શોધખોળ કરો
Advertisement
ગુજરાતની કઈ APMCમાં ઇતિહાસમાં પહેલીવાર યોજાશે ચૂંટણી? કયા દિગ્ગજ નેતા માટે બની શકે પ્રતિષ્ઠાનો સવાલ?
આ ચૂંટણી પૂર્વ ગૃહ મંત્રીની પ્રતિષ્ઠાનો સવાલ બની શકે છે. ખેડૂત વિભાગમાં 313 મતદાર અને વેપારી વિભાગ માં 59 મતદાર મતદાન કરશે.
મહેસાણાઃ બહુચરાજી એપીએમસીમાં આજે ચૂંટણી યોજાવાની છે. વર્તમાન ચેરમેન સામે રજની પટેલ ચૂંટણી લડી રહ્યા છે. એપીએમસીના ઇતિહાસમાં પ્રથમ વખત આજે ચૂંટણી થશે. રજની પટેલ અને વર્તમાન ચેરમેન વચ્ચે ચૂંટણી જંગ જામશે.
આ ચૂંટણી પૂર્વ ગૃહ મંત્રીની પ્રતિષ્ઠાનો સવાલ બની શકે છે. ખેડૂત વિભાગમાં 313 મતદાર અને વેપારી વિભાગ માં 59 મતદાર મતદાન કરશે. સવારે 9થી સાંજે 5 કલાક સુધી મતદાન થશે.
આજે થનારી ચૂંટણી પહેલા ગઈ કાલે વર્તમાન ચેરમેનના જૂથ દ્વારા મોકપોલ કરાયું હતું. બહુચરાજી ઉમિયા વાડી ખાતે મોકપોલ કરાયું હતું.. વર્તમાન ચેરમેન દ્વારા મતદારનો કેમ્પ મોકલવામાં આવ્યો છે. 229 મતદાર પૈકી 113 મતદાર કેમ્પમાં છે, તો સામે બાજુ રજની પટેલ જૂથ દ્વારા પણ એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. બહુચરાજી એપીએમસીની ચૂંટણીનો જંગ રસાકસી ભર્યો રહેવાની સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion