સસરાએ શરમ નેવે મૂકી પુત્રવધુના ન્યૂડ વીડિયો બનાવ્યા, વોટ્સએપ ગૃપમાં કરતા વાયરલ
રાજકોટની એક પરિણીતાને પોતાના સસરા પૈસા માટે નગ્ન લાઇવ શૉ કરાવતા હોવાનો ઘટસ્ફોટ કરતા હાહાકાર મચી ગયો છે.
રાજકોટ: રાજકોટ શહેરમાં એક ચોંકવનારી ઘટના બની છે. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ખળભળાટ મચાવી દિધો છે. રાજકોટની એક પરિણીતાને પોતાના સસરા પૈસા માટે નગ્ન લાઇવ શૉ કરાવતા હોવાનો ઘટસ્ફોટ કરતા હાહાકાર મચી ગયો છે. નગ્ન વીડિયોને બાદમાં તેના સસરા વેબસાઇટ પર મુકતા હતા. આ નગ્ન શોના લાઈવ વીડિયોને વોટ્સએપ ગૃપમાં વાયરલ પણ કરવામાં આવતા હતા. આ શરમજનક ઘટનામાં પરિણીતાનો પતિ અને તેની સાસુ પણ સસરાને સાથ આપતા હતા. જોકે, જ્યારે આ તમામ ચૂંગાલમાંથી નીકળવા માટે પરિણીતા પોતાના પિયર પહોંચી ત્યારે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. રાજકોટના ભક્તિનગર પોલીસે આ પરિણીતાના પતિ, સાસુ અને સસરા ત્રણેય વિરુદ્ધ કેસ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે. આરોપી પતિ, સાસુ અને સસરાને સાયબર ક્રાઇમે ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી છે.
ન્યુડ વિડીયો ઉતારી ઓનલાઇન વેબસાઇટ પર મુકતા
રાજકોટના પોશ વિસ્તારમાં રહેતાં એક પરિવારની પરિણીતાના પતિ અને સસરાએ ન્યુડ વિડીયો ઉતારી ઓનલાઇન વેબસાઇટ પર મુકતા હતા. સસરાએ ઓનલાઈન ન્યૂડ વેબસાઇટ પર નગ્ન લાઇવ શો કરાવતાં તેમજ બિભત્સ અડપલા પણ કરતાં હતા. આ પરણીતાનો પતિ પરાણે સેક્સ સંબંધ બાંધતો હતો. પતિ વારંવાર બળજબરી કરતો તેમાં સાસુ પણ સહકાર આપતાં. હાલ તો આ સમગ્ર ઘટના સાયબર ક્રાઇમમાં પહોંચતા ખળભળાટ મચી ગયો છે. સસરાને પોતાના ધંધામાં ભાગીદારી છુટી કરવા ભાગીદારને પૈસા આપવાના હોય તેની પાસે પૈસા ન હોવાથી પોતાની પુત્રવધુ પાસે નગ્ન લાઇવ શો કરાવી પોતાના જ દિકરા-વહૂના સેક્સ વિડીયો ઓનલાઇન મુકી નાણા કમાવવાનો કારસો ઘડયાનું જણાવતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.
ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી
રાજકોટ શહેરમાં ખળભળાટ મચાવનારી આ સમગ્ર ઘટનાને લઈને સાયબર ક્રાઇમ પોલીસે પરિણીતાની ફરિયાદને આધારે પતિ, સાસુ અને સસરા સામે IPC 354 (A) (C), 376 (D), 498 (A), 506 (2), 508, 509, 34, 114, આઇટી એક્ટ-2000ની કલમ 66 (2), 67 (A) મુજબ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે.
યુવકે તેને ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી
શહેરમાં ચકચાર મચાવનારી આ ઘટનામાં સાઈબર ક્રાઈમમાં પરિણીતાએ જે વિગતો જણાવી તેમાં કહ્યું કે, હું ચાર વર્ષ પહેલાં એક યુવાનના સંપર્કમાં આવી હતી. આ યુવાનના પરિવારના સભ્યો તેના દૂરનાં સંબંધી થાય છે. તેની સાથે મિત્રતા થયા બાદ અવારનવાર એકબીજા સાથે ચેટ અને ફોનમાં વાત કરતાં હતાં. એક લગ્ન પ્રસંગમાં પણ ફરી વખત તેની સાથે મુલાકાત થઈ હતી. આખરે રવિના વાલીએ તેના માતા-પિતા સમક્ષ લગ્નનો પ્રસ્વાર મૂકયો હતો. જે તેના માતા-પિતાએ ફગાવી દીધો હતો. જેને કારણે તેણે યુવાન સાથે સંબંધો કાપી નાખ્યા હતા. બાદમાં બે વર્ષ પહેલા ફરીથી યુવકે તેને ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી જે તેણે સ્વીકારી લેતા ફરીથી તેની સાથે ચેટ શરૂ થઈ ગઈ હતી. સમય જતા બંને નજીક આવ્યા હતા.
લગ્ન કરાવવાનો ઈન્કાર કરી દીધો હતો
યુવાનની સગાઈ બીજે થઈ ગઈ હતી જે તેણે તોડી નાખી હતી. આખરે તેણે વાલીઓને વાત કરતાં તેઓ તેના વાલીઓને મળ્યા હતા. આ રીતે બંનેની સગાઈ થઈ હતી પરંતુ ત્યાર પછી તેના વાલીઓએ સમાજમાં તપાસ કરતાં આ યુવાનના પરિવારના સભ્યો સારા નહીં હોવાની માહિતી મળતાં લગ્ન કરાવવાનો ઈન્કાર કરી દીધો હતો. જો કે એ યુવાને યુવતીનું બ્રેઇન વોશ કરી નાંખ્યું હતું અને પોતે તેની સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગઇ હતી અને કોર્ટ મેરેજ કરી લીધા બાદ જ્ઞાતિના રિવાજ મુજબ લગ્ન કર્યા હતાં. 2022માં પોતે ગર્ભવતી થઇ હતી. ત્યારબાદ તેના માતા-પિતાએ ઘરે આવતા જતા થયા હતા.
પતિ વિડીયો ઉતારી સસરાને મોકલતો
પરિણીતાએ આગળ જણાવ્યું છે કે એક દિવસ મારા સસરાએ મારી પાસે આવીને કહ્યું કે તારી પ્રેગનેન્સીમાં શું ફેરફાર થયો છે તે મારે જોવો છે. જેને કારણે પતિએ તેના શરીરનો ઉપરાંત પેટનો વિડીયો ઉતાર્યો હતો. એટલું જ નહીં ઘણી વખત તેનો ન્યૂડ વિડીયો ઉતાર્યો હતો જે વિડીયો પતિ પોતાના પિતાને બતાવતો હતો. આ બાબત તેને ગમતી ન હોવાથી તેણે વિરોધ કર્યો હતો. પરંતુ પતિએ તેને ચુપ કરાવી દીધી હતી. સાથે જ એમ પણ કહ્યું હતું કે તને હું કહું તેવા વિડીયો અને ફોટા મોકલવા પડશે નહીંતર તને મારી નાંખીશ. આ વખતે સાસુ પણ કહેતા કે તારે સસરા કહે તેમ કરવું પડશે. આ સમગ્ર ઘટનાક્રમને કારણે તેને ડર લાગતો હતો. પરંતુ કાંઈ કરી શકી ન હતી. પતિ તેના વિડીયો ઉતારી સસરાને મોકલતો. સસરા એક વોટ્સએપ ગ્રુપમાં આ તમામ વિડીયો મૂકતાં હતા. એટલું જ નહીં આ વિડીયો તે તેના પતિ, સાસુ, સસરા જોતા હતા. તેણે સસરા વોટ્સએપ ગ્રુપમાં વિડીયો મૂકતાં હોવાથી તેનો વિરોધ કર્યો પરંતુ પતિએ કોઈ જવાબ આપ્યો નહતો.
