શોધખોળ કરો
Advertisement
પોરબંદર ટ્રિપલ મર્ડરઃ લખમણે હેતલ-કીર્તીની હત્યા કરવા ચાલાકીથી કોનો કર્યો ઉપયોગ ? પછી તેનું શું કર્યું ?
હેતલના સાથી ફોરેસ્ટ ગાર્ડ લખમણ ઓડેદરાએ મહિલા બીટ ગાર્ડ, તેના પતિ અને રોજમદારની હત્યા કરી હતી. આ હત્યા માટે હેતલ તથા તેના પતિને ફસાવવા માટે લખમણે રોજમદાર નાગજણ આગઠનો ઉપયોગ કર્યો હતો.
પોરબંદરઃ બરડા ડુંગરમાં ગર્ભવતી મહિલા બીટ ગાર્ડ હેતલ સોલંકી, તેના પતિ કીર્તિ સોલંકી સહિત ત્રણ લોકોની હત્યા અન્ય વનકર્મી લખમણ ઓડેદરા દ્વારા કરવામાં આવી હોવાનો અને લખમણ તથા હેતલ વચ્ચે પ્રેમ સંબધો હોવાનો ખુલાસો થયો છે.
હેતલના સાથી ફોરેસ્ટ ગાર્ડ લખમણ ઓડેદરાએ મહિલા બીટ ગાર્ડ, તેના પતિ અને રોજમદારની હત્યા કરી હતી. આ હત્યા માટે હેતલ તથા તેના પતિને ફસાવવા માટે લખમણે રોજમદાર નાગજણ આગઠનો ઉપયોગ કર્યો હતો ને પછી તેની જ હત્યા કરી નાંખી.
લખમણે બરડાના ડુંગરમાં ચાલી રહેલી દારૂની ભઠ્ઠી અંગેની વિગતો છે તેવુ નાગાભાઇ દ્વારા હેતલને જણાવી હતી. નાગાભાઈએ બાતમી આપતાં હેતલે વાત માની લીધી હતી.બરડા ડુંગરમા ગેરકાયદેસર ચાલતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી તોડવા માટે જવાના બહાને લખમણ તેમને લઈ ગયો હતો અને પછી પહેલાંથી ઘડેલી યોજના પ્રમાણે ત્રણેની હત્યા કરી નાંખી હતી.
હેતલ અને લખમણમા સંબંધો અંગે જાણ થઈ જતાં લખમણને તેની પત્નિ સાથે ઝગડા થતા હતા. વીસેક દિવસ પહેલા પણ આ પ્રકારે આરોપીના પત્ની મંજુબેન તથા હેતલબેન વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમયે હેતલબેને આરોપીના પત્ની મજુંબેનને ધાકધમકી આપી હતી. મંજુબેને આ વાતની જાણ પતિને કરતાં આ બાબતની દાઝ રાખી આરોપીએ અગાઉથી હેતલબેન તથા તેના પતિ કીર્તિભાઇને મારી નાખવા યોજના ઘડી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement