શોધખોળ કરો

કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે ઉત્તર ગુજરાતના કયા શહેરમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની ઉઠી માંગ?

મહેસાણા જિલ્લાના વિજાપુરમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. વિજાપુરમાં કોવિડ હોસ્પિટલ જ નથી. વિજાપુર તાલુકા અને શહેરમાં રોજ 40 કરતા વધુ પૉઝિટિવ કેસ  નોંધાય છે. સરકારી કોવિડ હોસ્પિટલમાં એક પણ કોવિડ બેડની વ્યવસ્થા જ નહીં.

મહેસાણાઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. કોરોનાએ અનેક લોકોનો ભોગ લીધો છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુરમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. વિજાપુરમાં કોવિડ હોસ્પિટલ જ નથી. વિજાપુર તાલુકા અને શહેરમાં રોજ 40 કરતા વધુ પૉઝિટિવ કેસ  નોંધાય છે. સરકારી કોવિડ હોસ્પિટલમાં એક પણ કોવિડ બેડની વ્યવસ્થા જ નહીં.

વિજાપુરમાં હાલ ટીબી હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા કોવિડ હોસ્પિટલ શરૂ કરાઇ છે. આ હોસ્પિટલમાં પણ ગંભીર દર્દીઓને સારવાર નથી મળતી. વિજાપુરના સામાજિક કાર્યકર સુરેશભાઈ ડાહ્યાભાઈ પટેલે સીએમ અને આરોગ્ય સચિવને પત્ર લખ્યો છે. સારવારના અભાવે લોકો  અન્ય સ્થળે ખાનગી હોસ્પિટલમાં જવા મજબુર છે. 

સરકારી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર નથી થતી. જિલ્લામાં દરેક તાલુકા મથકે સિવિલમાં  કોવિડ સેન્ટર શરૂ કરાયા છે. સુરેશ પટેલે પત્ર લખી સિવિલમાં તાત્કાલિક વેન્ટીલેન્ટર સાથે કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માંગણી કરી છે. 

છેલ્લા એક વર્ષથી કોરોના છે અને ત્રીજી વેવની સંભાવના વચ્ચે વિજાપુર તાલુકાની સરકારી હોસ્પિટલમાં એક પણ કોવિડ બેડ નથી. અનેક લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. પ્રજાની વેદના જોવાતી નહીં હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. 

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ હવે ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11,592 કેસ નોંધાયા છે. જેની સામે 14,931 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 117 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8511  પર પહોચ્યો છે. 

રાજ્યમાં આજે 14931  લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,47,935 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,36,158 પર પહોંચ્યો છે. જેમાંથી 792 લોકો વેન્ટિલેટર પર અને 1,35,366 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.11   ટકા છે.  

ક્યાં કેટલા મોત થયા ? 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 19,  સુરત કોર્પોરેશન-8,  વડોદરા કોર્પોરેશન 7,  મહેસાણામાં 4, વડોદરા 5,    જામનગર કોર્પોરેશમાં 8, રાજકોટ કોર્પોરેશન 5,  જૂનાગઢ 5, સુરત 3,  બનાસકાંઠા 2,  પંચમહાલ 1, રાજકોટ 6, દાહોદ 1, કચ્છ 4, જામનગર 6, જૂનાગઢ કોર્પોરેશન 3,   ભાવનગર કોર્પોરેશમાં 4, ગીર સોમનાથમાં-2, અમરેલી 2, મહીસાગર 1, ખેડા 2, આણંદ 0, સાબરકાંઠા 3, ગાંધીનગર 0, પાટણ 2, અરવલ્લી 0, ભાવનગર 0, વલસાડ 0,  ગાંધીનગર કોર્પોરેશન 1, ભરૂચ 2, સુરેન્દ્રનગર 2,  નવસારી-0, નર્મદા 1,   દેવભૂમિ દ્વારકા-2, છોટા ઉદેપુર 2,  અમદાવાદ 1, મોરબી 0, બોટાદમાં 1, પોરબંદર 1, તાપી 1 અને ડાંગ 0 મોત સાથે કુલ 117 લોકોના મૃત્યુ થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3194,  સુરત કોર્પોરેશન-823,  વડોદરા કોર્પોરેશન 751,  મહેસાણામાં 507, વડોદરા 479,    જામનગર કોર્પોરેશમાં 333, રાજકોટ કોર્પોરેશન 319,  જૂનાગઢ 284, સુરત 269,  બનાસકાંઠા 266,  પંચમહાલ 254, રાજકોટ 253, દાહોદ 246, કચ્છ 244, જામનગર 232, જૂનાગઢ કોર્પોરેશન 230,   ભાવનગર કોર્પોરેશમાં 214, ગીર સોમનાથમાં-200, અમરેલી 183, મહીસાગર 181, ખેડા 164, આણંદ 157, સાબરકાંઠા 156, ગાંધીનગર 152, પાટણ 151, અરવલ્લી 133, ભાવનગર 124, વલસાડ 123,  ગાંધીનગર કોર્પોરેશન 117, ભરૂચ 115, સુરેન્દ્રનગર 113,  નવસારી-108, નર્મદા 90,   દેવભૂમિ દ્વારકા-87, છોટા ઉદેપુર 81,  અમદાવાદ 69, મોરબી 67, બોટાદમાં 38, પોરબંદર 38, તાપી 35 અને ડાંગ 12  કેસ સાથે કુલ  11592 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 

 કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,03,94,150  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 33,55,185  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,37,49,335 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 29,817 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 35,180 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,32,466 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં બેકાબૂ કારે કચેડ્યા લોકોને, 80 લોકો ઈજાગ્રસ્ત; 2ના મોતMorbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાંHun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
Winter Solstice 2024: આજે છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ,માત્ર આટલા કલાકમાં જ આથમી જશે સૂર્ય
Winter Solstice 2024: આજે છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ,માત્ર આટલા કલાકમાં જ આથમી જશે સૂર્ય
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Embed widget