શોધખોળ કરો

Mehsana : આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની ધરપકડ, જાણો શું છે ફરિયાદ?

મહેસાણા આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ ભગત પટેલની પોલીસે ધરપકડ કરી છે. ત્રિરંગા યાત્રા પહેલા બેનર લગાવા મુદ્દે  મનીષ બ્રહ્મભટ્ટને ધમકી આપવાં અને માર મારવા મુદ્દે ફરિયાદ નોધાઇ હતી.

મહેસાણાઃ મહેસાણા આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખની પોલીસે ધરપકડ કરી છે. જિલ્લા પ્રમુખ ભગત પટેલની પોલીસે ધરપકડ કરી છે. ત્રિરંગા યાત્રા પહેલા બેનર લગાવા મુદ્દે  મનીષ બ્રહ્મભટ્ટને ધમકી આપવાં અને માર મારવા મુદ્દે ફરિયાદ નોધાઇ હતી, જે કેસમાં ભગત પટેલની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની ધરપકડથી રાજકારણ ગરમાયું છે. 

Arvind Kejriwal Gujarat Visit: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીઓએ પ્રચાર પ્રસાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. એક બાદ એક મોટા નેતાઓ ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા દિલ્હીના સીએમ અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત આવશે. 26મી જૂનના રોજ કેજરીવાલ ગુજરાત આવશે અને ટાઉનહોલ કાર્યક્રમમાં હાજરી આપશે. વીજળીના મુદ્દે અમદાવાદમાં કાર્યક્રમ યોજાવાનો છે. નોંધનિય છે કે, ગુજરાત પહેલા શિક્ષણના મુદ્દે સવાલો ઉઠાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટી વીજળીને લઈને મેદાનમાં ઉતરશે.

ગુજરાત કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાને જીવના જોખમ બાદ અપાઈ સુરક્ષા ?
Bharatsinh Solanki:  કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પોતાના વ્યક્તિગત જીવનને લઈ હાલ વિવાદોમાં છે. થોડા દિવસો પહેલા ભરતસિંહ સોલંકીનો અન્ય યુવતી સાથેનો વીડિયો વાયરલ થયો હતો. ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો પર પહોંચ્યા હતા જ્યાં ભરતસિંહ અન્ય યુવતિ સાથે જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ત્યાં હાજર લોકોએ બનાવ્યો હતો જે ખુબ વાયરલ થયો હતો. જે બાદ તેમણે પ્રેસ કોન્ફન્સમાં આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી અને તેમના જીવને જોખમ હોવાનું જણાવ્યું હતું. જે બાદ ગૃહ વિભાગના નિર્દેશ અનુસાર ભરત સોલંકીને સુરક્ષા આપવામાં આવી હતી. આણંદ પોલીસે એક કમાન્ડોની સુરક્ષા આપી હતી.

પ્રેસ કોન્ફરન્સમાં શું બોલ્યા હતા ભરતસિંહ સોલંકી

ભરતસિંહ સોલંકીએ કહ્યું, છેલ્લા 7 મહિનાથી ગુજરાતની રાજનીતિ અને તેમાં વ્યક્તિગત કોન્ટ્રોવર્સી ચાલી છે. રોજબરોજ અસંખ્ય લોકોએ મને પૂછ્યું કે તમે કેમ કંઈ બોલતા નથી. 1992માં હું રાજકારણમાં આવ્યો. લોકો, કાર્યકરો અને હાઈકમાન્ડના આશીર્વાદ મળ્યા. 30 વર્ષનું મારું જાહેર જીવન છે, ક્યારેય કોઈ ભ્રષ્ટ્રાચારની વાત નથી થઈ. ચૂંટણી આવે ત્યારે કંઈ ને કઈ આવી જાય. રામ મંદિરના નિવેદન અંગે પણ કોન્ટ્રોવર્સી થઈ.  પુરો વિડિયો જુવો તો ખ્યાલ આવે કે મારો કહેવાનો આશય શું હતો. દરેક વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવે છે.

અમે હિન્દુ ધર્મના સાચા હિમાયતી અને રક્ષક છીએ. દરેક વાતને રાજકીય રંગ આપવામાં આવે છે. આ દેશમાં અનેક પરિવારોના લગ્ન જીવનમાં તકલીફો છે. લગ્ન થયા બાદ 15 વર્ષ સુધી કોઈ સંબંધ ન હોય, કોઈ જવાબદારીના કારણે હું ચૂપ રહ્યો હોય. આ દેશ સ્ત્રી દાક્ષણ્ય અને મમતાનો રહ્યો છે. જ્યારે મને કોરોના થયો હતો ત્યારે મારી પત્ની કહેતી હતી કે હું નહિ જીવું. મારા પિતાને ફોન કરીને કહ્યું હતું કે ભરત હવે નહિ જીવે. હું પથારીમાં હતો ત્યારે મને પૂછ્યું કે મારું શું, પ્રોપર્ટીનું શું તેમ પૂછતી હતી. હું ઑક્સિજન પર હતો ત્યારે તેઓ મારી પાસે પ્રોપર્ટી માગતી હતી.

હોસ્પિટલમાંથી ઘરે મને લઈ ગયા ત્યારે મારું ખાવાનું પણ બંધ કરી દીધું. મારે કોઈ બાળકો નથી, મારા મૃત્યુ બાદ મારી પત્નીને જ બધું મળે. મારી પત્નીનું લક્ષ માત્ર મારી પ્રોપર્ટી છે.  મારામાં ખાવામાં અને ચામાં કઈક નાખ્યાના દાખલા છે.  મારા જીવના જોખમ પર આવ્યું ત્યારે મે નોટિસ આપી. એમના સગા કાકાઓ પર પણ તેમણે પ્રોપર્ટીના દાવો કર્યા છે. દોરા- ધાગા કરવાવાળા પાસે જઈને પૂછતી કે આ ક્યારે મરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget