શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઉત્તર ગુજરાતના આ જિલ્લાની ચિંતામાં સતત વધારો, એક સાથે નવા 6 કોરોનાના કેસ નોંધાયા, જાણો વિગત
ગઈ કાલે પણ પાટણમાં કોરોનાના 20 કેસ નોંધાયા હતા. તેમજ ગત અઠવાડિયાની વાત કરીએ તો 24મી જૂનથી 30મી જૂન દરમિયાન કોરોનાના કુલ 52 કેસ પાટણ જિલ્લામાં નોંધાયા છે.
પાટણઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે પાટણ જિલ્લામાં કોરોનાના નવા છ કેસ નોંધાતા લોકોમાં ભય ફેલાયો છે. 5 પુરુષ અને એક મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે.
પાટણની અંબિકાનગર સોસાયટીના 49 વર્ષના પુરુષ, જીણી રેત પોળની 60 વર્ષની મહિલા, સિદ્ધપુર શક્તિનગર સોસાયટીના 37 વર્ષના યુવક અને સાંતલપુરના વારાહીની શિવમ સોસાયટીના 61 વર્ષના પુરુષ, હારીજની જલારામ પાર્ક સોસાયટીના 65 વર્ષના પુરુષ અને રાધનપુરના કંસારાવાસના 25 વર્ષના યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે.
નોંધનીય છે કે, ગઈ કાલે પણ પાટણમાં કોરોનાના 20 કેસ નોંધાયા હતા. તેમજ ગત અઠવાડિયાની વાત કરીએ તો 24મી જૂનથી 30મી જૂન દરમિયાન કોરોનાના કુલ 52 કેસ પાટણ જિલ્લામાં નોંધાયા છે. પાટણ જિલ્લામાં આજે વધુ 6 કેસ સાથે બેવડી સદી વટાવી કુલ કેસ 205 પર પહોંચ્યા છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 22 લોકોના કોરોનાથી મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion