ઉત્તર ગુજરાતના આ મોટા સહકારી આગેવાનનું મ્યુકરમાઇકોસિસથી થયું નિધન
દૂધસાગર ડેરીના ડિરેક્ટર માનસિંગભાઈ ચૌધરીનું નિધન થયું છે. ખેરાલુ તાલુકાના માનસિંગભાઈ ટૂંકી માંદગી બાદ માનસિંગ ચૌધરીનું નિધન થયું છે. 21 દિવસ સુધી કોરોના સામે લડ્યા બાદ કોરોનાને હરાવ્યો હતો.
મહેસાણાઃ ગુજરાતમાં કોરોના પછી મ્યુકરમાઇકોસિસ નામની જીવલેણ બીમારીએ કહેર મચાવ્યો છે. તેમજ કેટલાય લોકોના સારવાર દરમિયાન મોત પણ થયા છે. ત્યારે આ જીવલેણ બીમારીથી ઉત્તર ગુજરાતના એક આગેવાનનું પણ નિધન થયું છે.
દૂધસાગર ડેરીના ડિરેક્ટર માનસિંગભાઈ ચૌધરીનું નિધન થયું છે. ખેરાલુ તાલુકાના માનસિંગભાઈ ટૂંકી માંદગી બાદ માનસિંગ ચૌધરીનું નિધન થયું છે. 21 દિવસ સુધી કોરોના સામે લડ્યા બાદ કોરોનાને હરાવ્યો હતો.
જોકે, કોરોના બાદ માનસિંગ ચૌધરી મ્યુકરમાઇકોસિસનો ભોગ બન્યા હતા. મ્યુકરમાઇકોસિસ થતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. છેલ્લા 10 કરતા વધુ દિવસોથી મ્યુકરમાઇકોસિસની સારવાર લઈ રહ્યા હતા. અમદાવાદની હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5,246 નવા કેસ નોંધાયા છે અને 71 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9,340 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 9,001 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 6,69,490 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 92617 પર પહોંચ્યો છે. જેમાંથી 742 દર્દી વેન્ટિલેટર પર અને 91875 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.78 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1296, વડોદરા કોર્પોરેશન 436, સુરત કોર્પોરેશન-319, વડોદરા 205, જૂનાગઢ 184, રાજકોટ કોર્પોરેશન 168, પંચમહાલ 158, આણંદ 149, જામનગર કોર્પોરેશન 149, રાજકોટ 139, અમરેલી 136,સાબરકાંઠા 133, ગીર સોમનાથ 130, દાહોદ 109, જૂનાગઢ કોર્પોરેશન 109, પોરબંદર 108, કચ્છ 104,ખેડા 99, ભરૂચ 98, મહેસાણા 78, બનાસકાંઠા 77, પાટણ 77, સુરત 71, વલસાડ 66, જામનગર 64, નર્મદા 60 નવસારી 59, દેવભૂમિ દ્વારકા 58, ગાંધીનગર 56,ગાંધીનગર કોર્પોરેશ 56, ભાવનગર કોર્પોરેશન 55, મહીસાગર 50, અરવલ્લી 42, છોટા ઉદેપુર-29, અમદાવાદ 28, સુરેન્દ્રનગર 25, ભાવનગર 22, મોરબી-20, તાપી 16, બોટાદમાં 6, અને ડાંગ 2 કેસ સાથે કુલ 5,246 નવા કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 10, વડોદરા કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન-6, વડોદરા 3, જૂનાગઢ 4, રાજકોટ કોર્પોરેશન 3, પંચમહાલ 1, આણંદ 3, જામનગર કોર્પોરેશન 4, રાજકોટ 3, અમરેલી 2,સાબરકાંઠા 1, ગીર સોમનાથ 0, દાહોદ 0, જૂનાગઢ કોર્પોરેશન 3, પોરબંદર 1, કચ્છ 1,ખેડા 1, ભરૂચ 3, મહેસાણા 3, બનાસકાંઠા 3, પાટણ 0, સુરત 2, વલસાડ 0, જામનગર 1, નર્મદા 1, નવસારી 0, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર 2,ગાંધીનગર કોર્પોરેશ 1, ભાવનગર કોર્પોરેશન 1, મહીસાગર 0, અરવલ્લી 1, છોટા ઉદેપુર-0, અમદાવાદ 1, સુરેન્દ્રનગર 1, ભાવનગર 1, મોરબી-0, તાપી 0, બોટાદમાં 0, અને ડાંગ 0 સાથે કુલ 71 મોત થયા છે.