પોરબંદરના બખરલા ગામે ખેડૂતો વચ્ચે ખેતીની જમીન નજીક નેરી ખોદવા મુદ્દે ફાયરિંગ, એકનું મોત
પોરબંદરના બખરલા ગામે ખેડૂતો વચ્ચે જમીન ખરીદવા મુદ્દે ઝઘડો થયો હતો. જેમાં ફાયરિંગ થતાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એક ગંભીર ઘાયલ થયો છે.
Porbandar News: ‘જોર, જમીન અને જોરુ.. ત્રણેય કજીયાના છોરું’ કહેવતને ચરિતાર્થ કરતો કિસ્સો પોરબંદરમાં સામે આવ્યો છે. પોરબંદરના બખરલા ગામે ખેડૂતો વચ્ચે જમીન ખરીદવા મુદ્દે ઝઘડો થયો હતો. જેમાં ફાયરિંગ થતાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એક ગંભીર ઘાયલ થયો છે.
શું છે મામલો
બખરલા ગામે ખેતીની જમીન નજીક નેરી ખોદવા બાબતે બે ખેડૂતો વચ્ચે બબાલ થઈ હતી. જેમાં પાડોશીએ ફાયરિંગ કરતાં કાકાનું મોત થયું હતું, જ્યારે ભત્રાજો ગંભીર રીતે ઘાયલ થયો હતો. ફાયરિંગને લઈ ગામમાં ચકચાર મચી ગઈ હતી. ઘટના બાદ બંનેને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયરિંગની ઘટનામાં કાકા ખીમા ગીગા ખૂટીનું મોત થયું, જ્યારે ભત્રીજા કિશોર માલદે ખૂટી ઇજાગ્રસ્ત થયો. ફાયરિંગ કરનાર અરજણ પરબત તથા એક વ્યક્તિ હોવાના અહેવાલ છે. પોલીસે આ મુદ્દે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.
સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય વી.વી.વઘાસીયાની નીકળી અંતિમયાત્રા
સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયાનું ગઈકાલે રોડ અકસ્માતમાં નિધન થયું હતું. શેલણા વંડા વચ્ચે કાર અને જેસીબી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાદ વી વી વઘાસીયાને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ થતા રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. આજે તેમની અંતમિ યાત્રા માદરે વતન વિજયાનગરથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં રાજકીય-સામાજિક આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા. વિધાનસભા નાયબ દંડક કૌશિક વેકરીયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા, પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય પ્રતાપ દુધાત, પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણી, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, ડોકટર ભરત કાનાબાર સહિત અનેક રાજકીય લોકો અંતિમ યાત્રામાં સામેલ થયા હતા. કાર અને જેસીબી વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં વી.વી. વઘાસિયાને માથાનાં ભાગે ઈજાઓ પહોંચત તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યું હતું. ત્યારે સર્જાયેલ અકસ્માતમાં કારને કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો. ત્યારે વી.વી. વઘાસિયાનાં મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. પૂર્વ કૃષિ મંત્રીનાં મૃત્યુંનાં સમાચાર વાયુ વેગે તેમના મિત્ર વર્તુળમાં પ્રસરતા લોકોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.
આ પણ વાંચોઃ
Shani Jayanti 2023: આજે છે શનિ જયંતી, 7 અનાજ ચઢાવવાથી ઓછી થાય છે સાડાસાતીની અસર, જાણો પૂજા વિધિ