શોધખોળ કરો

Rajkot: સોની બજારમાંથી 1467 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ સામે આવ્યું, જાણો વધુ વિગતો 

રાજકોટમાં અત્યાર સુધીનું સૌથી મોટું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું છે.  સોની બજારમાં DGGI(Directorate General of GST Intelligence)દ્વારા દરોડા કરી સોથી મોટા કોભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

રાજકોટ:  રાજકોટમાં અત્યાર સુધીનું સૌથી મોટું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું છે.  સોની બજારમાં DGGI(Directorate General of GST Intelligence)દ્વારા દરોડા કરી સોથી મોટા કોભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.  1467 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું છે.  રાજકોટના આસ્થા ટ્રેડરના હિતેશ લોધિયાની ધરપકડ કરવામાં આવી છે. સોનાના ખોટા બિલો ફાડી ૩ ટકા GSTની ચોરી કરવામાં આવી છે.  44 જુદા-જુદા વેપારીઓના બિલો પાસ ઓન કર્યા હતા. 

સોની બજારમાં બિલો લેનાર તમામ વેપારીઓ સંકજામાં આવશે. માત્ર રાજકોટ નહિ સૌરાષ્ટ્રભરમાં બિલો આપ્યા હતા. આવકવેરા વિભાગ જરૂર પડે તો ED ને જાણ કરશે.  મસમોટા બિલિંગ કૌભાંડમાં 44 કરોડની ITC બહાર આવી છે.  આસ્થા ટ્રેડિંગ કંપનીના બોગસ બિલિંગ ઝડપાયા છે.  વેપારી હિતેશ લોઢીયાને ઝડપી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.  DGGI દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન મોબાઈલ ,લેપટોપ,તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણ કબજે લેવામાં આવ્યા છે.  

રાજ્યના 9 શહેરોમાં GST વિભાગના દરોડા 

રાજ્યના નવ શહેરોમાં GST વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે.  25 વેપારીઓને ત્યાં GST વિભાગે દરોડા પાડ્યા છે. 46 સ્થળ પર તપાસ હાથ ધરીને કુલ 4 કરોડની કરચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.  GSTનું રજિસ્ટ્રેશન લીધા બાદ ટર્ન ઓવર છુપાવીને ગેરકાયદે રીતે કોમ્પોઝિસન સ્કીમનો લાભ લઈ રહેલા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. 

કોમ્પોઝિસન સ્કીમમાં જોડાયા બાદ વેપારીઓ અન્ય મોડસ ઓપરેન્ડીના સહારે GST ચોરી કરવામાં આવતું હોવાને ધ્યાનમાં આવ્યુ હતું. એટલું જ નહીં અનેક વેપારીઓએ GSTનું રજિસ્ટ્રેશન મેળવવું ફરજિયાત છે. તેમ છતા કોઈ રજિસ્ટ્રેશન મેળવ્યું નથી. 

જ્યારે કેટલાક વેપારીઓને વેરાશાખ મળવા પાત્ર ન હોવા છતા GST ન ભરવો પડે તે માટે વેરાશાખ લઈ રહ્યા છે. જેમાં ગ્રાહકોને સીધો માલ આપતા વેપારીઓનો સમાવેશ થાય છે. મોબાઈલ એસેસરીઝ,રેડી ટુ ઈટ ફૂટ, કોસ્મેસ્ટિક, હેર ટ્રાંસપ્લાટં સર્વિસસ સાથે જોડાયેલા વેપારીઓને ત્યાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  જો કે હજુ પણ કરચોરીનો આંક વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. 

