Temple Rule: ફાટેલું જિન્સ, સ્કર્ટ પહેરનારે આ મંદિરમાં નહી મળે પ્રવેશ, આ 4 પાવન ધામ માટે ઘડાયા નિયમો
મહારાષ્ટ્રના નાગપુરમાં મંદિરોમાં પ્રવેશ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નાગપુરના ચાર મુખ્ય મંદિરોના વહીવટીતંત્ર દ્વારા આ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
Maharashtra Temple Rule: મહારાષ્ટ્રના નાગપુરમાં મંદિરોમાં પ્રવેશ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નાગપુરના ચાર મુખ્ય મંદિરોના વહીવટીતંત્ર દ્વારા આ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના નાગપુર સ્થિત ચાર મુખ્ય મંદિરોમાં ભક્તોના પ્રવેશને લઈને નવા નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમ હેઠળ, તેઓએ એવા કપડાં પહેરવા પડશે જે શરીરને સંપૂર્ણ કવર કરે. તેમજ જો કોઈ અંગ પ્રદર્શન કરતા વસ્ત્રો પહેરેલુ જોવા મળશે તો તેને મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવશે. મહારાષ્ટ્ર ટેમ્પલ ફેડરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફેડરેશનનું કહેવું છે કે, કોઈપણ મહિલા કે પુરુષ એવા કપડાં પહેરીને આવી શકે નહીં. તેનાથી મંદિરની ગરિમાને અસર થાય છે અને આ આપણી ભારતીય સંસ્કૃતિ પણ નથી
આ નિર્ણય પછી, નાગપુરના ચાર મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે અને અહીં અંગપ્રદર્શન કરતા કપડાં પહેરીને આવતા ભક્તોના પર પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મંદિરોના દરવાજા પાસે મુકવામાં આવેલા માહિતી બોર્ડમાં મંદિર પ્રવેશ અંગેના નિયમો સ્પષ્ટ રીતે લખવામાં આવ્યા છે.જેમાં એવું લખવામાં આવ્યું છે કે કોઈ પણ ભક્ત અંગ પ્રદર્શન કરતા વસ્ત્રો જેમ કે ફાટેલા જીન્સ અને સ્કર્ટ જેવા આઉટફિટ નહી પહેરી શકે, મંદિરમાં પ્રવેશ એ લોકોને જ મળશે કે, જેમના સંપૂર્ણ ભારતીય સંસ્કૃતને અનુરૂપ પોષાક ધારણ કર્યાં હશે.
એનસીપીએ કર્યો વિરોધ
- ધનટોલી સ્થિત ગોપાલ કૃષ્ણ મંદિર
- કોંહોલીબાર વિસ્તારનું બૃહસ્પતિ મંદિર
- હિલટોપમાં સ્થિત દુર્ગા મંદિર
- સંકટ મોચન પંચમુખી હનુમાન મંદિર, બેલોરી
જે રીતે હાલમાં ચાર મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે, તેવી જ રીતે મહારાષ્ટ્ર ટેમ્પલ ફેડરેશન નાગપુર સહિત મહારાષ્ટ્રના લગભગ 300 મંદિરોમાં આ નિયમ લાગુ કરવાની યોજના બનાવી રહી છે આ માટે પ્રયાસો ચાલુ છે. હવે મહારાષ્ટ્ર ટેમ્પલ ફેડરેશનના નિર્ણય પર રાજકારણ પણ થવા લાગ્યું છે. કોંગ્રેસના વિરોધ પક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ મહાસંગે પણ આ નિયમનો વિરોધ કર્યો છે.
હરિયાણાનાં CM 4 કલાક સુધી પોતાના જ ઘરમાં રહ્યાં બંધ, જાણો શું છે સમગ્ર ઘટના
હરિયાણા:આશ્વાસન આપતાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે હવે તેઓ બંને ગામોની શક્યતાનો રિપોર્ટ મેળવશે. જે ગામનો રિપોર્ટ સાચો હશે તેને જ ઉપ-તાલુકો બનાવવામાં આવશે.
હરિયાળાના મુખ્યમંત્રી મનહર ખટ્ટરના મહેન્દ્રગઢ જિલ્લામાં જન સંવાદ કાર્યક્રમનો છેલ્લો દિવસ હતો. મુખ્યમંત્રીના લોક સંવાદ કાર્યક્રમમાં ફરી એકવાર હોબાળો થયો હતો. સિહમા ગામને ઉપ તાલુકાનો દરજ્જો આપવાની જાહેરાત બાદ આ બધો હંગામો થયો હતો. આ વાતની જાણ ડોગડા આહીર ગામના લોકોને થતાં જ તેઓનો રોષ ફાટી નીકળ્યો હતો અને રસ્તા પર આવી ગયા હતા. રોષે ભરાયેલા ગ્રામજનોએ મુખ્યમંત્રીના ઘેરાવની જાહેરાત કરી હતી. ગામના લોકોએ કહ્યું કે તેમનું ગામ ડોગડા આહીર સિંહ કરતાં મોટું છે, તેથી તેને પણ ઉપ તાલુકાનો દરજ્જો આપવો જોઇએ. સીએમ ખટ્ટર ડોગડા આહીર ગામમાં જ રોકાયા હતા. ગ્રામજનોએ રાત્રે જ મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. સીએમ જ્યાં રોકાયા હતા ત્યાં આખું ગામ એકત્ર થઈ ગયું. આ સ્થિતિમાં સીએમ ખટ્ટરને લગભગ 4 કલાક સુધી નજરકેદ રાખવામાં આવ્યા હતા.
જ્યારે તે વિસ્તારના ધારાસભ્યો ગ્રામજનોને સમજાવવા આવ્યા તો તેઓએ પણ તેમનો ઉગ્ર વિરોધ કર્યો. ધારાસભ્યો નિરાશ થઈને પરત ફર્યા હતા. વિરોધ જોઈને મુખ્યમંત્રી મનોહર લાલાએ ડોગડા આહીરના લોકોને વાતચીત માટે બોલાવ્યા. જેમાં તેમણે ઉપ-તાલુકા માટેના ગામોના ફિઝિબિલિટી રિપોર્ટ માટે અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જ્યારે પણ એટલી વિધાનસભામાં જનસંવાદનો કાર્યક્રમ હશે ત્યારે તેઓ તેની જાહેરાત કરશે.
મુખ્યમંત્રીએ આપ્યું આશ્વાસન