પૂર્વ કલેક્ટર કે.રાજેશની CBIએ કરી ધરપકડ, 2 હજાર કરોડના જમીન કૌભાંડનો રેલો IAS અધિકારી સુધી પહોંચશે
પૂર્વ કલેક્ટર કે.રાજેશની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત સહ આરોપી રફીક મેમણના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વચેટીયાઓ મારફત જંગી પ્રમાણમાં લાંચ મેળવી હોવાનું સીબીઆઇનું તારણ છે.
સુરેન્દ્રનગર: પૂર્વ કલેક્ટર કે.રાજેશની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત સહ આરોપી રફીક મેમણના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર ઉપરાંત ગાંધીનગર, સુરત અને તેમના વતન આંધ્ર પ્રદેશમાં પણ એક સાથે સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. વચેટીયાઓ મારફત જંગી પ્રમાણમાં લાંચ મેળવી હોવાનું સીબીઆઇનું તારણ છે. બામણબોરમાં બે હજાર કરોડના જમીન કૌભાંડનો રેલો કે. રાજેશ સુધી પહોંચશે.
ભ્રષ્ટાચારી IAS કે.રાજેશના ખાસ ગણાતા રફિક મેમણના CBI કોર્ટે એક દિવસના રિમાન્ડ મજૂર કર્યા
AHMEDABAD : સુરેંદ્રનગરના પૂર્વ કલેકટર IAS અધિકારી કે. રાજેશને ત્યાં CBIએ દરોડા પડી મોટી કાર્યવાહી કરી છે. લાંચ અને ખોટી રીતે લાભ કરાવવા મુદ્દે કેંદ્રીય એજંસીઓએ આ કાર્યવાહી કરી છે. આ કેસમાં CBIએ ભ્રષ્ટાચારી IAS કે.રાજેશના ખાસ ગણાતા રફિક મેમણને સુરતથી દબોચ્યો હતો. આ રફીક મેમણને CBI સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. CBIએ રફીક મેમણના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા,પણ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
IAS કે.રાજેશ પર CBIના દરોડા
સુરેંદ્રનગરના પૂર્વ કલેકટર IAS અધિકારી કે. રાજેશને ત્યાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે. આઈએએસ જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. દિલ્હીની CBI ટીમે દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. નોંધનિય છે કે, કે. રાજેશ સુરેન્દ્રનગર કલેક્ટર રહી ચૂક્યા છે. આ દરોડા મોડી રાતે પાડવામાં પાડવામાં આવ્યા હતા. આંધ્રપ્રદેશના વતની અને વર્ષ 2011ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે કે. રાજેશ. આ કાર્યવાહી ગાંધીનગર, સુરત અને સુરેન્દ્રનગરમાં કરવામાં આવી છે. આ ઉપરાંત બંદૂક લાયસન્સ માટે મંજૂરી આપવામાં પણ લાંચ લીધી હોવાનો આરોપ આઈએએસ ઉપર લગાવવામાં આવ્યો છે.
બંદૂક લાયસન્સ માટે પાંચ લાખની લાંચ
IAS અધિકારી કે. રાજેશ પર બંદૂક લાયસન્સ માટે પાંચ લાખની લાંચ માંગવાના આરોપ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પાંચ લાખમાંથી ચાર લાખ રોકડા તેમજ એક લાખ ચેક દ્વારા લેવામાં આવતા હતા.
જમીન પચાવી પાડવા મુદ્દે 2 શખ્સો 6 જિલ્લામાંથી તડીપાર
જમીન પચાવી પાડવાના કેસમાં બોટાદ પોલીસે મોટી કારયુવાહી કરી છે. જમીન પચાવી પાડવા મુદ્દે બોટાદ પોલીસે બે શખ્સોને બોટાદ સહિત 6 જિલ્લામાંથી તડીપાર કર્યા છે. બોટાદ પોલીસે વલુંભાઈ બોળીયા અને રાણાભાઈ બોળીયાનામના બે ભાઈઓને બોટાદ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ અને રાજકોટમાંથી તડીપાર કર્યા છે. આ બંને વિરુદ્ધ જમીન પચાવી પાડવાના અલગ અલગ કેસો નોંધાયેલા છે.