સસરાએ તેના રૂમમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવી દીધા
પરિણીતા પોતાની ફરિયાદમાં આગળ જણાવે છે કે બાદમાં સસરાએ તેના રૂમમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવી દીધા હતા. જેનો તેણે વિરોધ કરતાં પતિએ કહ્યું કે પપ્પાએ ફીટ કરાવ્યા છે એટલે ભલે રહ્યાં. આ પછી તે પતિ સાથે ફિઝિકલ રીલેશન બાંધતી ત્યારે સસરા પોતાના રૂમમાં સ્ક્રીનમાં આ દ્રશ્યો જોતાં હતા. જેનો પણ તેણે વિરોધ કર્યો હતો. પતિ વારંવાર મારી સાથે હું પ્રેગનન્ટ હતી ત્યારે પણ બળજબરીથી સેક્સ કરતો હતો.
ડિલીવરી પછી ટાંકામાં રૂઝ આવી ન હોવા છતાં પતિ સેક્સની માંગ કરતો
પરિણીતાએ વધુમાં જણાવ્યું હતું કે, મારા સસરા અંધશ્રધ્ધામાં માનતાં હોય તેણે કહ્યું કે જો તારી ડિલીવરી વહેલી નહિ થાય તો તારો પતિ મરી જશે. આમ કહી સાતમા મહિને જ મારી ડિલીવરી કરાવી નાખી હતી. બાદમાં હું સંતાનને ફીડીંગ કરાવતી ત્યારે મારા સસરા અંદર રૂમમાં આવી જઇ મારી છાતીનો ભાગ પકડી દબાવીને ફીડીંગ બોટલમાં કાઢતાં હતાં. હું ના પાડુ અને સાસુને કહું તો તેઓ પણ રૂમમાં આવી આવુ કરતાં હતાં. પતિને વાત કરી તો તેણે પણ માતા-પિતાને સહકાર આપવા કહ્યું હતું. સિઝેરીયનથી ડિલીવરી પછી ટાંકામાં રૂઝ આવી ન હોવા છતાં પતિ સેક્સની માંગ કરતો અને બળજબરી કરી ત્રાસ આપતો હતો.
સસરાએ ત્રણ આફ્રિકન કોલગર્લ બોલાવી
પતિ કહેતો કે હું તારી સાથે સેક્સ કરુ છું તેમાં મને સંતોષ નથી થતો, હું લગ્ન પહેલા બીજી છોકરીઓ સાથે સેક્સ કરવા જતો અને હાલમાં પણ જાઉ છું. ત્યારબાદ મારા સસરા અને પતિ મને હોટેલમાં લઇ ગયા હતાં. જ્યાં સસરાએ ત્રણ આફ્રિકન કોલગર્લ બોલાવી હતી. જે મને બતાવી હતી અને કહેલુ કે મારો દિકરો કોલગર્લ સાથે જે રીતે સેક્સ કરે તે રીતે તારે તેની સાથે ઘરે સેક્સ કરવાનું રહેશે. તેમ કહી સસરા બે કોલગર્લ લઇ રૂમમાં જતાં રહ્યા હતાં. એક રૂમમાં પતિએ મારી સામે જ કોલગર્લ સામે જુદી જુદી રીતે સેક્સ કરી મને આ રીતે ઘરે સેક્સ કરવું પડશે તેવું દબાણ કર્યુ હતું. બાદમાં ઘરે જઇ પતિએ મારી સાથે ઇચ્છા વિરૂધ્ધ જુદી જુદી રીતે વારંવાર બળજબરીથી સેક્સ કર્યુ હતું.
