Mehsana: 'વિધાનસભામાં રજૂઆતો કરવા માટે ભાજપના ધારાસભ્યો અમને ચિઠ્ઠી આપી જાય છે'
Mehsana: મહેસાણાના ગોઝારિયામાં યોજાયેલા ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કલોલના કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર હાજર રહ્યા હતા
![Mehsana: 'વિધાનસભામાં રજૂઆતો કરવા માટે ભાજપના ધારાસભ્યો અમને ચિઠ્ઠી આપી જાય છે' Mehsana: A convention of the Thakor Samaj was held at Gozaria in Mehsana. Mehsana: 'વિધાનસભામાં રજૂઆતો કરવા માટે ભાજપના ધારાસભ્યો અમને ચિઠ્ઠી આપી જાય છે'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/7193eb3d294ddd7654dfe4ae4a6b8bcf170287231427874_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mehsana: મહેસાણાના ગોઝારિયામાં યોજાયેલા ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કલોલના કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર હાજર રહ્યા હતા. લોકોને સંબોધતા બળદેવજી ભાજપના ધારાસભ્યો પર પ્રહારો કર્યા હતા. તેમણે મતદારોને અપીલ કરી હતી કે આપણે પક્ષ નહી પરંતુ આપણા વચ્ચે રહેનાર ઉમેદવારને પસંદ કરવો જોઇએ.
તેમણે ભાજપના ધારાસભ્યો વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવી ન શકતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, વિધાનસભામાં ભાજપના ધારસભ્યો અમને ચિઠ્ઠી આપી જાય છે અને અમને કહે છે આ બોલોને અમારાથી બોલાતું નથી. તેમણે કહ્યું કે, 10 ભાજપ વાળા અમારી પાસે આવે અને ચિઠ્ઠી આપી કહે છે કે અમારાથી બોલાતું નથી. તેમણે વધુમાં કહ્યું કે, આજ સુધી તમારા મતોથી ચૂંટાયેલા ભાજપના વ્યક્તિએ સમાજની વાત કરી નથી અને અમે તો 17 જ છીએ, તમે 156 છો, કાંઇક કરો.
બળદેવજી ઠાકોરે કહ્યું કે ચૂંટણી આવે એટલે સમાજ યાદ આવતા હોય છે. આપણે પક્ષ નહિ આપણા વચ્ચે રહે તેવા ઉમેદવારને પસંદ કરવો જોઈએ. વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો અમને કેન્ટીનમાં આવી ચિઠ્ઠી આપી જાય છે. તે વિધાનસભામાં બોલી શકતા નથી એટલે મુદ્દો અમને ઉઠાવવા રજૂઆત કરે છે.
ડિસેમ્બર મહિનાની શરૂઆતમા ગુજરાત કૉંગ્રેસમાં નવી નિમણૂકો કરવામાં આવી હતી. AICC દ્વારા ગુજરાત કૉંગ્રેસ માટે ઇલેક્શન કમિટીની રચના કરવામાં આવી છે. આ સાથે જ 10 જિલ્લા કૉંગ્રેસ પ્રમુખના નામની પણ જાહેરાત કરી છે. ગુજરાત કૉંગ્રેસ ઇલેક્શન કમિટીમાં 40 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. ટીમ શક્તિસિંહ ગોહિલમાં ગુજરાત કૉંગ્રેસના 40 દિગ્ગજ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત કૉંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દિધી છે. લોકસભા ચૂંટણીને લઈ અત્યારથી જ તમામ તૈયારીઓ કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. 17 સભ્યોનો પોલિટિકલ અફેર કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કમિટીમાં દિગ્ગજ નેતાઓને મળ્યું સ્થાન
ઈલેક્શન કમિટીમાં નેતા વિપક્ષ, ધારાસભ્યો, પૂર્વ ધારસભ્યો, પૂર્વ પ્રમખો, સિનિયર નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, જિગ્નેશ મેવાણી, દિપક બાબરીયા, મધુસુદન મિસ્ત્રી, શૈલેષ પરમાર, લાલજી દેસાઈ, સીજે ચાવડા અને અનંત પટેલના નામનો સમાવેશ થાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)