Patan : દીકરીના લગ્ન માટે ટુવડ જતાં પરિવારને નડ્યો અકસ્માત, લગ્ન પહેલા જ યુવતી અને તેના ભાઈના મોતથી અરેરાટી
આ પરિવાર ગાંધીધામથી સમીના ટુવડ ગામેજતા અકસ્માત નડ્યો હતો. રાધનપુર સમી હાઈ વે પર બાસપા ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. શંખેશ્વર તાલુકાના ટુવડ ગામના કાંતીભાઈ ગંગારામ સોલંકીના પરિવારને અકસ્માત નડ્યો છે.
પાટણઃ સમી પાસે કાર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત યુવતી અને યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે પરિવારના અન્ય ત્રણ સભ્યો થયા ઘાયલ થયા છે. આ પરિવાર ગાંધીધામથી સમીના ટુવડ ગામે પોતાના વતન જતા અકસ્માત નડ્યો હતો. રાધનપુર સમી હાઈ વે પર બાસપા ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. શંખેશ્વર તાલુકાના ટુવડ ગામના કાંતીભાઈ ગંગારામ સોલંકીના પરિવારને અકસ્માત નડ્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, જાન લઈ જતી ખાનગી બસ અને ગાંધીધામથી પોતાની દીકરીના લગ્ન માટે વતન ટુવડ જતા પરિવારની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સમીના વરાણા ગામ પાસે કાર લક્ઝરી સાથે અથડાતા લગ્ન માટે આવતી યુવતી હેતલબેન સોલંકી અને તેનો ભાઇ નિકુંજનું મોત થયું છે. હેતલબેન સોલંકીના આગામી તારીખ ૧૦/૨/૨૨ ના રોજ લગ્ન હતાં અને લગ્ન માટે તે પોતાના વતન જતા હતા. આ પરિવાર નોકરી અર્થે ગાધીધામ રહે છે.
માહેશ્વરી ટ્રાવેલ્સની બસને અકસ્માત નડ્યો છે. કાર નંબર જીજે 12, એઇ-5304 નંબરની કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું પડીકું વળી ગયું હતું. જેસીબીની મદદથી કારની અંદર ફસાયેલા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. 108ની મદદથી ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કારમાંથી જે યુવતીના લગ્ન હતા, તેની કંકોત્રી પણ મળી આવી છે.
બનાસકાંઠામાં ઈકબાલગઢ હાઇવે પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે બાઈક સામસામે ટકરાતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે એક ઘાયલ થઈ હતી. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પોહોંચી હતી.
વલસાડ પોલીસની કડકાઈને કારણે દુલ્હા દુલ્હનને રાત વલસાડ શહેર પોલીસ સ્ટેશનમાં ગુજારવી પડી
વલસાડઃ રાત્રી કર્ફ્યું દરમિયાન દુલ્હા દુલ્હન સહીત જાનૈયાઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવાને મામલે તપાસના આદેશ છૂટ્યા છે. સમગ્ર પ્રકરણમાં વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાએ તપાસના આદેશ આપ્યા છે.ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારીને તપાસ કરવા નિર્દેશ આપ્યા છે. પોલીસ પબ્લિક વચ્ચે સંબંધો સુધરે એ માટે પોલીસ વડાએ ટ્વીટ કર્યું છે. તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરાશે.
વલસાડમાં રાત્રી કરફ્યુ ભંગમાં દુલ્હન તેમજ દુલ્હો પહોંચ્યા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રાજ્યમાં વધતા જતા કોરોના કેસ ઉપર નિયંત્રણ લાવવા રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યુ લાગુ કરાયો છે ત્યારે મહાનગરો સહિત 19 શહેરોમાં રાત્રી દરમ્યાન રાત્રી કરફ્યુ ની અમલવારી શરૂ. છેલ્લા બે દિવસથી વલસાડ તેમજ વાપી શહેરમાં પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ દરમ્યાન બની ઘટના.
લોકડાઉન ભંગના કેસમાં વલસાડ શહેર પોલીસે ઝડપી દુલ્હા દુલ્હન સહિત જાનૈયાઓને ઝડપી પાજ્યા હતા. દુલ્હા દુલ્હનને રાત વલસાડ શહેર પોલીસ સ્ટેશનમાં ગુજારવી પડી હતી. પોલીસે તમામને વલસાડ પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી છે. આજ રોજ વલસાડ જિલ્લા કલેકટરને વલસાડ વીડિયોગ્રાફર અને ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા રાત્રી કર્ફ્યુ દરમિયાન પોલીસ દ્વારા હેરાનગતિ કરવાને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લામાં કોરોનાના કેસ વધારો થતા સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ અમલમાં લાવવામાં આવ્યું છે જેને લઇને આ કરફ્યૂમાં પોલીસ દ્વારા હેરાનગતિ થતી હોવાને લઈને પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠયા છે. આજ રોજ વલસાડ જિલ્લા ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફર એસોસિએશન દ્વારા રાત્રિ કરફ્યુમાં જઈને વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે પોલીસ દ્વારા અન્ય સ્થળેથી કરફ્યુ વિસ્તારમાં પ્રવેશતા પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે જેમાં પોલીસ દ્વારા સાધન સામગ્રી જોયા બાદ પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી ટકોર કરે છે અને પૈસા પણ લેવામાં આવે છે.
પોલીસ દ્વારા માસ્ક દંડ ના નામે 1000 રૂપિયા લેવામાં આવે છે અને તુરંત બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું ફરમાન કરવામાં આવે છે જેને લઈને બીજા દિવસના ઓર્ડર પર આની સીધી અસર દેખાઈ છે. પોલીસ દ્વારા માનવીય અભિગમ દાખવવામાં નથી આવી રહ્યો હોવાનું એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું. તાત્કાલિક અસરથી પગલાં લેવાઈ એવી માંગ કરાઈ હતી.