શોધખોળ કરો

Gujarat Rain: વેરી તળાવ ઓવરફલો નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ,અનેક નદીઓ બની ગાંડીતુર

Gujarat Rain: રાજકોટ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લાના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.

Gujarat Rain: રાજકોટ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લાના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. તો બીજી તરફ  ગોંડલ શહેર અને પંથકમાં બપોર બાદ 3 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે ગોંડલ શહેરનો વેરી તળાવ ઓવરફ્લો થયો હતો.

જે બાદ વેરી તળાવની નીચે આવેલ આશાપુરા ડેમ,સેતુબંધ ડેમ અને ગોંડલી નદી બે કાંઠે જોવા મળી હતી. ગોંડલ શહેરની નદીઓમાં ભારે પુર જોવા મળી રહ્યું છે. ખેતરોમાં પણ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેતરોના પાળા તૂટ્યા હતા. ગોંડલ ગામ પાસેનો વેરી ડેમ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વેરી તળાવ નીચે આવતા ગોંડલ તાલુકાના ગોંડલ,કંટોલિયા, વોરા કોટડા, ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં મૂશળધાર વરસાદથી જળબંબાકાર 

આજે વહેલી સવારથી જ રાજકોટ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજકોટના ગોંડલમાં વરસાદે તોફાની બેટીંગ કરી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે. 

ગોંડલમાં 3 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ બન્યા નદી

રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. સવારથી લઈને અત્યાર સુધીમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હજી પણ રાત સુધીમાં ભારે વરસાદ પડે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ જિલ્લામાં સૌથી વધુ ગોંડલ તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો ગોંડલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગોંડલ તાલુકાના કોલીથડ, બિલિયાળા, ભુણાવા, ભરૂડી, શાપર વેરાવળ, સડકપીપળીયા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર ભારે વરસાદના કારણે વિઝીબિલિટી ઘટી છે. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Dang Rain: ડાંગમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર, અનેક કોઝવે પાણીમાં ગરકાવ
Dang Rain: ડાંગમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર, અનેક કોઝવે પાણીમાં ગરકાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Dang Rain: ડાંગમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર, અનેક કોઝવે પાણીમાં ગરકાવ
Dang Rain: ડાંગમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર, અનેક કોઝવે પાણીમાં ગરકાવ
Gujarat Rain : રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે મેઘમહેર, આ જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain : રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે મેઘમહેર, આ જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ
Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
Navsari Rain: નવસારી જિલ્લામાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ, પૂર્ણા-કાવેરી નદી ભયજનક સપાટીએ
Navsari Rain: નવસારી જિલ્લામાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ, પૂર્ણા-કાવેરી નદી ભયજનક સપાટીએ
Gujarat Rain:  ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતનો રેલવે વ્યવહાર ખોરવાયો,રેલવેએ મુસાફરોને કરી આ અપીલ
Gujarat Rain:  ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતનો રેલવે વ્યવહાર ખોરવાયો,રેલવેએ મુસાફરોને કરી આ અપીલ
Embed widget