શોધખોળ કરો

રાજકોટ: જસદણમાં વ્યાજખોરના ત્રાસથી પિતા-પુત્રએ ઝેરી દવા પી આત્મહત્યા કરી

વ્યાજખોરોના ત્રાસના કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવતા હોય છે ત્યારે ફરી એક વખત રાજકોટ જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી બે જીવન દીપ બુઝાઈ ગયા છે.

રાજકોટ:  વ્યાજખોરોના ત્રાસના કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવતા હોય છે ત્યારે ફરી એક વખત રાજકોટ જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી બે જીવન દીપ બુઝાઈ ગયા છે. ગઈ કાલે જસદણમાં કથિત વ્યાજ ખોરોના ત્રાસથી પિતા-પુત્ર એ આત્મહત્યા કરી લીધી છે. રાજકોટના જસદણમાં વ્યાજખોરના ત્રાસથી પિતા- પુત્રએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે.  મૃતકના પુત્રના પુત્રએ પોલીસ સમક્ષ કહ્યું કે છેલ્લા એક માસથી વ્યાજખોરોનો સતત ત્રાસ હતો.  ગઈકાલે તેના કાકાનો ફોન આવ્યો હતો જેમાં મૃતકે ફોન કરી છેલ્લા રામ-રામ કર્યા હતા.  ત્યારબાદ નદીના પુલ નીચે જઈ પિતા- પુત્રએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી.

ઝેરી દવા પી લેતા પિતા રમેશભાઈ બડમલિયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.  જ્યારે તેના પુત્ર સતિષભાઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પિતા- પુત્રએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

જસદણના શ્રીનાથજી ચોકમાં રહેતા અને કોલેજીયન હેર આર્ટના નામે સલૂનનો ધંધો કરતા રમેશભાઈ દેસાભાઈ બડમલીયા અને તેનો પુત્ર સતીષ બપોરના ત્રણ વાગ્યા આસપાસ બાઈક લઈને ઘરેથી નીકળી ગયા હતા. બાદમાં બન્ને પિતા-પુત્રે સાથે તાલુકાના કોઠી ગામ નજીક એક નાળા નીચે જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.  આ ઘટનાની જાણ થયા બાદ પરિવારજનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યાં પિતા-પુત્ર ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  જોકે પિતા રમેશભાઈ બડમલીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેમના પુત્ર સતીશને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ અહીં  સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.  મૃતક રમેશભાઈ બાડમલીયાના પુત્રનું કહેવું છે કે તેમના પિતા અને ભાઈએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હતી એક મહિનાથી તેમના પરિવારજનો પર વ્યાજખોરોનો ત્રાસ હતો. 

વ્યાજના વિષચક્રમાં અનેક પરિવારજનો એ પોતાના સ્વજનો ગુમાવ્યા છે.  આ મામલે સરકાર દ્વારા પણ કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે જોકે કાયદાઓ માત્ર કાગળ પર જ રહી જતા હોય છે અને વ્યાજખોરો બેખોફ બનીને તેમના વ્યાજખોરીનો ધંધો ચલાવતા હોય છે.  ત્યારે ફરી એક વખત વ્યાજખોરો સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Embed widget