Mehsana : પ્રેમપ્રકરણમાં યુવકની છરીના ઘા મારીને બે યુવકોએ કરી નાંખી હત્યા, કોણ છે હત્યારા?
શુક્રવારે સાંજે જોટાણા તાલુકાના કટોસણ (ધનપુરા) ગામના અજિત(ઉ.વ.૧૮)ની શુક્રવારે સાંજે બે શખ્સોએ ગળા ઉપર તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાંખી હતી. પ્રેમ સબંધની અદાવતમાં હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે.
મહેસાણાઃ જોટાણાના કટોસણમાં યુવકની હત્યાનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાંખ્યો છે અને હત્યા કરનાર બે આરોપીઓને પણ પોલીસે ઝડપી લીધાં છે. હત્યા કર્યા બાદ ભાગવા જતા જોટાણા રોડ પરથી એસઓજી પોલીસે ઝડપી લીધાં છે. પ્રેમસંબંધમાં યુવાનને છરીના ઘા મારી હત્યા કરી હતી. શુક્રવારે હત્યા કરવામાં આવી હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગત શુક્રવારે સાંજે જોટાણા તાલુકાના કટોસણ (ધનપુરા) ગામના અજિત(ઉ.વ.૧૮)ની શુક્રવારે સાંજે બે શખ્સોએ ગળા ઉપર તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાંખી હતી. પ્રેમ સબંધની અદાવતમાં હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે. મહેસાણા SOGને ખાનગી માહિતી મળી હતી કે, કટોસણમાં યુવકની હત્યા કરી ફરાર થયેલા બે આરોપી ખાનગી વાહનમાં કટોસણથી જોટાણા થઈને મહેસાણા તરફ જઈ રહ્યા છે.
આ માહિતીને આધારે પોલીસે કટોસણથી જોટાણા તરફ જતા રસ્તાઓ પર કોર્ડન કર્યું હતું અને બંને આરોપી ઝાલા મહાવીરસિંહ ઉર્ફે અનુભા છનુભા અને બીજો આરોપી ઝાલા અજયસિંહ પ્રવીણસિંહ બચુભાને ઝડપી પાડ્યા હતા. અજીતસિંહ સંજુભા ઝાલાને ગામના જ બે શખ્સોએ શુક્રવાર સાંજે વિરસોડા રોડ ઉપર રેલવે ફાટક પાસેના મેદાનમાં લઈ જઈ ગળા ઉપર તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા.
હત્યા બાદ યુવકનો મોબાઇલ લૂંટી બંને ફરાર થઇ ગયા હતા. મૃતકની લાશનું જોટાણા સરકારી દવાખાનામાં પીએમ કરાવી પરિવારને સોંપવામાં આવી હતી. આ સમગ્ર મામલે મહેસાણા SOG પોલોસે બે આરોપીઓને ઝપડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Surat: ફિલ્મી સ્ટાઇલમાં હત્યાની ઘટનાથી ખળભળાટ, યુવતીના પ્રેમમાં યુવક હતો પાગલ
સુરત(Surat)ના ઉધના રેલવે વિસ્તારમાં ફિલ્મી સ્ટાઇલમાં હત્યાનો બનાવ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પરિણતાના પ્રેમમાં પાગલ પ્રેમીની હત્યા કરી નાંખી છે. બે મિત્રે બાઈક પર અપહરણ(Kidnap) કરી રેલેવ ટ્રેક પર લઈ જઈ હત્યા કરી નાંખી હતી. તેમજ હત્યા બાદ લાશને જમીનમાં ખાડો ખોદી દાંટી દીધી હતી.
જોકે, લાશ દાટવાની બાતમી મળતા રેલવે પોલીસે(Surat railway police) ખાડો ખોદી લાશ કાઢી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ખોડો ખોદતા સળગાવેલી હાલતમાં લાશ મળી આવી છે. બોડી ડિકમ્પોઝ થઈ ગયેલી છે, જેથી ઓળખવી મુશ્કેલ છે. ઓળખ માટે લાશનો DNA રિપોર્ટ કરાવવો પડશે. જોકે, પોલીસે ડિંડોલીનો અશોક મોરે ગુમ હતો, એની લાશ હોઇ શકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
પોલીસ તપાસમાં સીસીટીવીમાં બાઇક પર બે મિત્રો સાથે યુવક સીસીટીવીમાં દેખાતો હોવાથી પોલીસે આ આશંકા વ્યક્ત કરી છે. જોકે, પોલીસ તપાસ પછી વધુ માહિતી સામે આવશે.