શોધખોળ કરો

Mehsana: મહેસાણાનો ખેડૂત બન્યો વ્યાજખોરનો ભોગ, ત્રણ ગણા રુપિયા આપ્યા હોવા છતા વ્યાજખોરે કરી પઠાવી ઉઘરાણી

મહેસાણા: સતલાસણાનો ખેડૂત વ્યાજખોરનો ભોગ બન્યો છે. વ્યાજખોરે રૂપિયા 50 હજારના બદલામાં 1.45 લાખ લઈ લીધા હતા. ત્રણ ગણા રૂપિયા લઈ લીધા બાદ પણ પઠાણી ઉઘરાણી કરતો હતો. ઉઘરાણીમાં ત્રણ ચેક લખાવી લીધા હતા.

મહેસાણા: સતલાસણાનો ખેડૂત વ્યાજખોરનો ભોગ બન્યો છે. વ્યાજખોરે રૂપિયા 50 હજારના બદલામાં 1.45 લાખ લઈ લીધા હતા. ત્રણ ગણા રૂપિયા લઈ લીધા બાદ પણ પઠાણી ઉઘરાણી કરતો હતો. ઉઘરાણીમાં ત્રણ ચેક લખાવી લીધા હતા. જે બાદ વ્યાજખોરે ત્રણ ચેક બાઉન્સ કરાવી પાટણ અને કડી કોર્ટમાં ફરીયાદ કરી હતી. મૈનેશ આચાર્ય નામના વ્યાજખોર સામે ફરીયાદ નોંધાઈ હતી. સતલાસણા પોલિસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. નોંધનિય છે કે હાલમાં સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા વ્યાજખોરોમાં સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

નવી જંત્રી અંગે રાજ્ય સરકારે પોતાના નિર્ણય બદલ્યો

ગાંધીનગર:  રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી જંત્રીના અમલના લઈને મોટો નિર્ણય લીધો છે. જંત્રી દરમાં કરવામાં આવેલો વધારો તારિખ   15/04/2023થી અમલી બનશે. આ પહેલા ફેબ્રુઆરીથી જ અમલી બનવાનો હતો. જો કે હવે સરકારે તેને અપ્રિલથી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે ગઈ કાલે સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. તેમાં રાજ્ય અગ્ર સચિવથી લઈને અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. નોંધનિય છે કે બિલ્ડર એસોસિએશન પણ જંત્રીના નવા દરો હાલમાં લાગુ કરવાના વિરોધમાં હતું.

સુરતમાં પ્રેમિકાએ પ્રેમીની બહેન સાથે એવો કાંડ કર્યો કે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

સુરતમાં પુણાગામ ખાતે રહેતી યુવતીએ લોકરક્ષકની ભરતી પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તેના ડોક્યુમેન્ટ પણ વેરિફાઈ થઈ ગયા હતા. પરંતુ કોઈ અજાણ્યાએ યુવતીના કન્ફર્મેશન નંબર અને રજિસ્ટર મોબાઈલ નંબરના ઓટીપીનો ઉપયોગ કરીને બારોબાર તેનું ફોર્મ રદ્દ કરી પરત ખેંચી લેતા તેણીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ કરતા યુવતીના ભાઈની ગર્લફ્રેન્ડ જ આરોપી નીકળતા પરિવાર ચોંકી ગયો હતો. સાયબર પોલીસે તેણીની ધરપકડ કરી હતી.

પુણાગામ ખાતે રાધાસ્વામી સોસાયટીમાં રહેતી 20 વર્ષીય અસ્મીતા છગનભાઈ કાતરીયા મુળ અમરેલીની વતની છે. તેને સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે કાપોદ્રા ખાતે જે.ડી. ગાબાણી કોલેજમાં બી.કોમમાં અભ્યાસ કરે છે. વર્ષ 2021-22ની લોકરક્ષક દળમાં ભરતીની જાહેરાત બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી હતી. આથી અસ્મિતાએ પણ તેનું ફોર્મ ભરીને સબમીટ કર્યું હતું. આ ફોર્મમાં તેના ભાઈનો મોબાઈલ નંબર રજિસ્ટર કર્યો હતો. ત્યારબાદ તારિખ 4 જાન્યુઆરી 2022ના રોજ પ્રેક્ટિકલ પરીક્ષા માઉન્ટેડ પોલીસ ગ્રાઉન્ડ પોપટપરા જેલની પાસે રાજકોટ શહેર ખાતે યોજાઈ હતી જે પ્રેક્ટિકલ પરીક્ષામાં અસ્મિતા પાસ થઈ હતી.

ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવતા તારિખ 9 સપ્ટેમ્બર 2022 ના રોજ પોલીસ તાલીમ સેન્ટર ગાંધીનગર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા હતા. ત્યારબાદ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારી પાછી ખેંચવા માટે ઓજશ ઉ૫૨ એપ્લીકેશન મુકવામાં આવી હતી. જેમાં ઓટીપી બેઝ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યા બાદ જ ફોર્મ પાછા ખેંચી શકાય છે. કોઈ અજાણ્યાએ એલઆરડી ગુજરાત 2021.ઇન ઉપરથી લોકરક્ષક ભરતી પ્રક્રિયામાંથી આગળના તબક્કાઓ માટે ઉમેદવારી રદ્દ કરવા અને પસંદગી માટેના હક્કને જતો કરવા અરજી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી તેમાં અરજીનો કન્ફર્મેશન નંબર લખી અસ્મિતાના નામની વિગતો લખી બનાવતી સહી કરી હતી અને ગઈ 8 ઓક્ટોબર 2022 ના રાત્રે અસ્મિતાના કન્ફર્મેશન નંબરનો ઉપયોગ કરી રજિસ્ટર મોબાઈલ નંબર પરથી ઓટીપી મેળવી લઈ તેમની ઉમેદવારી રદ ક૨વા અરજી અપલોડ કરી ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત
Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Embed widget