ખુબ જ ઇમોશનલ બ્લેકમેઇલ કરતાં
મારા સસરાને ધંધામાં ભાગીદારી છુટી કરવા માટે તેના ભાગીદારને રૂપિયા આપવાના હોય મકાન વેચવુ પડે તેવી હાલત ઉભી થઇ હતી. જે શક્ય ન હોય જેથી એકાદ મહિના પહેલા સસરાએ મારી પાસે આવીને કહેલું કે એક ઓનલાઇન એડલ્ટ વેબસાઇટ છે. આ વેબસાઇટમાં આપણે તારા ન્યુડ વિડીયો મુકીશું તો તે વિડીયો ઓનલાઇન જોઇને લોકો આપણને ટોકન આપશે અને ટોકન સીધા બીટ કોઇનમાં કન્વર્ટ થઇ જશે. બીટ કોઇનમાંથી ઇન્ડિયન રૂપિયા કન્વર્ટ કરી તે રૂપિયા આપણા એકાઉન્ટમાં આવી જશે. આવુ સસરાએ કહેતાં મેં કોઇપણ આવા ન્યુડ વિડીયો નહિ આપુ તેમ કહેતાં તે મારી પર ગુસ્સે થયા અને બાદમાં ઇમોશનલ બ્લેકમેઇલ કરી કહેવા લાગ્યા કે તારો ચહેરો આપણે નહિ બતાવીએ તુ માસ્ક પહેરી લેજે. તું ફેમિલીને હેલ્પ કરવા માટે આટલુ તો કરી શકે ને ? તારી બોડીને કોઇ ટચ નહિ કરે. આમ મને ખુબ જ ઇમોશનલ બ્લેકમેઇલ કરતાં મેં હા પાડી હતી. એ પછી મારા પતિને વાત કરતાં તેણે મને કહેલું કે આમાં તને કોઇ નુકસાન નહિ થાય, તારુ મોઢુ નહિ દેખાય.
મારા સાસુ પણ તેનો સાથ આપતાં
બાદમાં બપોરના સમયે સસરા મારા રૂમમાં આવેલા, મારો પતિ પણ હાજર હતો. સસરાએ મને બધા કપડા કાઢી નાખવાનું કહી મને અલગ અલગ એક્ટ કરવાનું કહેલું. સામે કોઇ પુરૂષ જોતો હોય તો સેક્સ અંગેની ફિલીંગ આવવી જોઇએ તેવું તેણે કહેલું. મારા સસરાએ મને ન્યુડ વિડીયો બતાવી કહેલું કે આ રીતે તારે એક્ટ કરવાનું છે. પછી તેણે મારા પતિને કહેલું કે તારી પત્નિ આ બધુ કરે ત્યારે તુ વિડીયો ઉતારી લેજે. સસરા જતા રહ્યા બાદ પતિને મેં કહેલું કે મને આવુ બધુ કરવું ગમતું નથી, પપ્પાને ના પાડોને આવુ ન કરાવે. તો પતિએ કહ્યું કે પપ્પાએ કહ્યું તે મુજબ કરવું જ પડશે. તેમ કહી પતિએ તેનો મોબાઇલ ફોન ટેબલ પર ચાલુ કરી દીધો હતો. બાદમાં મારો નગ્ન વિડીયો ઉતાર્યો હતો. સસરાએ કહ્યું એ પ્રમાણે મારા પતિએ મારી પાસે એક્ટ કરાવ્યા હતાં. આ વિડીયો બાદમાં મારુ, મારા પતિ, સાસુ, સસરાનું વ્હોટ્સએપ ગ્રુપ છે તેમાં પણ મુક્યા હતાં. મારા સાસુ પણ તેનો સાથ આપતાં હતાં.
