્યા છે. 

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ગતરાત્રિ  દરમિયાન વિનય પટેલ નામના યુવકની 3 ઈસમો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.  હત્યા બાદ ગામમાં ભારે રોષ જોવા મળ્યો હતો.  રાત્રિ સમયે પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને મૃતદેહને ચીખલી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

આજે સવારે પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનો દ્વારા મૃતદેહનો સ્વીકાર ન કરાતા પોલીસ દોડતી થઈ હતી. સમગ્ર પ્રકરણમાં જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી પરિવારના લોકો મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી.  સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વિવિધ ટીમોની રચના કરવામાં આવી હતી.  જેમાં નવસારી એલસીબી પોલીસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.  જેમાં પોલીસે હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. 

સમગ્ર ઘટનાને લઈને ત્રીજા આરોપીને પણ પોલીસ ગણતરીની કલાકોમાં દબોચી લેવામાં આવશે.  હાલ પરિવારે આ મૃતદેહ સ્વીકાર્યો નથી પરંતુ સાંજ સુધી તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી પૂર્ણ કરાશે. આ ઘટનાને લઈને ગણદેવી અને ચીખલીના ધારાસભ્ય દ્વારા પણ પરિવારની મુલાકાત લઇ અને સાંત્વના આપવામાં આવી છે. આરોપીઓ પર કડક કાર્યવાહી કરવાની એમણે ખાતરી અપાવી છે.

ટોપ સ્ટોરી

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
Embed widget