Mehsana: મહિલા જ બની મહિલાની દુશ્મન, ફેક આઈડી બનાવીને કરી બીભત્સ પોસ્ટ
Mehsana News: મહિલાએ મહિલાને બદનામ કરવા ફેંક આઇડી બનાવ્યું હતું. ઇન્સ્ટાગ્રામ ફેંક આઇડી બનાવી અશોભનીય પોસ્ટ મૂકી હતી અને બીભત્સ લખાણ સાથે મહિલાના ફોટા વાયરલ કર્યા હતા.
Mehsana: મહેસાણા જિલ્લાના ખેરાલુમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલાએ મહિલાને બદનામ કરવા ફેંક આઇડી બનાવ્યું હતું. ઇન્સ્ટાગ્રામ ફેંક આઇડી બનાવી અશોભનીય પોસ્ટ મૂકી હતી અને બીભત્સ લખાણ સાથે મહિલાના ફોટા વાયરલ કર્યા હતા. જેને લઈ ખેરાલુની ગ્રીન તિરુપતિ સોસાયટીમાં રહેતી ક્રિષ્ના પંડિત નામની મહિલા સામે ફરિયાદ નોંધાઈ હતી. ભોગ બનનારી મહિલાના પતિએ ફરિયાદ નોંધાવી હતી.
સુરતમાં 3 હજારની ઈન્સ્ટન્ટ લોનના ચક્કરમાં વેપારીની પત્નીના ન્યૂડ ફોટો વાઈરલ
ટેક્નોલોજીનો વિકાસ જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ સાઈબ ગુનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં તમારું એકાઉન્ટ બંધ થશે, કેવાયસી અપલોડ કરવા, ઇ કોમર્સ ઉપર સસ્તા ભાવે સારા બ્રાન્ડના ઉપકરણોની ખરીદી માટે લલચામણી ઓફર, તમારું લાઈટ બીલ, મોબાઈલનું બીલ બાકી છે તેવા મેસેજ મૂકીને સાયબર ક્રાઇમ આચરાય છે. પોલીસે જાગૃતિને લગતા કાર્યક્રમ કર્યા બાદ હવે ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન મારફતે આપવા નવી સાયબર ફ્રોડ ટેકનિક અપનાવી છે. જેમાં લોનધારકે એકવાર લોન લીધી તો લોન ચૂકવ્યા છતાં ધમકીભર્યા મેસેજ અને લોકોને બદનામ કરી નાણાંની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.
સુરતના ડિંડોલી વિસ્તારમાં પણ આવી જ એક ઘટના બની છે જેમાં એક વેપારી ઈન્સ્ટન્ટ લોનના ચક્કરમાં સાઈબર ક્રાઈમનો ભોગ બન્યા છે. ડિંડોલીમાં રહેતા લુમ્સના પાર્ટસનો વેપાર કરતા વેપારીને ઇન્સ્ટન્ટ લોન લેવાનું ભારે પડ્યું. મળતી માહિતી મુજબ ડિંડોલી વિસ્તારમાં 3 હજારની ઈન્સ્ટન્ટ લોનના ચક્કરમાં વેપારીની પત્નીના ન્યૂડ ફોટો વાઈરલ કર્યા છે. ડિંડોલીના લુમ્સના પાટર્સના વેપારીએ એપથી લોન લીધી હતી. લોન લીધા બાદ અલગ-અલગ નંબરથી 13 લોકોએ ધમકી ભર્યા ફોન કર્યા હતા. 3 હજારની લોન સામે લોન એપ દ્વારા 1200 રૂપિયા કાપી લઇને 1800 અપાયા હતા. ત્યારબાદ આ રૂપિયા રિકવર કરવા માટે ગઠિયાએ વેપારી અને તેની પત્નીના ન્યુડ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ પત્નીના ફોટા વાઇરલ કર્યો હતો. ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ
Shani Jayanti 2023: આજે છે શનિ જયંતી, 7 અનાજ ચઢાવવાથી ઓછી થાય છે સાડાસાતીની અસર, જાણો પૂજા વિધિ