ન્યુડ લાઇવ શો રાત્રે એકથી બે કલાક સુધી સસરાએ ચલાવ્યો
પરિણતાએ વધુમાં જણાવ્યું કે સસરાએ મારા રૂમાં કોમ્પ્યુટર સ્ક્રીન મુકી દીધી હતી. એક બીજી સ્ક્રીન તેના રૂમમાં રાખી હતી. એ પછી અમે પતિ-પત્નિ ફિઝીકલ રિલેશન સેક્સ કરતાં હોય તે વિડીયો ઉતારવાનું મારા સસરાએ કહેતાં પતિએ આવા વિડીયો પણ ઉતારીને મારા સસરાને બતાવ્યા હતાં. તેણે આ વિડીયો પણ વોટ્સએપ ગ્રુપમાં મુક્યા હતાં. જે જોઇને હું ગભરાઇ ગઇ હતી અને આવુ ન કરવા કહેતાં મારા પર ગુસ્સે થયા હતાં. ત્યારબાદ સસરાએ કહ્યું કે એડલ્ટ ઓનલાઇન વેબસાઇટ ઉપર તારે શો કરવાનો છે, જેના યુઝર નેઇમ તથા પાસવર્ડ માટે મારો પાસપોર્ટનો ફોટો અપલોડ કરતાં તેમાં ન્યુડ લાઇવ શો ચલાવતાં હોય 750 ટોકન પડયા છે તેવું સસરાએ કહ્યું હતું. મારે રૂમમાં મોનીટર સ્ક્રીન સામે ઓલનલાઇન લાઇવ શો કરવાનો હતો. પતિએ મારા રૂમના પડદા બેડસીટ અગાઉથી બદલી નાખ્યા હતાં. મને માસ્ક પહેરાવી એડલ્ટ ઓનલાઇન સાઇટ જે ગૂગલની છે તના પર મારો ન્યુડ લાઇવ શો રાત્રે એકથી બે કલાક સુધી સસરાએ ચલાવ્યો હતો. આ વખતે મારા સાસુ અને પતિ પણ મારા રૂમમાં હાજર હતાં. તેમની હાજરીમાં જ ઓનલાઇન ન્યુડ શો ચાલ્યો હતો. આ ન્યૂડ શો લાઈવ કરવાનું ઘણા દિવસો સુધી ચાલ્યું હતું. તેના કારણે મને ગુપ્ત ભાગે ઇન્ફેક્શન થઇ જતાં દુઃખાવો થતાં સસરાએ મને મલમ લાવી આ મલમ લગાડી આપુ છું તેમ કહેતાં મેં ના પાડતાં તેણે પરાણે ગુપ્ત ભાગે બળજબરીથી મલમ લગાડી દીધો હતો. તેમજ ગુપ્તાંગમાં ચેડા કરી હેરાન કરતાં હતાં.
ઓગષ્ટ મહિના સુધી મને ન્યુડ લાઇવ શો કરાવ્યા
આ સમયે મારો પતિ પણ તેને સહયોગ આપતો હતો. આ રીતે પતિ સાસુ બંને સહયોગ આપતાં હતાં. ત્યારબાદ ગત જુલાઇથી હાલના ઓગષ્ટ મહિના સુધી મને ન્યુડ લાઇવ શો કરાવ્યા હતાં. બે ત્રણ દિવસ ગુપ્ત ભાગે દુઃખાવો થતો હોવાથી ત્યારે લાઇવ શો કરાવ્યા નહોતાં. મેં પતિ સાસુ સસરાને અનેક વખત ના પાડી હતી છતાં તે સમજતા નહોતાં અને ઇમોશનલ બ્લેકમેઇલ કરી બધુ કરાવતાં હતાં. હું શારીરિક માનસિક રીતે થાકી ગઇ હતી, કંટાળી ગઇ હતી. મને ખુબ ત્રાસ અપાતો હતો. ઘરે પાર્ટીઓ પણ થતી હતી. એ પછી હું આજથી થોડા દિવસ પહેલા ઘરેથી નીકળી જઇ મારા પિયર ગઇ હતી અને બધી વિગતોની વાત કરી હતી. એ પછી મારા પતિ, સાસુ, સસરાએ મને પાછી પોતાના ઘરે લઇ જવા ખુબ દબાણ કર્યુ હતું. પણ હું પાછી ગઇ નહોતી.
માસ્ક પહેરાવી ન્યુડ વિડીયો બનાવતા
મારા સસરાને ભાગીદારી છુટી કરવાની હોય ભાગીદારને આપવા માટે નાણા ન હોય જેના કારણે પરાણે મારા ન્યુડ વિડીયો બનાવી વેબસાઇટ પર મુકી તેમજ અલગ-અલગ એક્ટ કરાવી માસ્ક પહેરાવી ન્યુડ વિડીયો બનાવી ઉપરાંત મારો ન્યુડ લાઇવ શો સસરાએ ચલાવી પતિએ વારંવાર બળજબરીથી સેક્સ સંબંધ બાંધી બળજબરી કરી હોય તેમજ સસરાએ પણ અનેક વખત અડપલા કરી હેરાન કરી હોય અંતે મારે ફરિાયદ કરવી પડી છે. હાલ તો રાજકોટ સાઈબર ક્રાઈમ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં બનેલી આ ન્યૂડ વીડિયોની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દિધી છે.