મહેસાણામાં ફરી એકવાર ઝડપાઇ નકલી જીરૂ બનાવતી ફેક્ટરી, 12 લાખથી વધુનો નકલી જીરાનો જથ્થો જપ્ત
મહેસાણાઃ મહેસાણામાં ફરી એકવાર નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે
મહેસાણાઃ મહેસાણામાં ફરી એકવાર નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. મળતી જાણકારી અનુસાર, મહેસાણાના ઉઝા તાલુકાના સુણક ગામે ગાંધીનગર ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગના અઘિકારીઓ રેડ કરી 12 લાખ કરતાં વધુનો નકલી જીરાના જથ્થો ઝડપી પાડ્યો હતો.
સુણક ગામે ગોડાઉન ભાડે રાખી સુજીત પટેલ નામનો શખ્સ નકલી જીરું બનાવતો હતો. ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગના અઘિકારીઓએ કુલ 20 હજાર 594 કિલો નકલી જીરુંનો જથ્થો જપ્ત કર્યો હતો. આરોપીઓ ફેક્ટરીમાં વરિયાળી ઉપર ગોળની રસી અને મિક્સ પાવડરનો ઢોળ ચડાવી નકલી જીરું બનાવાતા હોવાની વિગતો સામે આવી છે. હાલ તો જીરુંનો જથ્થો જપ્ત કરી સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યો છે.
Mehsana: ગામમાં વીજ પુરવઠો બંધ થઇ ગયો તો ગુસ્સે ભરાયેલા શખ્સે વીજ કર્મચારીનું જડબુ તોડી નાંખ્યુ, જાણો
Mehsana: મહેસાણાના કડીમાંથી એક મારામારીની ઘટના સામે આવી છે. કડી તાલુકાના લક્ષ્મણપુરા ગામમાં ગુસ્સે ભરાયેલા શખ્સે વીજ કર્માચારી સાથે મારામારી કરી હતી, અને બાદમાં કર્મચારીનું જડબુ તોડી નાંખ્યુ હતુ.
માહિતી પ્રમાણે કડી તાલુકાના લક્ષ્મણપુરામાં અરજણ ભા ફાર્મ પાસે ડી પી તૂટી ગુય હતુ, અને આ કારણે ત્યાંથી વીજ પુરવઠો બંધ કરાયો હતો. વીજ પુરવઠો બંધ કરતાં એક કલ્યાણભાઇ રબારી નામનો શખ્સ ગુસ્સે ભરાયો હતો અને તેને બબાલ શરૂ કરી દીધી હતી. તેને વીજ કર્મચારી પર વીજ પુરવઠો કેમ બંધ કર્યો છે એમ કહીને વીજ કંપનીના કર્મચારીને લાકડીથી માર માર્યો હતો. પીડિત કર્મચારીનું નામ પટેલ હરેશકુમાર બળદેવભાઈ છે, મારામારી એટલી વધી ગઇ કે વીજ કર્મચારી હરેશકુમારનું જડબુ તોડી નાખવામાં આવ્યુ હતુ. હાલમાં રબારી કલ્યાણભાઈ અરજણભાઈ નામના શખ્સ સામે બાવલું પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
Mehsana: જીલ્લા ભાજપનું માળખું થયું જાહેર, જાણો કોને કોને મળ્યું સ્થાન
Mehsana News: મહેસાણા ભાજપ જીલ્લાનું માળખું જાહેર થયું છે. જેમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી અને 1 કોષાધ્યક્ષની નિમણુક કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ઝોન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, જીલ્લા પ્રભારી કૌશલ્યાકુંવરબા પરમાર, કનુભાઈ પટેલ સાથે સંકલન કરી જીલ્લા પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે
ઉપપ્રમુખની યાદી
- નિલેષભાઈ પટેલ, ઉંઝા શહેર
- ભીખાભાઈ ચૌધરી, ખેરાલુ તાલુકા
- સંજયભાઈ જી પટેલ, મહેસાણા તાલુકા
- મુકેશભાઈ જી મહેતા, સતલાસણા તાલુકા
- ભરતભાઈ પટેલ (મેડીકલ), વિજાપુર તાલુકા
- જશીબેન જે મકવાણા, મહેસાણા તાલુકા
- ચંદ્રિકાબેન જી પટેલ, જોટાણા તાલુકા
- ભરતભાઈ બી પટેલ, કડી તાલુકા