(Source: ECI/ABP News/ABP Majha)
Patan : સમીના બાસપા પાસે જીપ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બાઇક સવાર 3નાં મોતથી અરેરાટી
બાઈક અને જીપ ગાડી વચ્ચે અકસ્માત થતાં બાઈક સવાર ત્રણના મોત નીપજ્યા છે. કનીજ ગામના બે અને એક વારાહીના ઉંદરગઢા ગામના યુવક સહીત ત્રણના મોત નીપજ્યા છે.
પાટણઃ સમીના બાસપા પાસે અકસ્માતમાં ત્રણના મોત નીપજ્યા છે. બાઈક અને જીપ ગાડી વચ્ચે અકસ્માત થતાં બાઈક સવાર ત્રણના મોત નીપજ્યા છે. કનીજ ગામના બે અને એક વારાહીના ઉંદરગઢા ગામના યુવક સહીત ત્રણના મોત નીપજ્યા છે. મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી છે. સમી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર હવામાન વિભાગ તરફથી આવી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 30 નવેમ્બરે દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેંદ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો એક ડિસેમ્બરે આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, તાપી, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
તો બીજી ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ડાંગ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
ગુજરાતમાં ઠંડી
અમદાવાદ અને વડોદરામાં ઠંડીનો પારો 16.6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. અમરેલીમાં ઠંડીનો પારો 17.1 ડિગ્રી સુધી પહોંચ્યો છે. તો સુરેંદ્રનગરમાં ઠંડીનો પારો 17.5 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. પોરબંદર અને ડીસામાં ઠંડીનો પારો 17.6 ડિગ્રી સુધી પહોંચ્યો છે. તો ભાવનગરમાં ઠંડીનો પારો 17.7 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.
ભાવનગરમાં ઠંડીનો પારો 17.7 ડિગ્રી પર પહોંચ્યો છે. તો કેશોદમાં ઠંડીનો પારો 18 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. વલ્લભવિદ્યાનગરમાં ઠડીનો પારો 18.2 ડિગ્રી સુધી પહોંચ્યો છે. ભૂજમાં ઠંડીનો પારો 19.4 ડિગ્રી પર પહોંચ્યો છે. દમણમાં ઠંડીનો પારો 19.6 ડિગ્રી પર પહોંચ્યો છે. રાજકોટમાં ઠંડીનો પારો 19.7 ડિગ્રી તો સુરતમાં ઠંડીનો પારો 20.8 ડિગ્રી પર પહોંચી ગયો છે.