શોધખોળ કરો

'નીતિનભાઇ હમણાં હિન્દી શીખી રહ્યાં છે, એમના ગોલ બહું ઉંચા હોય છે' -સીઆર પાટિલે નીતિન પટેલને આપી જન્મદિવસની શુભેચ્છા

સીઆર પાટિલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, નીતિનભાઇ અમારી પાર્ટીના ભીડભંજન છે, તેઓએ પાર્ટીમાં ભીડમાં હોય ત્યારે મહત્વનું કામ કર્યુ છે

Gujarat: આજે 22 જૂનનો દિવસ છે, આજે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના કદ્દાવર નેતા નીતિન પટેલ પોતાનો 68મો જન્મ દિવસ કડી ખાતે મનાવી રહ્યાં છે, આ પ્રસંગે અહીં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ ઉપસ્થિત રહ્યાં હતા. અહીં કડીમાં સીઆર પાટિલે નીતિન પટેલને જન્મ દિવસની શુભેચ્છા પાઠવીને સંબોધન કર્યુ હતુ. તેમને નીતિન પટેલને પાર્ટીના ભીડભંજન ગણાવ્યા હતા. 

સીઆર પાટિલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, નીતિનભાઇ અમારી પાર્ટીના ભીડભંજન છે, તેઓએ પાર્ટીમાં ભીડમાં હોય ત્યારે મહત્વનું કામ કર્યુ છે. નીતિનભાઈ હજુ રાજકીય ક્ષેત્રે આગળ વધે એવી અપેક્ષા છે. તેમને નીતિન પટેલને લઇને વધુમાં જણાવ્યુ કે, નીતિનભાઈ હમણાં હિન્દી શીખી રહ્યા છે, જે જવાબદારી તેમને સોંપી છે એટલે હિન્દી શીખી રહ્યા છે. નીતિનભાઈનો ગોલ પાક્કો હોય છે, જે કામ હાથમાં લે તે પૂર્ણ કરે જ. કેબિનેટ કક્ષાના આરોગ્ય મંત્રી હોવા છતાં ટ્રેનમાં બેસીને સુરત પહોંચ્યા હતા. નીતિનભાઈ ઉંમરમાં મારા કરતા એક વર્ષ નાના છે પણ રાજકીય ઊંચાઈમાં મારાથી ઘણા મોટા છે.

સીઆર પાટિલે પીએમ મોદી અને ભારતને લઇને પણ મહત્વનું નિવેદન કર્યુ હતુ, તેમને કહ્યું કે, ઉત્તર ગુજરાતના પાણીમાં અલગ જ તાકાત છે. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ આ તાકાત પાકિસ્તાને પણ જોઇ છે, પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને માર્યુ છે. 2014 પહેલા પાકિસ્તાનને ગુલાબજાંબુ મોકલતા હતા, મોદી સાહેબે ગોળીઓ મોકલી છે. 2014 પહેલાની સરકાર પાકિસ્તાનને જવાબ આપવામાં સક્ષમ ન હતી. ભારત દેશનો જવાન - પાઇલૉટ પાકિસ્તાનમાં પડ્યો તો 24 કલાકમાં પાછો મોકલ્યો છે. કોઈ દેશના પાઇલૉટને 24 કલાકમાં પાછો મોકલ્યો હોય એવી પ્રથમ ઘટના બની. સીઆર પાટિલે કહ્યું કે, આગામી લોકસભાની ચૂંટણી માટે અમારો નારો 405નો છે, અબકી બાર 405 કે સાથ ફિરસે મોદી સરકાર.

આજે નીતિન પટેલના 68મા જન્મદિવસ પ્રસંગને ખાસ બનાવવા માટે મહેસાણાના કડીમાં સત્યાવીસ સમાજ સરદાર યુવક મંડળ નીતિન પટેલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, કડીના ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હૉલ ખાતે મહારક્તદાન શિબિર, અને કડી APMC ખાતે રજતતુલા અને સન્માન સમારંભ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા પણ નીતિન પટેલના જન્મ દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 

વિડિઓઝ

Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
જમ્મુ કાશ્મીરના આકિબ નબીથી યૂપીના આકિબ ખાન સુધી, 5 અનકેપ્ડ ફાસ્ટ બોલર IPL ઓક્શનમાં બની શકે છે કરોડપતિ
જમ્મુ કાશ્મીરના આકિબ નબીથી યૂપીના આકિબ ખાન સુધી, 5 અનકેપ્ડ ફાસ્ટ બોલર IPL ઓક્શનમાં બની શકે છે કરોડપતિ
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
Embed widget