અલગ-અલગ જિલ્લાઓમાં 25 વેપારીઓના 46 સ્થળો ખાતે દરોડા પડતા પ્રાથમિક તપાસમાં આવા વ્યવહારો ઉપર અત્યાર સુધીમાં કુલ 4 કરોડની કરચોરી ધ્યાને આવી છે. GST વિભાગે કરેલી તપાસમાં B2C સેગમેન્ટ એટલે કે મોટાભાગે સીધા ઉપભોકતાઓને માલ -સેવા પુરી પાડતા વિવિધ સેકટરના વેપારીઓ કરચોરી કરતા પકડાયા છે. GST વિભાગ દ્વારા વિવિધ સેક્ટરોમાં હાલમાં ટ્રેડ પ્રેકટીસનો અભ્યાસ કરવામાં આવે છે. જેના આધારે વેપારીઓ દ્વારા કરચોરી કરવા અપનાવાતી વિવિધ મોડસ ઓપરેન્ડી શોધી કાઢી આવા ટેક્ષ પેયરોનું સીસ્ટમ આધારીત ટેક્ષ પ્રોફાઇલીંગ કરવામાં આવે છે. આ તપાસ દરમ્યાન ધ્યાને આવ્યું છે કે B2C સેગમેન્ટમાં અમુક વેપારીઓ જીએસટી રજીસ્ટ્રેશન મેળવ્યા બાદ ટર્નઓવર છુપાવી ગેરકાયદેસર રીતે કમ્પોઝીશન સ્કીમનો લાભ લઇ અથવા તે સિવાય પણ કરચોરી કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: સિહોરમાં જઘન્ય હત્યાકાંડ, વૃદ્ધ મહિલાના બંને પગ કાપીને ચાંદીના કડાં લઈ ગયા બદમાશો
Crime News: સિહોરમાં જઘન્ય હત્યાકાંડ, વૃદ્ધ મહિલાના બંને પગ કાપીને ચાંદીના કડાં લઈ ગયા બદમાશો
Vav bypoll 2024: વાવ ચૂંટણીમાં ભાજપમાં ભડકો, લાલજી પટેલનો દાવો - 98 ટકા ચૌધરી મત માવજીભાઈને મળશે
વાવ ચૂંટણીમાં ભાજપમાં ભડકો, લાલજી પટેલનો દાવો - 98 ટકા ચૌધરી મત માવજીભાઈને મળશે
Vav assembly by-election 2024: અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું -
અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું - "17 ધારાસભ્યો 156 ઉપર ભારે પડે છે"
IND vs SA 2nd T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી મેચ, હવામાન પિચ રિપોર્ટ સહિત A to Z સુધી બધું જાણો
IND vs SA 2nd T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી મેચ, હવામાન પિચ રિપોર્ટ સહિત A to Z સુધી બધું જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Crime News : ગુજરાતમાં એક જ દિવસમાં 5 હત્યાથી ખળભળાટHun To Bolish: હું તો બોલીશ : વાવમાં વાવાઝોડુંHun To Bolish: હું તો બોલીશ : સ્વાધ્યાયપોથી કે ભ્રષ્ટાચારની પસ્તી?Ambaji Accident News | અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર એક ભયાનક ત્રિપલ અકસ્માત,  28થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: સિહોરમાં જઘન્ય હત્યાકાંડ, વૃદ્ધ મહિલાના બંને પગ કાપીને ચાંદીના કડાં લઈ ગયા બદમાશો
Crime News: સિહોરમાં જઘન્ય હત્યાકાંડ, વૃદ્ધ મહિલાના બંને પગ કાપીને ચાંદીના કડાં લઈ ગયા બદમાશો
Vav bypoll 2024: વાવ ચૂંટણીમાં ભાજપમાં ભડકો, લાલજી પટેલનો દાવો - 98 ટકા ચૌધરી મત માવજીભાઈને મળશે
વાવ ચૂંટણીમાં ભાજપમાં ભડકો, લાલજી પટેલનો દાવો - 98 ટકા ચૌધરી મત માવજીભાઈને મળશે
Vav assembly by-election 2024: અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું -
અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું - "17 ધારાસભ્યો 156 ઉપર ભારે પડે છે"
IND vs SA 2nd T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી મેચ, હવામાન પિચ રિપોર્ટ સહિત A to Z સુધી બધું જાણો
IND vs SA 2nd T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી મેચ, હવામાન પિચ રિપોર્ટ સહિત A to Z સુધી બધું જાણો
Crime News: ગુજરાતમાં એક જ દિવસમાં 5 હત્યાથી ખળભળાટ: પૂર્વ પત્નીની હત્યા કરી પતિ પોલીસને શરણે
Crime News: ગુજરાતમાં એક જ દિવસમાં 5 હત્યાથી ખળભળાટ: પૂર્વ પત્નીની હત્યા કરી પતિ પોલીસને શરણે
પુતિન રશિયામાં બનાવશે 'સેક્સ મંત્રાલય', શા માટે આવું મંત્રાલય બનાવવા માગે છે? જાણો તેની પાછળનું કારણ
પુતિન રશિયામાં બનાવશે 'સેક્સ મંત્રાલય', શા માટે આવું મંત્રાલય બનાવવા માગે છે? જાણો તેની પાછળનું કારણ
Ambaji Banaskantha accident: અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટી પર ત્રિપલ અકસ્માત, 32 ઘાયલ
અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટી પર ત્રિપલ અકસ્માત, 32 ઘાયલ
IPL 2025 Mega Auction: આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી સ્ટાર્ક પર ફરી થશે રૂપિયાનો વરસાદ, આ 3 ટીમો લગાવી શકે છે મોટો દાવ
આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી સ્ટાર્ક પર ફરી થશે રૂપિયાનો વરસાદ, આ 3 ટીમો લગાવી શકે છે મોટો દાવ
Embed widget