(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
રાજકોટ: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે શહેરમાં અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ધોરાજીના ચકલા ચોક, ત્રણ દરવાજા, વોકળા કાંઠા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે શહેરભરમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા થઈ છે. ધોરાજીમાં ચકલા બજાર, સ્ટેશન રોડ, જેતપુર રોડ, ગેલેક્સી ચોક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદને લઈ શહેરમાં અનેક રસ્તાઓ પર ઠેર-ઠેર પાણી ભરાયા છે.
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદને કારણે સફુરા નદી બે કાંઠે વહેતી થઈ છે. સફુરા નદીમાં પૂર આવતા પંચનાથ મહાદેવ તરફ જવાનો રસ્તો બંધ થયો છે. સફુરા નદીમાં પૂર આવતા પંચનાથ મંદિર તરફ જવાનાં પુલ ઉપર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદને કારણે શહેરભરના મુખ્ય રસ્તાઓ પાણી પાણી થયા છે. ધોરાજીના ચકલા ચોક, ત્રણ દરવાજા, વોકળા કાંઠા વિસ્તારમાં પાણી ભરાયા છે. ધોરાજીમાં વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશ ખુશાલ થયા છે.
હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી કરી છે આગાહી
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે, ઉત્તરથી લઇને દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ ગુજરાતમાં આગામી અઠવાડિયે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે ભાવનગર, અમરેલી, તાપી, ડાંગ, વલસાડ, મહીસાગર, દાહોદ, જૂનાગઢ, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપાવમાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંતના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
બુધવારે કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંતના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
ગુરુવારે તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
શુક્રવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે.