![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Accident: મહેસાણાના વિસનગરના કડા પાસે બે કાર સામ સામે અથડાઇ, એક મહિલાનું મોત
મહેસાણાના વિસનગરના કડા પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો
![Accident: મહેસાણાના વિસનગરના કડા પાસે બે કાર સામ સામે અથડાઇ, એક મહિલાનું મોત An accident took place between two cars near Kada of Visnagar in Mehsana Accident: મહેસાણાના વિસનગરના કડા પાસે બે કાર સામ સામે અથડાઇ, એક મહિલાનું મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/23/9cbbbd85351e7c4750222650b09444ce1687510805518211_original.avif?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મહેસાણાના વિસનગરના કડા પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, મહેસાણાના વિસનગરના કડા પાસે બે કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વિસનગર કડા રોડ પર બે કાર સામે સામે અથડાતા ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યારે એક મહિલાનું મોત થયું હતું. અમદાવાદનો પરીવાર કાર લઇ અંબાજી દર્શન માટે જઇ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
Mehsana: વિજાપુર પાસે ત્રિપલ અકસ્માતમાં દંપત્તિ સહિત 3ના મોત
વિજાપુર પાસે કાર અને બે ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અક્સ્માતમાં કારમાં બેઠેલા ત્રણ લોકોનાં મોત થયા છે. કલોલથી ચિત્રોડ દર્શન કરવા માટે નીકળેલ પરીવારને વિજાપુર અક્સ્માત પાસે નડ્યો હતો. આ અક્સ્માતમાં કલોલના દંપત્તિ અને કાર ચાલક સહિત ત્રણના ઘટના સ્થળે જ મોત થયા છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. અકસ્માતની ઘટનાને પગલે પરિવરામાં શોકનો માહોલ છવાયો છે.
રણુજા દર્શને ગયેલા યુવકોની કારને નડ્યો અકસ્માત
રાજસ્થાનના રણુજા દર્શને ગયેલા ખેરાલુના મલારપૂરા ગામના લોકોને અક્સ્માત નડ્યો છે. રાજસ્થાનના બાડમેર હાઈવે પર કારનો અક્સ્માત થયો છે. અક્સ્માતમાં મલાલપુર ગામના ત્રણ યુવાનના મોત થયા છે. સંદિપ ચોધરી,સૌરવ ચૌધરી અને વિશ્વાસ ચોધરી નામના યુવકો અકસ્માતમાં મોતને ભેટ્યા છે. અક્સ્માત એટલો ભયાનક હતો કે કારમાં ફસાયેલ લોકોને કારના પતરા કાપી બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
ઓડિશામાં ગમખ્વાર અકસ્માત
ઓડિશાના ગંજમ જિલ્લામાં મોડી રાત્રે દિગપહાંડી પાસે બે બસો વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. આઠ જેટલા મુસાફરો ઘાયલ થયા છે. ગંજમ જિલ્લા મેજિસ્ટ્રેટ દિવ્ય જ્યોતિ પરિદાએ જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે MKCG મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે. ઘટના અંગે માહિતી આપતાં તેમણે કહ્યું કે, "બે બસો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં ઘટનાસ્થળે જ 10 લોકોના મોત થયા હતા. જ્યારે ઘાયલોને તાત્કાલિક MKCG મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ દોડી આવી હતી. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)