શોધખોળ કરો
Advertisement
ઉત્તર ગુજરાતમાં કોરોનાએ માથું ઉંચક્યુંઃ બપોરે 12.30 વાગ્યા સુધીમાં જ આ બે જિલ્લામાં નોંધાયા કુલ 30 કેસ
આજે બપોર સુધીમાં જ બંને જિલ્લામાં 15-15 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ગઈ કાલે પણ મહેસાણામાં 10 અને બનાસકાંઠામાં 12 કેસ નોંધાયા હતા.
મહેસાણાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને બનાસકાંઠામાં કોરોનાએ માથું ઉંચક્યું છે. આજે બપોર સુધીમાં જ બંને જિલ્લામાં 15-15 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ગઈ કાલે પણ મહેસાણામાં 10 અને બનાસકાંઠામાં 12 કેસ નોંધાયા હતા.
આજે મહેસાણા જિલ્લામાં કોરોનાના વધુ ૧૫ કેસ નોંધાયા છે. મહેસાણા, કડી અને વિસનગરમાં કોરોનાના કેસો નોંધાયા છે. આજના દિવસે ૧૫થી વધુ કેસો આવતા તંત્ર દોડતું થયું છે. આજે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના વધુ ૧૫ કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ કેરોનાના કેસોની સંખ્યા 237 થઈ છે. અત્યાર સુધી જિલ્લામાં ૧૩ લોકોના મોત થયા છે. છેલ્લા ત્રણ દિવસમાં જિલ્લામાં ૪૩ નવા કેસ નોંધાયા છે.
આમ છેલ્લા બે દિવસમાં મહેસાણામાં કુલ 25 કેસ નોંધાયા છે, જ્યાર બનાસકાંઠામાં બે દિવસમાં 25 કેસ નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
દુનિયા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion