શોધખોળ કરો

ગુજરાતના કયા મોટા શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવતાં બે દિવસ કરાયું સ્વયંભૂ બંધ? જાણો વિગત

મહેસાણા શહેરના વિવિધ વેપારી એસોસિએશન પ્રમુખો , મંત્રી સભ્યો હાજર રહ્યા હતા. શહેરમાં ભરાતું ગુજરી બજાર રવિવારના રોજ બંધ રહેશે. સોમવારથી શહેરના બજારો સાંજે 6 વાગ્યા બાદ બંધ રહેશે. 31 તારીખ સુધી 6 વાગ્યા સુધી જ બજારો ચાલુ રહેશે. વેપારીઓ એસોસિએશન ભેગા મળી સ્વૈસ્વછિક નિર્ણય લેવાયો છે. 

મહેસાણાઃ કોરોના સંક્રણને પગલે મહેસાણા (Mehsana) શહેર શનિવાર અને રવિવાર સ્વયંભુ બંધ (Self Lockdown) રહેશે. આ બે દિવસ વેપારીઓ સ્વયંમભુ બંધ રાખશે. આજે મહેસાણા શહેરના વેપારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસાણા શહેરના ટાઉનહોલ ખાતે બેઠક મળી હતી. 

પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ભાજપ જિલ્લા પ્રમુખ, સરકારી તંત્ર બેઠકમાં હાજર રહ્યા હતા. મહેસાણા શહેરના વિવિધ વેપારી એસોસિએશન પ્રમુખો , મંત્રી સભ્યો હાજર રહ્યા હતા. શહેરમાં ભરાતું ગુજરી બજાર રવિવારના રોજ બંધ રહેશે. સોમવારથી શહેરના બજારો સાંજે 6 વાગ્યા બાદ બંધ રહેશે. 31 તારીખ સુધી 6 વાગ્યા સુધી જ બજારો ચાલુ રહેશે. વેપારીઓ એસોસિએશન ભેગા મળી સ્વૈસ્વછિક નિર્ણય લેવાયો છે. 

ગુજરાતના આ ઔદ્યોગિક શહેરમાં શનિ અને રવિવારે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત

મોરબી જિલ્લામાં વધતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વેપારીઓ જાગૃત થયા છે. મોરબી ચેમ્બર્સ ઓફ કોમર્સે શનિ અને રવિવારે બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જિલ્લા ક્લેક્ટર સાથે ચેમ્બર્સ ઓફ કોમર્સની બેઠક મળી હતી જેમાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બેઠકમાં સિરામિક એસોસિએશન, સુગર એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન, કરીયાણા એસોસિએશન, મેડીકલ એસોસિએશન, પાન એસોસિએશન, કંદોઈ અને શાક માર્કેટ એસોસિએશન સહિતના તમામ એસોસિએશનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્ય છે કે, સોમથી શુક્રવાર બપોર બે વાગ્યા પછી ધંધા-રોજગાર સ્વૈચ્છિક બંધ રાખામાં આવશે. જ્યારે શનિ અને રવિવારે પણ બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

નોંધનીય છે કે, રાજ્યમાં ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં નવા રેકોર્ડ બ્રેક ચાર હજાર 21 પોઝિટીવ કેસ નોંધાયા છે. તો કોરોનાની સારવાર દરમિયાન 35 લોકોના મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા આઠ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં 62 ટકાના વધારા સાથે 20 હજાર 473 પર પહોંચી ગયો છે. જેમાંથી 182 લોકો વેન્ટિલેટર પર અને 20291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.44  ટકા છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 167 નવા કેસ નોંધાય રહ્યાં છે. 35 દર્દીઓના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક પણ ચાર હજાર 655 પર પહોંચી ગયો છે. ગઈકાલે  2197 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 3,07346 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 8,  રાજકોટમાં-2, રાજકોટ કોર્પોરેશન-2, વડોદરા કોર્પોરેશ-2, અમદાવાદ, અમેરલી, ભરૂચ,ભાવનગર, જામનગર, મહેસાણા અને વડોદરામાં 1-1 દર્દીના મોત સાથે કુલ 35 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંક વધીને 4655 પર પહોંચી ગયો છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 951,  સુરત કોર્પોરેશનમાં 723, રાજકોટ  કોર્પોરેશનમાં 427, વડોદરા કોર્પોરેશનમાં 379, સુરત 237, વડોદરા 111, જામનગર કોર્પોરેશન 104,  રાજકોટ 93, જામનગરમાં 99,  મહેસાણા-74, ભાવનગર કોર્પોરેશન-61, કચ્છ 41, ગાંધીનગર કોર્પોરેશન-39, જૂનાગઢ -39, ગાંધીનગર-38, જૂનાગઢન કોર્પોરેશન-38, મહિસાગર-38, મોરબી-37, ખેડા-29, પંચમહાલ-29, બનાસકાંઠા- 27, અમદાવાદ-26, ભરૂચ-26, દાહોદ-26, અમેરલી-24, ભાવનગર -23, સાબરકાંઠા-22, નર્મદા-21, આણંદ-20, વલસાડ-20, નવસારી-17, સુરેન્દ્રનગર-15, દેવભૂમિ દ્વારકા -11, ગીર સોમનાથ-11, ડાંગ-9 અને તાપીમાં 9 કેસ નોંધાયા હતાં. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 74,04,864 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 9,27,926 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ-83.32.840 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget