શોધખોળ કરો

Gujarat Rain: ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રનો આ ડેમ છલકાયો, ડેમના 4 દરવાજા ખોલવામાં આવતા નિચાણવાળા ગામોને કરાયા એલર્ટ

Gujarat Rain: બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક નદી નાળા છલકાયા છે. ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. હવે આ કડીમાં રાજકોટનો આજી-2 ડેમ છલકાયો છે.

Gujarat Rain: બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક નદી નાળા છલકાયા છે. ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. હવે આ કડીમાં રાજકોટનો આજી-2 ડેમ છલકાયો છે. જે બાદ આજી-2 ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. સવારે 8 વાગે 14 દરવાજા દોઢ ફૂટ સુધી ખોલવામાં આવશે. પડધરી તાલુકાના ગામોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

વાવાઝોડા અંગે હવામાન વિભાગે પ્રતિક્રિયા આપી છે.  રાત સુધીમાં વાવાઝોડું ડિપ્રેશનમાં બદલાશે, ડિપ્રેશન બનતા સમય લાગે તો આવતીકાલ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.  કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.  ત્રણ કલાક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.  કાલે સવાર બાદ કચ્છને રાહત મળી શકશે.  અમદાવાદમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદી માહોલ રહેશે. 

આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી,  પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  પવનની ગતિ 41 થી 61 પ્રતિ કલાક રહેશે.  ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે.  

બનાસકાંઠા,  મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર,અમરેલી  જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દિવ, મહીસાગર , પંચમહાલ, વડોદરા, સુરત , ડાંગ, ભરૂચ,રાજકોટ  નવસારી,વલસાડ , દમણ,  દાદારનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  

પવન ગતિ 40 કિલો મીટર પ્રતિકલાકની આગાહી કરવામાં આવી છે.  અરવલ્લી , દાહોદ,નર્મદા,તાપી,છોટાઉદેપુરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  અહિં પવન ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. 

નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગમાં વાવાઝોડાએ તબાહી મચાવી

દ્વારકા જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની જોરદાર અસર જોવા મળી છે. દ્વારકા જિલ્લામાં આજે સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.  દ્વારકાથી 20 કિલોમીટર દૂર નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગમાં વાવાઝોડાએ તબાહી મચાવી છે. મંદિરના ગર્ભગૃહ સુધી પાણી પહોંચ્યા છે. જ્યોર્તિર્લિંગની આસપાસ અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.  મંદિરની બહાર રહેલી દુકાનોથી લઈને મંદિરની અંદર સુધી તબાહી જોવા મળી રહી છે. શનિ મંદિર, હનુમાન મંદિર પણ ક્ષતિગ્રસ્ત થયા છે, જો કે મૂર્તિઓને નુકશાન નથી થયું. મંદિરના પ્રાંગણમાં 40 વર્ષ જૂના વૃક્ષો ધરાશાયી થયા છે.  બિપરજોય વાવાઝોડાએ દ્વારકા જિલ્લામાં ખૂબ જ નુકશાન કર્યું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે આપ્યો 357 રનનો ટાર્ગેટ,ગિલની સદી
IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે આપ્યો 357 રનનો ટાર્ગેટ,ગિલની સદી
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસોSurat News: પીધેલા 15 લોકો પકડીએ તેમાંથી 10 પટેલ..! સુરતના મહિલા PSI ઉર્વિશા મેંદપરાનું ચોંકાવનારો દાવોBhavnagar News: ઓજ ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં વિદ્યાર્થી પર થયેલ હુમલાની ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરીAhmedabad Crime: સામાન્ય બોલાચાલીમાં યુવકી હથિયારથી કરાઈ હત્યા, જાણો શું છે મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે આપ્યો 357 રનનો ટાર્ગેટ,ગિલની સદી
IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે આપ્યો 357 રનનો ટાર્ગેટ,ગિલની સદી
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
lifestyle: જો તમે શાંતિથી ઊંઘવા માંગતા હોવ તો તમારે તમારા પાર્ટનર સાથે રાત્રે આ વસ્તુ કરવી પડશે બંધ,રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
lifestyle: જો તમે શાંતિથી ઊંઘવા માંગતા હોવ તો તમારે તમારા પાર્ટનર સાથે રાત્રે આ વસ્તુ કરવી પડશે બંધ,રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Shubhman Gill: 50 વનડે 50 ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો ગિલ, ત્રીજી ODIમાં બનાવ્યા 5 મોટા રેકોર્ડ
Shubhman Gill: 50 વનડે 50 ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો ગિલ, ત્રીજી ODIમાં બનાવ્યા 5 મોટા રેકોર્ડ
Anti Sikh Riots Case: બે શીખોની હત્યા કેસમાં કોંગ્રેસ નેતા દોષિત,આ તારીખે કોર્ટ સંભળાવશે સજા
Anti Sikh Riots Case: બે શીખોની હત્યા કેસમાં કોંગ્રેસ નેતા દોષિત,આ તારીખે કોર્ટ સંભળાવશે સજા
Gangster List: ગોલ્ડી બ્રાર,અનમોલ બિશ્નોઈ સહિત અમેરિકામાં છુપાયેલા 10 ગેંગસ્ટર્સની અવળી ગણતરી શરુ! લીસ્ટ તૈયાર
Gangster List: ગોલ્ડી બ્રાર,અનમોલ બિશ્નોઈ સહિત અમેરિકામાં છુપાયેલા 10 ગેંગસ્ટર્સની અવળી ગણતરી શરુ! લીસ્ટ તૈયાર
Embed widget