શોધખોળ કરો
Advertisement
ટ્રાફિકના નિયમના ભંગ માટે હોમ ગાર્ડ વાહન રોકીને ચેક કરી શકે કે દંડ કરી શકે ? જાણો મહત્વનો નિયમ
ટ્રાફિક પોલીસની સાથે ટ્રાફિક નિયમન માટે હોમગાર્ડ પણ સેવામાં હોય છે. ઘણી વખત એવું બને કે હોમગાર્ડ વાહન રોકે અને વાહનચાલક પાસે વાહનના કાગળ માગે.
અમદાવાદઃ અમદાવાદ સહિતનાં શહેરોમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર છે અને પોલીસની કનડગત હોવાની ફરિયાદો પણ આવ્યા કરે છે. ટ્રાફિક પોલીસની સાથે ટ્રાફિક નિયમન માટે હોમગાર્ડ પણ સેવામાં હોય છે. ઘણી વખત એવું બને કે હોમગાર્ડ વાહન રોકે અને વાહનચાલક પાસે વાહનના કાગળ માગે.
હકીકતમાં હોમગાર્ડને કોઈ કાર્યવાહી કરવાની સત્તા હોતી નથી. હોમ ગાર્ડ ફક્ત પોલીસને મદદ જ કરી શકે છે. જવાબદાર પોલીસ અધિકારીની સાથે હોમગાર્ડ હોય તો જ તે આપનું વાહન ચેક કરી શકે છે અને કોઈ શંકાસ્પદ ગતિવિધિ લાગે તો તે અધિકારીને અથવા કંટ્રોલરૂમમાં જાણ કરી શકે છે. આ સિવાય તેને કોઈ પણ પગલાં લેવાનો કે રોકવાનો પણ અધિકાર નથી.
હોમ ગાર્ડના જવાનોને ટ્રાફિકના કાયદા હેઠળ કાર્યવાહીની સત્તા નથી. હોમગાર્ડ ફક્ત પોલીસને મદદ કરી શકે અને જવાબદાર પોલીસની હાજરીમાં જ વાહન ચેકિંગ કરી શકે. કોઈની કે વાહનની શંકાસ્પદ ગતિવિધિ લાગે તો પોલીસ/કંટ્રોલરૂમને જાણ કરી શકે પણ પોતે કાર્યવાહી ના કરી શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement