શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Chopper Crash:બોમ્બે હાઈ નજીક હેલિકોપ્ટર ક્રેશ થતા મહેસાણાના ઓએનજીસી ઓફિસરનું મોત

બોમ્બે હાઈ નજીક હેલિકોપ્ટર ક્રેશ થતા મહેસાણાના ઓએનજીસી ઓફિસરનું મોત થયું છે. મહેસાણાના મુકેશ કે પટેલ બોમ્બે હાઈમાં ફરજ બજાવતા હતા. તેઓ હેલિકોપ્ટરથી ફરજ સ્થળે જઈ રહ્યા હતા તે વખતે દુર્ઘટના ઘટી હતી.

ONGC Chopper Accident: બોમ્બે હાઈ નજીક હેલિકોપ્ટર ક્રેશ થતા મહેસાણાના ઓએનજીસી ઓફિસરનું મોત થયું છે. મહેસાણાના મુકેશ કે પટેલ બોમ્બે હાઈમાં ફરજ બજાવતા હતા. તેઓ હેલિકોપ્ટરથી ફરજ સ્થળે જઈ રહ્યા હતા તે વખતે દુર્ઘટના ઘટી હતી. આ અંગે વિગતે વાત કરીએ તો ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)નું હેલિકોપ્ટર 7 મુસાફરોને લઈને સાગર કિરણ રિગ ખાતે જઈ રહ્યું હતું. આ હેલિકોપ્ટરમાં સવાર 7 લોકોમાં 6 લોકો ONGCના કર્મચારીઓ હતા. આ દરમિયાન સાગર કિરણ રિગ ખાતે હેલિકોપ્ટરનું અરબ સાગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં કુલ 4 લોકોનાં મોત થયાં છે જેમાં 3 ONGCના કર્મચારીઓ અને એક અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે.  હેલિકોપ્ટર ક્રેશમાં 3 અધિકારી અને એક કેટરિંગ સ્ટાફનું મોત થયું છે. 3 પૈકી એક અધિકારી મહેસાણાના હતા.

દુર્ધટનામાં 4 લોકનાં મોતઃ
મહત્વનું છે કે, ONGCએ પવન હંસ સિકોર્સ્કી S-76ને લીઝ પર લીધું હતું. આ હેલિકોપ્ટરમાં ONGCના કર્મચારીઓને લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ફ્લોટર્સનો ઉપયોગ કરીને હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. મુંબઈથી 50 નોટીકલ માઈલ દુર દરિયામાં આ હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સાગર કિરણ રિગથી એક બોટ હેલિકોપ્ટરમાં સવાર લોકોનું રેસ્ક્યુ કરવા માટે આવી હતી. આ બોટમાં કેટલાક લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું જ્યારે 4 લોકોને નહોતા બચાવી શકાયા. 

અમદાવાદની કર્ણાવતી ક્લબ નજીક થાર કારે ટક્કર મારતા બે યુવકોના મોત
અમદાવાદ:  શહેરની કર્ણાવતી ક્લબ નજીક અકસ્માત થયો છે. થાર જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. કુલ 5 લોકો અકસ્માત કરી ભાગી ગયાની આશંકા છે. થાર કારે ટક્કર મારતા બાઇક પર સવાર બને યુવાનોના ઘટના સ્થળે મૃત્યુ થયા છે. હાલમાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી છે.

કોરોનાના નવા કેસનો આંકડો 500ની નજીક પહોંચ્યો
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે નવા કોરોનાના કેસનો આંકડો 500ની નજીક પહોંચી ગયો છે. આજે વધુ નવા 475 કેસ નોંધાયા છે. આજે 248 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 12,17,215 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.88 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 52,721 રસીના ડોઝ અપાયા હતા.

આજે ક્યાં કેટલા કેસ નોંધાયા?
રાજ્યમાં આજે નોંધાયેલા 475 કેસોમાં સૌથી વધુ એટલે કે લગભગ 45 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 211, સુરત કોર્પોરેશન 76, વડોદરા કોર્પોરેશન 35, ગાંધીનગર કોર્પોરેશન 9, જામનગર કોર્પોરેશન 17, મહેસાણામાં 14, નવસારી 12, વડોદરામાં 12, અમરેલીમાં 10, કચ્છમાં 8, ભરુચ, ગાંધીનગર અને વલસાડમાં 7-7 કેસ, અમદાવાદ, રાજકોટ શહેર અને જામનગરમાં 5-5 કેસ, બનાસકાંઠા, દ્વારકા અને ખેડામાં 4-4 કેસ, આણંદ, ભાવનગર કોર્પોરેશન, પાટણ, રાજકોટ અને સુરતમાં 3-3 કેસ, ગીરસોમનાથ, મહિસાગર અને સાબરકાંઠામાં 2-2 કેસ, પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી સારો નફો કેવી રીતે મેળવી શકો, રોકાણ કરવાની શું છે પૂરી પ્રોસેસ ? 
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી સારો નફો કેવી રીતે મેળવી શકો, રોકાણ કરવાની શું છે પૂરી પ્રોસેસ ? 
Pushpa 2 Advance Booking: 'પુષ્પા 2' ના ફેન્સ માટે સારા સમાચાર, આ દિવસે શરુ થશે ફિલ્મનું એડવાન્સ બુકિંગ 
Pushpa 2 Advance Booking: 'પુષ્પા 2' ના ફેન્સ માટે સારા સમાચાર, આ દિવસે શરુ થશે ફિલ્મનું એડવાન્સ બુકિંગ 
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Embed widget